Ahmedabad News: અમદાવાદ: રાણીપ પોલીસે હોટલમાં દારૂની મહેફિલ માણતા સાત લોકોને ઝડપ્યા, પ્રોહીબીશન એક્ટની હેઠળ નોંધાયો ગુનો

News18 Gujarati
Updated: September 26, 2022, 3:53 PM IST
Ahmedabad News: અમદાવાદ: રાણીપ પોલીસે હોટલમાં દારૂની મહેફિલ માણતા સાત લોકોને ઝડપ્યા, પ્રોહીબીશન એક્ટની હેઠળ નોંધાયો ગુનો
દારૂની મહેફિલ માણતા સાત લોકો ઝડપયા

Ahmedabad: રાણીપમાં આવેલ મેટ્રોપોલ હોટલમાં દારૂ મહેફિલ માણતા સાત લોકો ઝડપાયા, બે યુવતીઓ અને પાંચ યુવકો માણતા હતા દારૂની મહેફિલ, પોલીસે તમામ વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટની હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે. પોલીસ પણ આવી ઘટનાઓને લઈ તપાસ કરી રહી છે. ત્યારે અમદાવાદના રાણીપમાં એકવાર ફરી દારૂની મહેફિલ માણલા સાત લોકોને ઝડપી પાડ્યા છે. રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવતીઓ અને પાંચ યુવકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસે હાલ તમામની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હાલ આરોપીઓ વિરૂધ્ધ પોર્ટ 'સી' પ્રોહીબીશન એક્ટની કલમનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બે યુવતી સહિત સાત લોકોને ઝડપી પાડ્યા


વિગતો પ્રમાણે આરોપીઓ  શહેરના રાણીપમાં આવેલ મેટ્રોપોલ હોટલના રૂમમાં દારૂ મહેફિલ માણી રહ્યા હતા. આ ઘટનાની પોલીસને ખાનગી રાહે બાતમી મળતા પોલીસે મેટ્રોપોલ હોટલની રૂમમાં દારૂના નશામાં ધૂત બે યુવતી સહિત સાત લોકોને ઝડપી પાડ્યા હતા. જે બાદ રાણીપ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આ મહેફિલમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારના લોકો ઝડપાયા હતા. પોલીસે તમામ લોકોને ઝડપી લીધા છે.

આ પણ વાંચો:  વડોદરા: પુરા સર્કલ પાસે દીપડો દેખાયાની લોકોમાં આશંકાઓ

તમામ આરોપીઓ વિરૂદ્ધ કરવામાં આવી કાર્યવાહી


આ મહેફિલમાં સુનીલ આમપ્રકાશ રાજપુત (ઉમર વર્ષ 42, રહે. 25 રિધ્ધી રો હાઉસ, બાટવાળ દવાખાના પાસે નાના ચિલોડા, અમદાવાદ,), રવિ સુરેશભાઈ જગાસીયા (ઉમર 31, રહે, 54 વેદ બંગ્લોજ નવા નરોડા, અમદાવાદ), કિશોર પ્રાગજીભાઈ કોરડીયા ( ઉમર 36, રહે 101 રાધે રેશીડન્યી નાના ચીલોડા, અમદાવાદ,) હિતાંશુ રમેશકુમાર મિશ્રા ( ઉમર 31, રહે, દીલ્હી રેલવે ક્રોસીંગ ત્રીપુરાનગર જમ્મુ એ 111 વિક્ટોરીયા પોળ તથા પાશ્વનાથ ટાઉન શીપ, નવા નરોડા, અમદાવાદ,) સતીશ હરીભાઈ ચાવડા (ઉમર 30 વર્ષ, રહે. ડી/226 ઘંશ્યામ નગર, નોબલનગર, નવા નરોડા, અમદાવાદ) ઝડપાયા હતા.

તમામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ


પોલીસે આ તમામ આપોરીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. થોડા સમય પહેલા જ અમદાવાદ પોલીસના કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. જેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. અવદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં એક એએસઆઈ અને ત્રણ ટ્રાફિક જવાનો દારૂ પીતા ઝડપાયા હતા. કાયદાનુ પાલન કરવાનાર પોલીસના કર્યચારીઓ જ કાયદો તોડી રહ્યા છે. જોકે, તે ઘટના બાદ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
Published by: Vimal Prajapati
First published: September 26, 2022, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading