EXCLUSIVE: ‘ChatGPT’ કોણે બનાવ્યું, તેનું કામ શું છે અને તેને તાલીમ કોણે આપી, જાણો તમામ માહિતી

Vivek Chudasma | News18 Gujarati
Updated: February 3, 2023, 11:43 PM IST
EXCLUSIVE: ‘ChatGPT’ કોણે બનાવ્યું, તેનું કામ શું છે અને તેને તાલીમ કોણે આપી, જાણો તમામ માહિતી
‘ChatGPT’ કોણે બનાવ્યું, તેનું કામ શું છે અને તેને તાલીમ કોણે આપી

ChatGPT: છેલ્લા ઘણાં સમયથી ‘ChatGPT’ શબ્દ ટ્રેન્ડિંગમાં છે. ટ્વિટર હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે પછી કોઈપણ સોશિયલ મીડિયા માધ્યમ હોય, દરેક જગ્યાએ આ શબ્દ ટ્રેન્ડમાં છે. તો આવો જાણીએ આખરે આ શું છે, કેવી રીતે કામ કરે છે અને તેની તમામ માહિતી...

  • Share this:
અમદાવાદઃ છેલ્લા ઘણાં દિવસોથી ‘ChatGPT’ શબ્દ તમે સાંભળતા હશો. સોફ્ટવેર એન્જિનિયર અને કમ્પ્યુટરને લગતો અભ્યાસ કરતા અને કામ કરતા લોકો પણ આ શબ્દથી વાકેફ હશે. બસ, ત્યારથી આ શબ્દ ટ્રેન્ડિંગમાં આવી ગયો છે. છતાંય ઘણાં લોકો હજુ આ ‘ChatGPT’ શું છે તે નથી જાણતા. તો આવો આ આર્ટિકલમાં જાણીએ કે ‘ChatGPT’ શું છે, તેને કોણે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું અને તેને લગતી તમામ માહિતી...

‘ChatGPT’ એક ક્રાંતિકારી ટેક્નોલોજી છે. તેને કારણે આગામી ભવિષ્યમાં મોટા ફેરફાર થશે તે નક્કી જ છે. કારણ કે તેને એવી રીતે ટ્રેનિંગ આપવામાં આવી છે કે, તે માણસની જેમ જવાબ આપી શકે છે. ઘણાં યુઝર્સ આ સોફ્ટવેરની માણસની જેમ જવાબ આપવાની પદ્ધતિ જોઈને ચોંકી ગયા હતા.

ChatGPT શું છે?



ChatGPT GPT-3.5 પર આધારિત OpenAIએ વિકસાવેલું એક વિશાળ ભાષા મોડેલ છે. તેની પાસે સંવાદાત્મક સ્વરૂપમાં જવાબ આપવાની અને માણસ આપી શકે તેવી રીતે જવાબ આપવાની ક્ષમતા છે. મોટા ભાષાના મોડેલો શબ્દોની શ્રેણીમાં આગામી શબ્દની આગાહી કરવાનું કાર્ય કરે છે. રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ વિથ હ્યુમન ફીડબેક (RLHF) તાલીમનું એક વધારાનું સ્તર છે, જે ChatGPTને આદેશને પાલન કરવાની ક્ષમતા આપે છે અને માણસને સંતોષકારક જવાબ આપવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની મોટી આગાહી, કહ્યુ - આગામી સમયમાં ઠંડી...

ChatGPT કોણે બનાવ્યું?

સાન ફ્રાન્સિસ્કો સ્થિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAIએ ‘ChatGPT’ બનાવ્યું છે. OpenAI Inc.એ OpenAI LPની પેરેન્ટ કંપની છે. OpenAI તેના જાણીતા DALL·E માટે પ્રસિદ્ધ છે, જે ડીપ-લર્નિંગ મોડલ છે જે પ્રોમ્પ્ટ તરીકે ઓળખાતી ટેક્સ્ટ સૂચનાઓમાંથી ફોટો બનાવે છે. તેના સીઇઓ સેમ ઓલ્ટમેન છે. તેઓ અગાઉ Y Combinatorના પ્રમુખ હતા. Microsoft 1 બિલિયન ડોલરની રકમમાં ભાગીદાર અને રોકાણકાર છે. તેમણે સાથે મળીને Azure AI પ્લેટફોર્મ વિકસાવ્યું છે.

ChatGPT એક વિશાળ ભાષાકીય મોડેલ છે જે લાર્જ લેન્ગ્વેજ મોડેલ (LLM) તરીકે ઓળખાય છે. આ મોડેલને એવી રીતે ટ્રેનિંગ કરવામાં આવે છે કે, તેમાં મોટા પ્રમાણમાં ડેટા નાંખવામાં આવે છે જેથી વાક્યમાં આગામી શબ્દ શું હોય શકે તેનો ચોક્કસ અંદાજો લગાવી શકાય. ઉલ્લેખનીય છે કે, ડેટાની માત્રામાં વધારો કરવાથી ભાષાના મોડેલની કામ કરવાની ક્ષમતા વધી જાય છે.


સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અનુસાર, ‘GPT-3 પાસે 175 બિલિયન પેરામિટર્સ છે અને તેને 570 ગીગાબાઇટ્સ ટેક્સ્ટ પર તાલીમ આપવામાં આવી હતી. તેની સરખામણી માટે પુરોગામી GPT-2ની વાત કરીએ તો તેની પાસે 1.5 બિલિયન પેરામીટર્સ હતા અને હાલ કરતાં 100 ગણું નાનું હતું. સ્કેલમાં આ વધારો મોડેલની વર્તણૂકમાં ધરખમ ફેરફાર કરે છે — GPT-3 એવા કાર્યો કરવા સક્ષમ છે કે, જેના પર તેને સ્પષ્ટપણે તાલીમ આપવામાં આવી ન હતી, જેમ કે અંગ્રેજીમાંથી ફ્રેંચમાં વાક્યોનું ભાષાંતર કરવું. GPT-2 આ કામ કરી શકતું નહોતું.’

લાર્જ લેન્ગ્વેજ મોડેલ્સ (Large Language Models)


LLM વાક્યમાં આવનારા આગળના શબ્દને ધારી શકે છે. આ ક્ષમતા હોવાથી તે ફકરા લખી શકે છે અને આખા એક વિષય પર લખી શકે છે. પરંતુ LLMને માણસોને એક્ઝેટલી શું જોઈએ છે તે જાણવા અમુક મર્યાદા નડે છે અને તે જ જગ્યાએ ઉપરોક્ત રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ વિથ હ્યુમન ફીડબેક (RLHF) તાલીમ સાથે ChatGPTના કામમાં સુધારો કરી આપે છે!

આ પણ વાંચોઃ 50 હજાર વર્ષે બનતી ઘટના, જુઓ ‘લીલા ધૂમકેત’ની તસવીર

ChatGPTને કેવી રીતે તાલીમ આપવામાં આવી હતી?


GPT-3.5ને સંવાદ શીખવાડવા માટે અને માણસની જેમ જવાબ આપવા માટે કોડિંગ, રેડિટ પર થતી ચર્ચાઓ અને ઇન્ટરનેટ પરથી મોટા પ્રમાણમાં માહિતી મેળવવામાં આવી હતી. ChatGPTને હ્યુમન ફીડબેકનો (માણસની જેમ જવાબ આપવા સાથે રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ તરીકે ઓળખાતી ટેકનિક) ઉપયોગ કરીને પણ તાલીમ આપવામાં આવી હતી. જેથી AIએ શીખી શકે કે, જ્યારે કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે માણસોની અપેક્ષા શું હોય છે. LLMને આ રીતે તાલીમ આપવી એ ક્રાંતિકારી છે, કારણ કે અત્યાર સુધી તેને ફ્ક્ત આગામી શબ્દ કયો હશે તે નક્કી કરતા જ શીખવ્યું હતું!

ChatGPT મફતમાં વાપરી શકાય છે?


હાલ ‘રિસર્ચ પ્રિવ્યૂ’ દરમિયાન ChatGPT મફતમાં વાપરી શકાશે. ચેટબોટ હાલમાં યુઝર્સને વાપરવા માટે અને તેનો ફિડબેક આપવા માટે ફ્રીમાં સુવિધા આપે છે. જેથી તેમાંથી ભૂલો શોધી શકાય અને તેને વધુ સારું બનાવી શકાય. સત્તાવાર જાહેરાત જણાવે છે કે, OpenAI ભૂલો માટે ફિડબેક મેળવવા માટે આતુર છે!

આ પણ વાંચોઃ હિલેરી ક્લિન્ટનનું નિવેદન 12 વર્ષ પછી સાચું પડ્યું? ‘સંઘરેલો સાપ’ પાકિસ્તાનને કરડ્યો!

ChatGPTની મર્યાદાઓ શું?


હાનિકારક પ્રતિક્રિયા પર મર્યાદાઃ ChatGPT ખાસ કરીને, હાનિકારક પ્રતિભાવો ન આપવા માટે પ્રોગ્રામ સેટ કર્યો હોવાથી આવા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળશે.

જવાબોની ગુણવત્તા તેના આદેશ પર આધાર રાખશેઃ ChatGPTની મહત્વની મર્યાદા એ છે કે, આઉટપુટની ગુણવત્તા ઇનપુટની ગુણવત્તા પર આધારિત છે. બીજા શબ્દોમાં કહીએ તો, ચોક્કસ પ્રશ્નના વધુ સારા જવાબો આપી શકે છે.

જવાબો હંમેશા સાચા હોતા નથીઃ બીજી મર્યાદા એ છે કે, આ સિસ્ટમ માણસોને યોગ્ય લાગે તેવા જવાબ આપી શકે છે. ઘણા વપરાશકર્તાઓએ જણાવ્યું છે કે, ChatGPT ખોટા જવાબો આપી શકે છે, જેમાં કેટલાક અત્યંત ખોટા છે. કોડિંગ Q&A વેબસાઈટ સ્ટેક ઓવરફ્લો પર માણસોને સાચા લાગે તેવા જવાબો શોધ્યા હશે. સ્ટેક ઓવરફ્લો ChatGPTથી જનરેટ કરાયેલા યુઝર ફિડબેકથી ભરાઈ ગયું હતું, પણ ઘણાં જવાબો ખોટા હતા.

ChatGPT કેવી રીતે વાપરી શકાશે?


ChatGPT કોડિંગ, કવિતા, ગીતો અને નાની વાર્તાઓ પણ લેખકની જેમ લખી શકે છે. અમુક વિષયોમાં તેની નિપૂણતા ChatGPTને માહિતીના સોર્સમાંથી એક એવા ટૂલમાં ફેરવી નાંખે છે જેથી તે કાર્ય પૂરું કરવા માટે કહી શકાય. તેને કારણે તે કોઈપણ વિષય પર વર્ચ્યુઅલ નિબંધ લખવા માટે પણ સક્ષમ બની જાય છે. ChatGPT લેખ અથવા આખી નવલકથા માટેની રૂપરેખા આપી શકે તેવું કામ કરી શકે છે. તે વર્ચ્યુઅલ રીતે કોઈપણ કામ માટે લેખિતમાં જવાબ આપી શકે છે.

અગાઉ જણાવ્યું તેમ, ChatGPTની કલ્પના એક સાધન તરીકે કરવામાં આવી છે અને તેને વાપરવા માટે આખરે જનતાએ ચૂકવણી પણ કરવી પડશે. ChatGPTને જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું ત્યારથી પહેલા પાંચ દિવસમાં જ એક મિલિયનથી વધુ વપરાશકર્તાઓએ તેનો ઉપયોગ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
Published by: Vivek Chudasma
First published: February 3, 2023, 11:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading