સ્ટિયરિંગ ફેલ થતાં પહેલા જોવા મળશે આ 5 સંકેત, સતર્કતા રાખશો તો દુર્ઘટનાથી બચી જશો!

News18 Gujarati
Updated: October 20, 2021, 8:19 AM IST
સ્ટિયરિંગ ફેલ થતાં પહેલા જોવા મળશે આ 5 સંકેત, સતર્કતા રાખશો તો દુર્ઘટનાથી બચી જશો!
સ્ટિયરિંગ ફેલ થતા પહેલા મળે છે આ પાંચ સંકેત

5 Symptoms of steering failure: ઘણી વખત ચાલુ કાર દરમિયાન અચાનક જ સ્ટિયરિંગ ફેલ (Steering Failure) થઈ જાય છે, જેથી ડ્રાઈવર ગભરાઈ જાય છે.

  • Share this:
નવી દિલ્હી. ડ્રાઈવર (Driver) સાથે ક્યારેય પણ કોઈ પણ દુર્ઘટના (Accident) થઈ શકે છે એટલે ગાડી ચલાવતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ગાડી ચલાવતી વખતે તમારે પોતાની જિંદગી ઉપરાંત બીજાની જિંદગીનું પણ ધ્યાન રાખવું પડે છે. એવામાં તમારાથી એક ચૂક કે ભૂલ પણ પોતાની ઉપરાંત બીજાની જાન જોખમમાં નાખી શકે છે. તમે ઘણી વખત સાંભળતા હશો કે ગાડીનું સ્ટિયરિંગ ફેલ (Steering failure) થવા પર આટલા લોકોનું મૃત્યુ થઈ ગયું અને આટલા લોકો ઘાયલ થઈ ગયા. ગુરુવારે જ નોયડામાં કારનું સ્ટfયરિંગ ફેલ થવાને લીધે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. વ્યક્તિ દશેરાના દિવસે ગૃહ પ્રવેશ કરવા માટે પત્ની સાથે ઘરની સાફ-સફાઈ કરાવીને પાછો આવતો હતો. આ પ્રકારની ભૂલ ન થાય એ માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ કે કઈ રીતે એ ખ્યાલ આવે કે ગાડીનું સ્ટેયરિંગ ફેલ થઈ શકે છે?

ઘણી વખત ચાલુ કાર દરમ્યાન અચાનક જ સ્ટિયરિંગ ફેલ (Steering Failure) થઈ જાય છે, જેથી ડ્રાઈવર ગભરાઈ જાય છે. પરંતુ, આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવશું જેનાથી ગાડીનું સ્ટેયરિંગ ફેલ થાય એ પહેલાં જ તમને ખબર પડી જશે અને તમે સરળતાથી કાબૂ મેળવી લેશો. ગાડીમાં સ્ટિયરિંગ ફેલ થાય એ પહેલા તમને કેટલાંક સંકેત મળે છે કે તમારી ગાડીના સ્ટિયરિંગમાં કંઈક ગડબડ છે.

સ્ટેયરિંગમાં કોઈ ખામી હોય તો કઈ રીતે પકડવી?

1. ગાડી ટર્ન લેતી વખતે જો અવાજ થાય તો તે સ્ટિયરિંગ ફેલ થવાના સંકેત છે.

2. ગાડી સ્ટાર્ટ કરતી વખતે હુડની નીચેથી અવાજ આવે તો સમજી જાઓ કે સ્ટિયરિંગ વ્હીલ યોગ્ય સ્થિતિમાં નથી. આ પણ સ્ટેયરિંગ ફેલનો સંકેત છે.

3. સ્ટિયરિંગમાં વાઈબ્રેશન તેજ બને તો આ પણ સ્ટિયરિંગ ફેલ હોવાનો સંકેત આપે છે.4. સ્ટિયરિંગ વાળતા જો વ્હીલ એ દિશામાં ન વળે, જ્યાં તમે વાળવા માગો છો તો આ પણ એક સંકેત છે સ્ટિયરિંગ ફેલ હોવાનો. આનાથી એવો સંકેત મળે છે કે સ્ટિયરિંગમાં ફ્લૂડનું લેવલ ઓછું થઈ ગયું છે.

5. ગાડીના પાવર સ્ટિયરિંગનું તરલ પદાર્થ લાલ રંગનું હોય છે અને તેમાં એક અજીબ પ્રકારની ગંધ કે સ્મેલ નીકળે છે. જો તેલ જૂનું થઈ ગયું હોય તો તેનો રંગ કાળો પડી જાય છે. એટલે તમારે સુનિશ્ચિત કરવું પડશે કે ફ્લૂડનો રંગ લાલ જ રહે. જો તમે એના પર ધ્યાન નથી આપી રહ્યા તો આ સંકેત પણ સ્ટિયરિંગ ફેલ થવાનો હોઈ શકે છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે પણ લાગી આગ, જાણો આજે એક લિટર પેટ્રોલ માટે કેટલી કિંમત ચૂકવવી પડશે

આ સાથે જો કારનું સ્ટિયરિંગ કે બ્રેક ફેલ થઈ જાય તો ગભરાવું જોઈએ નહીં. આવા સમયે તમારે સમજદારીથી વર્તવું જોઈએ. જો તમે આવી સ્થિતિમાં સંયમ કે સમજદારી નહીં દાખવો તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે. એટલે આ ટિપ્સને યાદ કરી લેવાથી ગાડી અનિયંત્રિત નહીં થાય અને તમે અકસ્માતનો ભોગ બનતાં બચી જશો.
Published by: Nirali Dave
First published: October 20, 2021, 8:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading