Navratri 2022: ખગોળીય ઘટનાને લીધે નવરાત્રી પર ફરી શકે છે પાણી, આટલા ઇંચ વરસાદની આગાહી

News18 Gujarati
Updated: September 24, 2022, 5:30 PM IST
Navratri 2022: ખગોળીય ઘટનાને લીધે નવરાત્રી પર ફરી શકે છે પાણી, આટલા ઇંચ વરસાદની આગાહી
(ફાઇલ તસવીર)

Navratri 2022: નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર, આ કારણે પડી શકે છે વરસાદ, અહીં અને આટલા ઇંચ વરસાદની કરાઇ આગાહી

  • Share this:
અમદાવાદ: નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. નવરાત્રી દરમિયાન હાથીયો નક્ષત્ર બેસે છે, જેને લઇને બપોર બાદ વરસાદ વરસી શકે છે. આ દરમિયાન 3થી 4 ઇંચ જેટલો વરસાદ પડશે, એવી આગાહી પ્રખ્યાત આગાહીકાર રમણીક વામજા દ્વારા કરવામાં આવી છે. તેમજ ગઈકાલે સૂર્ય ફરતે થયેલા ગોળચક્રને લઇને વિશ્વમાં કોઈપણ દેશમાં પ્રચંડ વાવઝોડું આવશે, તેવી આગાહી પણ તેમન દ્વારા કરવામાં આવી છે. આમ, નવરાત્રીમાં વરસાદના વિઘ્નની શક્યતા દર્શાવી છે.

વરસાદની આગાહી જ્યોતિષશાસ્ત્ર, ભડલી વાક્યો તેમજ ખગોળ વિજ્ઞાનને આધારે કરવામાં આવે છે. ખગોળ વિજ્ઞાન પર છેલા 32 વર્ષથી આગાહી કરનાર રમણીક વામજાએ આગાહી કરી છે કે, નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવશે. બપોર બાદ વરસાદ પડી શકે છે. જેને મંડાણ વરસાદ કહેવામાં આવે છે અને અંદાજીત 3થી 4 ઇંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં થઇ શકે છે.

બીજી તરફ, ગઈકાલે એક ખગોળીય ઘટના બનવા પામી હતી. સૂર્યની ફરતે એક ચક્ર જોવા મળ્યું હતું. તેને લઇને રમણીક વામજાએ આગાહી કરી છે કે, 18થી 22 ઓક્ટોબર દરમિયાન વિશ્વભરમાં પ્રચંડ વાવઝોડું આવશે અને દરિયામાં પણ ખૂબ મોટા ફેરફારો જોવા મળશે. ચંદ્ર અને સૂર્ય ફરતે ચક્ર બન્ને તે અલગ ઘટના છે, પણ પ્રચંડ વાવાઝોડાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતના જાણીતા 300 કલાકારો GMDC ગ્રાઉન્ડમાં ગરબા-રમઝટની જમાવટ કરશે

ઉપરાંત, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, વરસાદની વિદાયને કારણે નવરાત્રીમાં પણ રાજ્યનાં અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, કરોડિયા ઘરમાં જાળા બાંધવા લાગ્યા છે. એટલે ધીરે-ધીરે વરસાદની વિદાય થશે. વરસાદની વિદાય વચ્ચે પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 24મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના કોઇપણ ભાગમાં વરસાદ આવવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક વરસાદ આવી શકે છે. નવરાત્રીમાં 27મી તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે છે અને 28મીથી બીજી તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાપટાં પણ પડી શકે છે. જ્યારે તારીખ પાંચમી સુધીમાં સમુદ્રમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તારીખ ત્રણથી પાંચમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.
Published by: Azhar Patangwala
First published: September 24, 2022, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading