અમદાવાદ: નવરાત્રીમાં રોમિયોગીરી કરતા યુવકો ચેતી જજો! મહિલા પોલીસની 'શી' ટીમ તૈયાર

News18 Gujarati
Updated: September 24, 2022, 5:04 PM IST
અમદાવાદ: નવરાત્રીમાં રોમિયોગીરી કરતા યુવકો ચેતી જજો! મહિલા પોલીસની 'શી' ટીમ તૈયાર
મહિલા પોલીસની શી ટીમ તૈયાર

Navratri 2022: સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ કપડામાં મહિલા પોલીસ તૈનાત કરાશે. ક્લબ, પાર્ટી પ્લોટ તેમજ શેરી ગરબા એમ અલગ-અલગ જગ્યાએ વોચ રાખવામાં આવશે

  • Share this:
અમદાવાદ: નવરાત્રિમાં યુવતીઓની સુરક્ષા અને સલામતી માટે મહિલા પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. યુવતીઓ સાથે ક્યાંક કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસની શી ટીમ તૈયાર કરાઈ છે. અમદાવાદની મહિલા પોલીસ ટીમને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ કપડામાં મહિલા પોલીસ તૈનાત કરાશે. ક્લબ, પાર્ટી પ્લોટ તેમજ શેરી ગરબા એમ અલગ-અલગ જગ્યાએ વોચ રાખવામાં આવશે અને જો કોઈ રોમિયો યુવતીઓની છેડતી કરતા દેખાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નવરાત્રી દરમિયાન રોમિયોગીરી કરતા યુવકો ચેતી જજો, નહીંતર પસ્તાવાનો વારો આવશે. ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમતી યુવતીની છેડતી કરતાં પહેલા સો વખત વિચાર કરજો. ક્યાંક આ યુવતી પોલીસ પણ હોઈ શકે છે અને તમને કાયદાનું ભાન કરાવશે. નવરાત્રી દરમિયાન યુવતીઓની સુરક્ષા માટે મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે.


આ પણ વાંચો: કોંગ્રેસના પ્રચારની કમાન પ્રિયંકા ગાંધી સંભાળશે, પાવાગઢથી કરશે શરૂઆત

નવરાત્રી દરમિયાન યુવતીઓની સુરક્ષા અને સલામતી માટે મહિલા પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. યુવતીઓ સાથે ક્યાંક કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસના જવાનો ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે જશે અને ક્લબ, પાર્ટી પ્લોટ તેમજ શેરી ગરબા એમ અલગ-અલગ જગ્યાએ વોચ રાખશે. જે પણ રોમિયો રોમિયોગીરી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. મહિલા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં કાર્યરત શી ટીમ પણ યુવતીઓની સુરક્ષા કરશે. શી ટીમ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત વોચ રાખશે. આ સિવાય મહિલા પોલીસ અધિકારીનું કહેવું છે કે, જ્યારે પણ કોઈ યુવતી સાથે કોઈ બનાવ બને છે, તો તે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીને મદદ માંગી શકે છે. દરેક યુવતીએ તેના મોબાઈલનું જીપીએસ એક્ટિવ રાખવું જોઈએ. યુવતી જ્યાં પણ કોઈની પણ સાથે જાય છે તો તેની માહિતી કોઈપણ એક વિશ્વાસુ વ્યક્તિને આપવી જોઈએ. જેથી કરીને મુશ્કેલીના સમયે તેના સુધી પહોંચી શકાય. જ્યારે યુવતીઓને કોઈપણ અજાણ્યો વ્યક્તિ ખાવાની ચીજવસ્તુ આપે તો તે ખાવું નહીં.
Published by: Azhar Patangwala
First published: September 24, 2022, 5:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading