Ahmedabad News: 'મારે આરોગ્ય વિભાગમાં ઓળખાણ છે,' સોલા સિવિલમાં નોકરી અપાવવાના બહાને ગઠીયાએ કરી કરામત


Updated: September 1, 2022, 12:36 PM IST
Ahmedabad News: 'મારે આરોગ્ય વિભાગમાં ઓળખાણ છે,' સોલા સિવિલમાં નોકરી અપાવવાના બહાને ગઠીયાએ કરી કરામત
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

Fraud in Ahmedabad: આજથી બે વર્ષ પહેલા મહેશે ફરિયાદીને કહ્યું હતું કે, આરોગ્ય વિભાગમાં મારી સારી ઓળખાણ છે અને હું તમને સોલા સિવિલ હોસ્પિટલમાં ફિઝીયોથેરાપીસ્ટ તરીકેની નોકરી અપાવી દઈશ.

  • Share this:
અમદાવાદ: કહેવાય છે કે, લાલચ બુરી ચીઝ હૈ. અનેક લોકો આ કહેવતને જાણતા હોવા છતાં ક્યારેક લાલચમાં આવી જાય છે અને નુકસાનને આમંત્રણ આપી દે છે. આવો જ એક બનાવ શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં એક ગઠીયાએ કેટલાક લોકોને સોલા સિવિલમાં ફિઝીયોથેરાપીસ્ટને નોકરી આપવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા છે.

બાપુનગર વિસ્તારમાં રહેતા અને શ્યામ શિખર પાસે આવેલા એક ક્લિનિકમાં ફિઝીયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરતા હિનાબેન પટેલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેમના ક્લિનિક પર ડોક્ટરને મળવા માટે તેમના મિત્ર મહેશ ઉર્ફે માનવ બારોટ આવતા હતા. જેથી તેઓને ઓળખાણ તેમની સાથે થઈ હતી. આજથી બે વર્ષ પહેલા મહેશે ફરિયાદીને કહ્યું હતું કે, આરોગ્ય વિભાગમાં મારી સારી ઓળખાણ છે અને હું તમને સોલા સિવિલ હોસ્પિટલમાં ફિઝીયોથેરાપીસ્ટ તરીકેની નોકરી અપાવી દઈશ.

જેના માટે તેણે ફરિયાદી પાસે રૂપિયા 6 લાખની માંગણી કરી હતી.

ફરિયાદી ગઠિયાએ આપેલી લાલચમાં આવી જતા તેઓને રૂપિયા બે લાખ રોકડા અને અલગ અલગ ટ્રાન્જેક્શન કરી એમ કુલ રૂપિયા 5 લાખ 55 હજાર આપ્યા હતા. જોકે ફરિયાદીએ આ બાબતની જાણ અન્ય તેમના મિત્ર અને સગા સંબંધી ઓને કરતા ગઠીયાએ અન્ય એક મહિલા ને વડનગર સરકારી હોસ્પિટલમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી.

અટલ ફૂટ ઓવરબ્રિજની ટિકિટ મામલે લોકોમાં નારાજગી, 'લોકો માટે જ છે તો પૈસા શેના?'
આમ ત્રણથી ચાર લોકોને નોકરીની લાલચ આપીને રૂપિયા પડાવી લેતા અંતે આરોપી વિરૃદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: September 1, 2022, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading