નવી દિલ્હીઃ જો તમે પણ કિસાન યોજનાના લાભાર્થી છો, તો આ ખબર તમારા માટે બહુ જ મહત્વની છે. વાસ્તવમાં મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાના અત્યાર સુધી 11 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને બહુ જ જલ્દી 12મો હપ્તો પણ બહાર પાડવામાં આવશે. પરંતુ ક્યાંક તમે આમાંથી કોઈ ભૂલ કરી હશે તો, તમને હપ્તાના 2000 રૂપિયા મળશે નહિ.
આ યોજના હેઠળ 1 વર્ષ દરમિયાન 3 હપ્તાઓમાં ખેડૂતોને સરકાર 6,000 રૂપિયાની મદદ મળે છે. અત્યાર સુધી, 11મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. જ્યારે 12મા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનાની વચ્ચે 2,000 રૂપિયાનો 12 મોં હપ્તો ખેડૂતોના બેંક ખાતામા મોકલવામાં આવશે.
આ પણ વાંચોઃ 'પુષ્પા' મૂવીવાળા લાલ ચંદની ખેતી તમને થોડા વર્ષોમાં બનાવી શકે કરોડપતિ, આ રહી A to Z માહિતીજો આમાંથી કોઈ ભૂલ કરી તો નહિ મળે રૂપિયાઃ
1. જો ખેડૂત પરિવારનો કોઈ સદસ્ય ટેક્સ જમા કરાવે છે, તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. પરિવારના સદસ્યો એટલે પતિ-પત્ની અને સગીર બાળકો છે.
2. જેની પાસે ખેતી યોગ્ય જમીન નથી, તેને પીએમ કિસાન યોજનાથી બાકાત રાખવામાં આવ્યા છે.
3. જો તમારી પાસે ખેતી લાયક જમીન દાદા કે પિતાના નામથી છે, કે પછી પરિવારના કોઈ સદસ્યાના નામથી છે તો તમને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહિ.
4. જો કોઈ ખેતરનો માલિક સરકારી નોકરી કરે છે, તો તેને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહિ.
5. રજિસ્ટર્ડ ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, સીએને પણ આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ 21 વર્ષમાં આપ્યું છે 700 ટકાથી પણ વધુ વળતર, ફક્ત રુ.14 હજારનું રોકાણ અને કરોડપતિ બની ગયા
6. જો કોઈ ખેડૂતને દર વર્ષે 10,000 રૂપિયા પેન્શન મળે છે, તો તે આ યોજનાને લાભ મેળવી શકશે નહિ.
7. તમામ સંસ્થાકીય જમીન ધારકો પણ આ યોજનાના દાયરામાં આવશે નહીં.
8. જો કોઈ ખેડૂત કે પરિવારમાં કોઈ બંધારણીય હોદ્દા પર છે, તો તેને લાભ મળશે નહિ.
9. ખેડૂત પરિવારમાં કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયતમાં હોય તો તેને યોજનાનો લાભ નહિ મળે.
10. અંતિમ મૂલ્યાંકન વર્ષમાં આવરવેરો ચૂકવનારા પ્રોફેશનલ્સને પણ આ યોજનાનો લાભ મળશે નહિ.
સૌથી પહેલા યાદીમાં નામ ચેક કરો.
પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.
અહીં તમને જમણી બાજુ પર Farmers Cornerનો વિકલ્પ મળશે.
અહીં Beneficiary List ના ઓપ્શન પર ક્લિક કરો અને પછી એક નવું પેજ ખુલશે.
નવા પેજ પર તમારુ રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોગ અને ગામની માહિતી ભરવાની હશે.
ત્યારબાદ Get Report પર ક્લિક કરો. અહીં તમને બધા જ લાભાર્થી ખેડૂતોની યાદી મળશે.