Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના દાંતા મુકામે શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પ્રકૃતિપ્રેમી નિરલ પટેલે લોકડાઉનના સમયમાં અલગ અલગ રાજ્યોના જંગલોમાં ફરી બીજ બેંકનું નિર્માણ કર્યું છે.તેમણે દુર્લભ ગણાતા વૃક્ષોના બીજ એકત્રિક કરીને લોકોને મફતમાં વિતરણ કર્યા છે.જેથી લોકો આ વૃક્ષોને વાવે અને તેનું જનત કરે.
400થી વધુ દુર્લભ વનસ્પતિનાં બીજ એકત્ર કર્યા
નિરલભાઇએ અલગ-અલગ પ્રકારનાં 400 થી 500 દુર્લભ વનસ્પતિના બીજ ભેગા કરી વિતરણ કર્યા છે. આ બીજ એકઠા કર્યા પછી તેણે રાજ્ય અને સમગ્ર દેશમાં અનેક લોકોને આ બીજા મોકલાવ્યા છે અને આ વૃક્ષો વાવવા માટે પ્રેરણા આપી છે.
આ યુવક શિક્ષકના અનોખા કાર્યને લઈ ઇન્ડિયા રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે અને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે.
ટપાલ દ્વારા પહોંચાડે છે
તેમના આ કાર્ય ને લઈ સમગ્ર ભારત ભરમાંથી હજ્જારો લોકો તેમની સાથે જોડાયા છે.આ શિક્ષકે ટપાલ દ્વારા લાખો લોકોને નિઃશુલ્ક દુર્લભ વનસ્પતિના બીજ તેમના સુધી પોહચાડવાનું કાર્ય પણ કર્યું છે.
આ રાજ્યોનાં જંગલમાં ફર્યા
નિરલ પટેલ ગુજરાત,રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિતના જંગલોમાં ફરી દુર્લભ વનસ્પતિના બીજ એકત્રિત કર્યા છે.
જેમાં પીળો કેસુડો,સફેદ કેસુડો,સફેદ સીમળો, ભિલામો, ભહેડા, મહુડો, રક્તચંદન, કુંભી,સફેદ ચણોઠી, કાળીચણોઠી, ટેટુ, પાટલા, રુદ્રબીલી, જગરિયોખાખરો, ખીજડો, અગથિયો, સિન્દ્રો, કાંચનાર, પૂત્રજીવક, સમુદ્ર ફળ, પારસપીપળો, વૈજેન્તી, સફેદપીલુ, પીળો સીમળો, એક બીજ ટીમરું,રાયણ, કાજુ,અને સફેદ સાદડ વગેરેનો સમાવેશ થાય છે. આ શિક્ષકે તૈયાર કરેલ બીજ બેંકનું નામ પાલનપુર બીજ બેંક તરીખે ઓળખાય છે.
