Anand: હવે ખેતી કરવા માટે જમીનની પણ જરૂર નહીં પડે, આ પઘ્ઘતિથી ખેતી કરી શકાશે, જૂઓ Video
Updated: February 24, 2023, 3:18 PM IST
જમીન ઓછી હોય તો આ હાઇડ્રોપોનીકસ પધ્ધતિ અપનાવો
જમીન વિના પર હાઇડ્રોફોનિકસ પધ્ધતિથી ખેતી કરી શકાય છે. જેમા માટીની જરૂર રહેતી નથી. શાકભાજી, નાગરવેલનાં પાન સહિતની ખેતી કરી શકાય છે.
Salim chauhan, Anand: આણંદ કૃષિ યુનવર્સિટીના બાગાયત વિભાગમાં હાઇડ્રોફોનિકસ યુનિટ સ્થાપવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને ખેડૂત મિત્રો આ તકનીકને સમજી શકે અને આવનારા દિવસમાં તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય એવો છે.
કેમ જરૂર છે હાઇડ્રોફોનિકસ પધ્ધતિ અપનાવવી
આજે પરંપરાગત ખેતી કરવા વધુ જમીન,મજૂરી અને પાણીની જરૂરિયાતનાં કારણે ખેતી કરવી મુશ્કેલ બનતી જાય છે. આ ઉપરાંત શહેરીકરણ તથા વસ્તી વધારાને કારણે ખેતીની જમીનમાં દિન પ્રતિદિન ઘટાડો થતો જાય છે. ત્યારે આવી પધ્ધતિ અપનાવવામાં આવે તો ઉત્પાદન કરી બજારમાં થતી માગને પહોચી શકાય તેમ છે.
હાઇડ્રોફોનિકસમાં આ વસ્તુનો ઉપયોગહાઇડ્રોફોનિકસમાં હાઇડ્રો ટોન, રોકવુંલ, પરલાઈટ, કોકોપીટનો ઉપયોગ કરવામાં આવે છે.
હાઇડ્રોફોનિકસ એટલે શું જાણો
હાઇડ્રોફોનિકસ એટલે પાકને જમીનના બદલે પાણીમાં કે માટી રહીત માધ્યમમાં ઉગાડવાની એક પધ્ધતિ છે. જેને હાઇડ્રોફોનિકસ કેહવાય છે.
હાઇડ્રોફોનિકસ પધ્ધતીનાં પ્રકારો
દિવેટ પધ્ધતિ, વોટર કલ્ચર, ન્યુટ્રીયન્ટ ફિલ્મ ટેકનિક, વર્ટીકલ ટાવર પધ્ધતિ, ડચ બકેટ પધ્ધતિ, ડ્રિપ પધ્ધતિ, એરોપોનિક્સ ટાવર હાઇડ્રોફોનિકસ નાં પ્રકારો છે.
હાઇડ્રોફોનિકસ કેવા પાક લઈ શકાય
આ પધ્ધતિથી નાગરવેલ પાન, ફુદીનો, લેટ્યુસ, તુલસી, લાલ કેપ્સિકમ,ટામેટા પાક લઇ શકાય છે. આ હાઇડ્રોપોનિક્સ પધ્ધતિ માં જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરી સારું ઉત્પાદન લઈ શકાય છે.
Published by:
Santosh Kanojiya
First published:
February 6, 2023, 4:39 PM IST