Banaskantha: પાણીના એક એક ટીપાંને બચાવતા આ પાંચ ભાઇના પરિવારની અનોખી કહાણી


Updated: August 31, 2022, 11:46 AM IST
Banaskantha: પાણીના એક એક ટીપાંને બચાવતા આ પાંચ ભાઇના પરિવારની અનોખી કહાણી
વરસાદી પાણીનો રસોઇ અને પીવા માટે ઉપયોગ કરવાથી શરીર માં અનેક ફાયદા થાય છે

જિલ્લાની અંદર ખાસ કરીને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા લોકો આજે પણ ચોમાસાની અંદર વેસ્ટ જતાં પાણીનો સંગ્રહ કરી વર્ષ દરમિયાન તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરી રહ્યા છે

  • Share this:
Nilesh Rana, Banaskantha: વર્તમાન સમયની અનિવાર્ય આવશ્યકતા અને આજના સમયની ગંભીર સમસ્યા જળ છે. જળ વિના જીવન અસંભવ છે. જેથી આજના સમયમાં ચોમાસામાં પાણીનો સંગ્રહ અતિઆવશ્યક જરૂરિયાત બની ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલાય લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરી વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરે છે. અને આ મહામૂલા કુદરતી જળસ્ત્રોત બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે પાણીની વિકટ સમસ્યા ઉભી થાય છે અને કેટલાય લોકો આ વિકટ પરિસ્થિતિનો ગંભીર સામનો કરે છે ત્યારે આ જિલ્લાની અંદર ખાસ કરીને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા લોકો આજે પણ ચોમાસાની અંદર વેસ્ટ જતાં પાણીનો સંગ્રહ કરી વર્ષ દરમિયાન તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરી રહ્યા છે.

ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા ધીરાજી રત્નાજી માળી જેઓ ખેડુતની સાથે સાથે એક જાગૃત નાગરિક તરીકે પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છે. અને સ્વાધ્યાય પરિવારમાં માનવ જીવનના મૂલ્યોની સાથે સાથે સંસ્કાર અને કુદરતી સંપત્તિના જતન અને બચત માટે ની પણ વાત કરવામાં આવે છે. ત્યારે સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ શાસ્ત્રીના વિચારોથી પ્રેરિત તેઓએ તેમના ઘરમાં વરસાદી પાણી સંગ્રહનું આયોજન કર્યું છે.

હાલમાં તેઓ પાંચ ભાઈઓનો પરિવાર સાથે રહે છે. અને તમામ ભાઈઓના ઘરે વરસાદી પાણીનાસંગ્રહ માટેની ભૂગર્ભ ટાંકીઓ બનાવવામાં આવી છે. ચોમાસામાં જે પાણી છત પર પડ્યા બાદ વેસ્ટ જાય છે તે તમામ પાણી પાઇપલાઇન દ્વારા ભૂગર્ભમાં બનાવેલી ટાંકીમાં ભરવામાં આવે છે અને આ ટાંકીમાંથી પાણી હેડ પંપ દ્વારા બહાર કાઢી રસોઈમાં અને પીવાના વાપરવામાં આવે છે.

આ પણ વાંચો:  આ બાળક ગીતા-રામાયણનાં શ્લોકો બોલે છે ત્યારે લોકો કેમ દંગ રહી જાય છે? જાણો હકીકત

વરસાદી પાણી વાપરવાથી અને પીવામાં ઉપયોગમાં લેવાથી તેઓને અનેક ફાયદાઓ પણ થયા છે. ખાસ કરીને સાંધાના દુખાવા અનેક બીમારીના પ્રોબ્લેમ પણ દૂર થાય છે. વીરાજી માળી અત્યાર સુધી વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો પીવામાં અને રસોઈમાં ઉપયોગ કરતા હતા પરંતુ આનાથી પણ વિશેષ હવે તેઓ તેમના ખેતરોમાં જે પાણી પડે છે. અને વેસ્ટ જાય છે તેમજ ન્હાવા અને વાસણ ધોવામાં પણ જે પાણીનો ઉપયોગ થાય છે તે વેસ્ટ પાણીને એક પાઇપલાઇન દ્વારા કૂવામાં નાખી સંગ્રહ કરવામાં આવે છે. અને તેના કારણે તેઓને આજુબાજુના ખેતરો કરતા તેમના ખેતરમાં પાણીના તળ ઊંચા છે કારણ કે વેસ્ટ પાણી કૂવામાં નાખવાથી જળ સંગ્રહ દ્વારા પાણી રિચાર્જ થતું રહે છે.
Published by: Santosh Kanojiya
First published: August 31, 2022, 11:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading