Gujarat election 2022: AAPને ત્રીજા વિકલ્પ તરીકે મજબૂત કરનાર ગોપાલ ઇટાલિયા કોણ છે? કઈ રીતે થયો રાજકારણમાં તેમનો ઉદય


Updated: August 26, 2022, 10:01 PM IST
Gujarat election 2022:  AAPને ત્રીજા વિકલ્પ તરીકે મજબૂત કરનાર ગોપાલ ઇટાલિયા કોણ છે? કઈ રીતે થયો રાજકારણમાં તેમનો ઉદય
આમ આદમીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા

Gopal Italia Political career : ગોપાલ ઈટાલિયા મૂળ ભાવનગર જિલ્લાના ટીંબી ગામના વતની છે. તેમનો જન્મ 1989માં 21 જુલાઈના રોજ બોટાદ ખાતે થયો હતો. તેમણે કૉલેજનું શિક્ષણ અમદાવાદમાંથી લીધું છે અને પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે.

  • Share this:
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: (Gujarat Assembly Election 2022) ગુજરાતમાં આમ આમ આદમી પાર્ટી (AAP)ના પાયા મજબૂત કરવામાં ગોપાલ ઇટાલિયા (Gopal italia)ની ભૂમિકા મહત્વની રહી છે. ગોપાલ ઇટાલિયા રાજકારણી (Politician Gopal italia) અને સામાજિક કાર્યકર છે અને હાલ તેઓ આપના ગુજરાતી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે. તેઓ અવારનવાર સમાચારોમાં ચમકતા રહે છે.

ગુજરાતમાં ભાજપ સરકાર સામે તેઓ ગંભીર આરોપ લગાવતા હોય છે. ગોપાલ ઈટાલિયા સોશિયલ મીડિયા પર કેટલાક રાજકીય મુદ્દાઓ અને જનજાગૃતિ અભિયાનો ચલાલવા માટે જાણીતા છે.

ગોપાલ ઇટાલિયાનું નામ પાટીદાર અનામત આંદોલનથી સામે આવ્યું હતું. ધીમે ધીમે આ નામ લોકોમાં જાણીતું બન્યું હતું. તેઓ પાટીદાર અનામત આંદોલન માટે બે વખત સરકારી નોકરી છોડી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ બેફાન નામની ફિલ્મમાં અગત્યનો ભાગ રહ્યા હોવાનું જાણવા મળે છે.

ગોપાલ ઇટાલિયાનું અંગત જીવન (Personal Life of Gopal Italia)

ગોપાલ ઈટાલિયા મૂળ ભાવનગર જિલ્લાના ટીંબી ગામના વતની છે. તેમનો જન્મ 1989માં 21 જુલાઈના રોજ બોટાદ ખાતે થયો હતો. તેમણે કૉલેજનું શિક્ષણ અમદાવાદમાંથી લીધું છે અને પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે. તેમણે પોલિટિક્સ વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ત્યારબાદ LLB સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમણે 2012માં નાની વયે પોલીસની નોકરી મેળવી હતી અને ત્યારબાદ પોલીસની નોકરી છોડીને મહેસુલ વિભાગમાં ક્લાર્કની નોકરી કરી હતી. આ દરમિયાન લોકોના પ્રશ્નો માટે લડવા બબ્બે સરકારી નોકરી છોડીને રાજકીય જીવનમાં પ્રવેશ કર્યો હતો.

અહેવાલો મુજબ ગોપાલ ઈટાલીયા પોતે સુધારાવાદી વિચારો ધરાવતા વ્યક્તિ છે. બાળપણમાં સ્વાધ્યાયની શાખામાં તેમનું ઘડતર થયું છે અને યુવાનીમાં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે. પોતે અવારનવાર વિપશ્યના સાધના કરે છે. બીજી તરફ પાખંડ, ઢોંગ અને અંધશ્રદ્ધાને પસંદ કરતા નથી. ગોપાલ ઈટાલીયા સ્વામી સચ્ચિદાનંદ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતીજી, ડોંગરેજી મહારાજ, અખાભગત અને દાસી જીવણના વિચારોને આદર્શ માને છે.

Gujarat election: પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામ: જાણો રાજકારણમાં શું છે તેનું મહત્વ


ગોપાલ ઈટાલિયાની રાજકીય કારકિર્દી (Political career of Gopal Italia)

આમ આદમી પાર્ટને એક સમયે ખેડૂત નેતા અને કર્મશીલ કનુભાઈ કલસરિયા જેવું નેતૃત્ત્વ મળ્યું હતું, છતાં પાર્ટી ગુજરાતમાં અસરકારક જગ્યા બનાવી શકી ન હતી અને ગુજરાતની રાજનીતિ ભાજપ-કૉંગ્રેસ વચ્ચે જ ચાલતી આવી હતી. જોકે, હવે ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો અને કાર્યકરોના કારણે સ્થિતિ બદલાઈ છે. ગુજરાતમાં આપ હવે ત્રીજો વિકલ્પ ગણાવા લાગી છે.

પાટીદાર અનામત આંદોલન 2015 દરમિયાન ગોપાલ હાર્દિક પટેલના નજીકના કાર્યકર હતા. તેમણે નાગરિકોની કાનૂની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ઘણા ગામોની મુલાકાત લીધી અને તેમને ભારતીય બંધારણ અને કાયદાથી માહિતગાર કર્યા હતા. તેમણે દારૂ પર કડક પ્રતિબંધને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કર્યો હતો, જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એક મિનિટ લાંબી આ ક્લિપને કારણે રાજ્ય સરકારમાં ભારે શરમજનક સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે તેણે પોતે કોન્સ્ટેબલ હોવાનો દાવો કર્યો હતો. આ કિસ્સામાં તેમની સામે કલમ 120 હેઠળ કાર્યવાહી થઈ હતી.

વર્ષ 2017માં તેમણે સરકારી ફરજમાં મુશ્કેલ સમય અને સરકારની નીતિઓ સામે આક્રોશ વચ્ચે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં ગોપાલની આર્મ્સ એક્ટ હેઠળ ખેતરમાં પ્લાસ્ટિકની બંદૂક ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જૂન 2020માં ગોપાલે પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત આમ આદમી પાર્ટી, ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કરી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2020ના રોજ તેમને પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

હાલ હવે તેઓ સુરતમાં રહે છે અને રાજનીતિમાં સક્રિય છે. સુરતમાં ઘણા યુવાનો અને રહીશો તેમને ઍક્ટિવિસ્ટ તરીકે ઓળખે છે. સુરતના વરાછા-કતારગામ વિસ્તારના યુવાઓમાં તેમનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. બીજી તરફ તેમની સામે યુવાનોને કેટલીક ફરિયાદ પણ છે. તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા એ પછી તેઓ જે રીતે ધાર્મિકસ્થળોની મુલાકાત લઈ રહ્યાં છે, તે તેમના અગાઉના નિવેદનો અને વર્તનથી અલગ છે, એવો આરોપ પણ અનેક યુવાનો સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે.

દિલ્હી મોડલથી પ્રભાવિત થઇને આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનો ચહેરો બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીનો ચહેરો એ જ યુવાનો હશે, જે ગુજરાતમાં માતા-પિતા, બાળકો, બેરોજગારી અને સરકારી નોકરી માટે આંદોલન કરી રહ્યા છે. આપ દ્વારા આક્ષેપ થાય છે કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધને અન્ય કોઈ પક્ષને આગળ વધવા દીધો નથી તેવો ભ્રમ છે અને સાથે જ ગુજરાતમાં ત્રીજો પક્ષ સફળ ન થાય તેવો ભ્રમ ઉભો કર્યો છે.

Gujarat election: શું 30 વર્ષનો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પર પૂર્ણ વિરામ લાગી થઈ જશે?


ગોપાલ ઇટાલિયાનો પરિવાર

ગોપાલ ઇટાલિયાના પિતાનું નામ ગોરધનભાઈ ઇટાલિયા હોવાનું જાણવા મળે છે. પિતા ઉપરાંત તેમના પરિવારમાં માતા અને બહેન હોવાનું પણ સામે આવ્યું છે. તાજેતરમાં જ તેમની ગેરહાજરીમાં તેમના પરિવાર પર હુમલો કરાયો હોવાનો પણ આક્ષેપ થયો હતો.

ગોપાલ ઇટાલિયા અને હિંદુ ધર્મ અંગેની કોમેન્ટ

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક જૂના વિડીયોમાં ઇટાલિયાને એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, મારે જે કહેવું છે તે તમને ન ગમતું હોય તો મને બ્લોક કરો અને જતા રહો કારણ કે મને તમારી જરૂર નથી. લોકો સત્યનારાયણ કથા, ભગવદ કથા અને આવી અન્ય નકામી વસ્તુઓ જેવી બિન-વૈજ્ઞાનિક અને બિનજરૂરી વસ્તુઓ પર ઘણા પૈસા અને સમય ખર્ચી રહ્યા છે. તેમ છતાં, લોકોને ખબર નથી હોતી કે આવું કરવાથી તેમને શું ફાયદો થશે. તેઓ બીજા લોકોનો પણ સમય બગાડે છે.

હિન્દુઓને કિન્નર ગણાવતાં ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મને આવા લોકો પર શરમ આવે છે. તેનાથી મને ગુસ્સો આવે છે. મેં જે કહ્યું તે તમને ન ગમતું હોય તો મને બ્લોક કરો. ધાર્મિક વિધિઓ અને સંસ્કૃતિના નામે હિજડાની જેમ તાળીઓ પાડનારાઓની જરૂર નથી. કોઈ સાધુ સ્ટેજ પરથી બકવાસ બોલશે અને હિજડાની જેમ તાળીઓ પાડવી પડશે.

ઉલ્લેખનીય છે કે, આ વિડીયોના કારણે ગોપાલ ઇટાલિયા વિવાદમાં સપડાયા હતા અને તેમની સામે વિરોધ પ્રદર્શન પણ થયા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
Published by: mujahid tunvar
First published: August 17, 2022, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading