... તો નવરાત્રીમાં વરસાદ પડશે જ? શું કહે છે હવામાન વિભાગ, નિષ્ણાત અને ખગોળ વિજ્ઞાન?

News18 Gujarati
Updated: September 24, 2022, 11:35 PM IST
... તો નવરાત્રીમાં વરસાદ પડશે જ? શું કહે છે હવામાન વિભાગ, નિષ્ણાત અને ખગોળ વિજ્ઞાન?
નવરાત્રીના ઉત્સાહ અને તૈયારીઓ પર વરસાદ પાણી ન ફેરવે તેનો ડર સતાવી રહ્યો છે.

Navratri 2022: નવરાત્રીના ઉત્સાહ અને તૈયારીઓ પર વરસાદ પાણી ન ફેરવે તેનો ડર સતાવી રહ્યો છે.

  • Share this:
અમદાવાદ: નવરાત્રીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓ થનગની રહ્યા છે. બજારોમાં ખરીદીની ભીડ અને બ્યુટી પાર્લરોમાં બુકિંગનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કોરોનાકાળના બે વર્ષ બાદ મન મૂકીને ગરબે ઘૂમવા લોકો ઉત્સુક છે, ત્યારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને ખેલૈયાઓ અને આયોજકો બન્નેમાં ચિંતા જોવા મળી રહી છે. નવરાત્રીના ઉત્સાહ અને તૈયારીઓ પર વરસાદ પાણી ન ફેરવે તેનો ડર સતાવી રહ્યો છે. હવામાન વિભાગ, નિષ્ણાત અને ખગોળ નિષ્ણાતની આગાહી તો સંભાવના વ્યક્ત કરી રહી છે કે, નવરાત્રી દરમિયાન વરસાદ વિલન બનશે જ.

હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળમાં લો પ્રેશરને કારણે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: જાણો નવરાત્રીના નવ દિવસ GMDC ગ્રાઉન્ડમાં કયા કયા કલાકારો ધૂમ મચાવશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ધીરે ધીરે વરસાદની વિદાય થશે. વરસાદની વિદાય વચ્ચે પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. નવરાત્રીમાં 27મી તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે છે અને 28મીથી બીજી તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાપટાં પણ પડી શકે છે. જ્યારે તારીખ પાંચમી સુધીમાં સમુદ્રમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તારીખ ત્રણથી પાંચમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. ચોમાસાની વિદાય અંગે તેમણે જણાવ્યું કે, રાજ્યના અમુક ભાગોમાંથી ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસું વિદાય લેશે. પરંતુ ચોમાસાની વિદાય વચ્ચે પણ તારીખ 10 અને 11, જો શરદ પૂનમની રાતે ચંદ્ર શ્યામ વાદળો છવાશે તો સમુદ્રમાં વાવાછોડું ફૂંકાવવાની શક્યતા રહેશે.

ખગોળ વિજ્ઞાન પર છેલા 32 વર્ષથી આગાહી કરનાર રમણીક વામજાએ આગાહી કરી છે કે, નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવશે. બપોર બાદ વરસાદ પડી શકે છે. જેને મંડાણ વરસાદ કહેવામાં આવે છે અને અંદાજીત 3થી 4 ઇંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં થઇ શકે છે. નવરાત્રી દરમિયાન હાથીયો નક્ષત્ર બેસે છે, જેને લઇને બપોર બાદ વરસાદ વરસી શકે છે. આ દરમિયાન 3થી 4 ઇંચ જેટલો વરસાદ પડશે. બીજી બાજુ, બે દિવસ અગાઉ સૂર્ય ફરતે થયેલા ગોળચક્રને લઇને વિશ્વમાં કોઈપણ દેશમાં પ્રચંડ વાવઝોડું આવશે, તેવી આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે. આમ, હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અને ખગોળ વિજ્ઞાનના નિષ્ણાત અનુસાર, નવરાત્રીમાં વરસાદ વિધ્ન બની શકે છે.
Published by: Azhar Patangwala
First published: September 24, 2022, 11:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading