ભિક્ષા નહીં શિક્ષા: ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલની સિગ્નલ સ્કૂલને લઇ મોટી જાહેરાત


Updated: June 25, 2022, 4:38 PM IST
ભિક્ષા નહીં શિક્ષા: ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલની સિગ્નલ સ્કૂલને લઇ મોટી જાહેરાત
ત્રણ મહિનાથી ટ્રાફિક સિગ્નલ પર સિગ્નલ સ્કૂલના 139 બાળકોનો હવે શાળામાં પ્રવેશ કરાયો છે.

રાજ્યમાં બે દિવસમાં 3 લાખ 83 હજાર બાળકોનું નામાંકન શાળામાં થયા છે જ્યારે 78 હજાર બાળકોએ આંગણવાડી જોડાયા છે. તેઓએ ઉમેર્યું કે સરકારના પ્રયાસોના કારણે જ ડ્રોપ આઉટ રેટ 37.22 ટકામાંથી ઘટાડી 3. 39 ટકા લાવી શક્યા છીએ.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) બાદ હવે રાજ્યભરમાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં સિગ્નલ સ્કૂલ (Ahmedabad Signal School) શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) કરી છે. હાલ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ (School Entrance Ceremony) ચાલી રહ્યો છે ત્યારે પાછલા ત્રણ મહિનાથી ટ્રાફિક સિગ્નલ (Traffic Signal) પર સિગ્નલ સ્કૂલના 139 બાળકોનો હવે શાળામાં પ્રવેશ કરાયો છે. તેમજ અન્ય વિસ્તારોમાંથી હજુ નવા 101 બાળકોને સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરવામાં આવશે.

'ભિક્ષા નહિ શિક્ષા અભિયાન' હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિગ્નલ સ્કૂલના બાળકોને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ રાજ્યમાં કોઈ બાળક શિક્ષાના અધિકારથી વંચિત ન રહી જાય તે માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સિગ્નલ સ્કૂલ ખોલવાની સરકારને અપીલ કરી હતી. જેને લઈ રાજ્યમાં જ્યાં જરૂર જણાય ત્યાં સિગ્નલ સ્કૂલ શરૂ કરવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કરી હતી.

આ પણ વાંચો- મોજશોખ માટે કૉલેજીયનો નકલી નોટોના ગોરખધંધામાં સપડાયા

તેઓએ જણાવ્યું કે શાળા પ્રવેશ ઉત્સવ દ્વારા સમાજ માટે ઉત્સવનું વાતાવરણ બને તેવી પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કરી હતી. બાળકના જીવનમાં શિક્ષાનો રસ ઉભો કરવો પડે તેની જવાબદારી શિક્ષકોની છે. સિગ્નલ સ્કૂલમાંથી રેગ્યુલર સ્કૂલમાં 139 બાળકોનો પ્રવેશોત્સવ થયો. છેલ્લા બે દાયકામાં શિક્ષણમાં મજબૂત પાયો નખાયો છે. સુરેન્દ્રનગર માં મીઠાના અગરીયાના બાળકો માટે 40 સ્કૂલ ઓન વ્હીલ શરૂ કરી છે.

આ પણ વાંચો- પરિમલ ગાર્ડન પાસે આવેલી બિલ્ડિંગમાં લાગી આગ

રાજ્યમાં બે દિવસમાં 3 લાખ 83 હજાર બાળકોનું નામાંકન શાળામાં થયા છે જ્યારે 78 હજાર બાળકોએ આંગણવાડી જોડાયા છે. તેઓએ ઉમેર્યું કે સરકારના પ્રયાસોના કારણે જ ડ્રોપ આઉટ રેટ 37.22 ટકામાંથી ઘટાડી 3. 39 ટકા લાવી શક્યા છીએ. તો સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું કે, 6 માર્ચ 2022ના રોજ 10 જેટલી સિગ્નલ સ્કૂલ બસ શહેરના અલગ-અલગ વિસ્તારમાં શરૂ કરાઇ હતી. 139 બાળકો જેમણે ત્રણ માસ સુધી સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. આ બાળકો ધોરણ 8 સુધી AMC ની શાળામાં અભ્યાસ કરાવવામાં આવશે. 101 નવા બાળકો જેમને હવે AMC ની શાળાઓમાં આપવામાં આવ્યો છે.
Published by: rakesh parmar
First published: June 25, 2022, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading