Adani Wilmar IPO: શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે અદાણી વિલ્મરનો આઈપીઓ પ્રથમ દિવસે 57% ભરાયો, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

News18 Gujarati
Updated: January 28, 2022, 8:35 AM IST
Adani Wilmar IPO: શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે અદાણી વિલ્મરનો આઈપીઓ પ્રથમ દિવસે 57% ભરાયો, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ
અદાણી વિલ્મર આઈપીઓ (પ્રતીકાત્મક તસવીર)

પ્રથમ દિવસે આઈપીઓને મળેલા મિશ્ર પ્રતિસાદ (Adani Wilmar IPO subscription) બાદ શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમ (Adani Wilmar Grey Market Premium)માં પણ ઉછાળો જોવા મળ્યો છે.

  • Share this:
મુંબઇ. Adani Wilmar IPO subscription: દેશની સૌથી મોટી FMCG ફૂડ કંપનીઓમાંની એક એવી અદાણી વિલ્મર કંપનીનો આઈપીઓ (Adani Wilmar) પ્રથમ દિવસે 57% ભરાયો છે. આઈપીઓ ગઈકાલે એટલે કે 27મી જાન્યુઆરીના રોજ ખુલ્યો હતો. રોકાણકારો 31 જાન્યુઆરી સુધી આઈપીઓ માટે અરજી કરી શકશે. બીએસઈ (BSE)ની વેબસાઈટ પરથી મળેલી વિગત પ્રમાણે 3,600 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રથમ દિવસે 0.57 ગણી બીડ (Adani Wilmar IPO Subscription 1st Day) મળી છે. રિટેલ હિસ્સાની વાત કરીએ તો તે પ્રથમ દિવસે 0.96 ગણો ભરાયો છે. પ્રથમ દિવસે આઈપીઓને મળેલા મિશ્ર પ્રતિસાદ બાદ શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમ (Adani Wilmar Grey Market Premium)માં પણ ઉછાળો જોવા મળ્યો છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અદાણી વિલ્મરનો શેર ગ્રે માર્કેટમાં 47 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

અદાણી વિલ્મર આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ (Adani Wilmar IPO GMP)

બજાર પર નજર રાખતા લોકોના જણાવ્યા પ્રમાણે આજે અદાણી વિલ્મર આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 47 રૂપિયા પ્રતિ શેર છે, જે ગતરોજ કરતા ત્રણ રૂપિયા વધારે છે. ગઈકાલે અદાણી વિલ્મરનો શેર ગ્રે માર્કેટમાં 44 રૂપિયા લેખે ટ્રેડ કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે અદાણી વિલ્મરના શેરની ગ્રે માર્કેટમાં 65 રૂપિયા લેખે એન્ટ્રી થઈ હતી. અઠવાડિયાની અંદર ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટીને 47 રૂપિયા સુધી પહોંચ્યું છે. બીજી તરફ અદાણી વિલ્મરના આઈપીઓને પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ મળતા બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે શેર બજારમાં થયેલી ઉથલપાથલને પગલે આવું થયું છે.

47 રૂપિયાના GMPનો મતલબ શું?

અદાણી વિલ્મરનો શેર હાલ ગ્રે માર્કેટમાં 277 રૂપિયા (230+47) લેખે ટ્રેડ કરી રહ્યો છે. મતલબ કે શેર ગ્રે માર્કેટમાં ઇશ્યૂ કિંમતથી 20 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. અહીં એક વાત નોંધવી રહી કે ગ્રે માર્કેટ પ્રીમિયમ પરથી આઈપીઓની સફળતા કે નિષ્ફળતાનું અનુમાન લગાવી શકાય નહીં. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રોકાણકારોએ ફક્ત ગ્રે માર્કેટ પ્રીમિયમને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ નહીં. રોકાણ માટે કંપની વિશે ઊંડો અભ્યાસ જરૂરી છે.

કોના માટે કેટલો હિસ્સો અનામતઅદાણી વિલ્મરના આઈપીઓનો 50% હિસ્સો ક્વોલીફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે. 15% હિસ્સો નોન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે.

અદાણી વિલ્મર આઈપીઓ (Adani Wilmar IPO)

ખાદ્ય તેલ બનાવતી દિગ્ગજ કંપની Adani Wilmar Ltd કંપનીનો આઈપીઓ 27 જાન્યુઆરીના રોજ ખુલ્યો છે અને 31મી જાન્યુઆરી સુધી બોલી લગાવી શકાશે.

પ્રાઇસ બેન્ડ

કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Adani Wilmar IPO Price band) 218-230 રૂપિયા નક્કી કરી છે. કંપનીના કર્મચારીઓની 21 રૂપિયા ડિસ્કાઉન્ટ ભાવે શેર મળશે.

ફ્રેશ ઇશ્યૂ

આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ ઇશ્યૂ હશે. એટલે કે તમામ નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે. ઇશ્યૂમાં ઑફર ફૉર સેલ નહીં હોય. આઈપીઓ બાદ પ્રમોટર્સનો હિસ્સો 100 ટકાથી ઘટીને 87.92 ટકા રહી જશે.

કેટલું રોકાણ કરવું પડશે? (Adani Wilmar IPO minimum Investment)

અદાણી વિલ્મર આઈપીઓમાં રિટેલ રોકાણકાર ઓછામાં ઓછા 65 શેરના એક લોટ માટે બોલી લગાવી શકશે. વધુમાં વધુ 13 લોટ માટે બોલી લગાવી શકશે. એક લોટ માટે બોલી લગાવનાર રોકાણકારે 14,950 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 13 લોટ માટે બોલી લગાવનાર રોકાણકારે 1,94,350 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

મહત્ત્વની તારીખો

અદાણી વિલ્મર આઈપીઓ માટે શેરની ફાળવણી ત્રીજી ફેબ્રુઆરીના રોજ થશે. જેમને શેર નથી લાગ્યા તેમને ચોથી ફેબ્રુઆરીથી રિફંડ મળવા લાગશે. જેમને શેર લાગ્યા છે તેમના ડિમેટ ખાતામાં સાતમી ફેબ્રુઆરી સુધી શેર જમા થઈ જશે. અદાણી વિલ્મરના આઈપીઓનું લિસ્ટિંગ આઠમી ફેબ્રુઆરીના રોજ થશે.

અદાણી જૂથની સાતમી કંપની શેર બજારમાં લિસ્ટિ થશે

અદાણી જૂથની આ સાતમી કંપની છે જે શેર બજારમાં લિસ્ટ થશે. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓમાં Adani Enterprises, Adani Ports and Special Economic Zones Ltd, Adani Transmission Ltd, Adani Power Ltd, Adani Total Gas Ltd અને Adani Green Energy Ltd સામેલ છે.

આ પણ વાંચો: Stock Market: 52 અઠવાડિયાની નીચલી સપાટીની નજીક પહોંચ્યા આ પાંચ શેર, રોકાણ કરવું કે નહીં?

અદાણી વિલ્મરના આઈપીઓ વિશે બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય

1) Angel One: બ્રોકરેજ પેઢીએ આઈપીઓ ભરવાની સલાહ આપી છે. બ્રોકરેજ તરફથી કહેવામાં આવ્યું છે કે કંપનીનું વેલ્યુએશન અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે બરાબર છે. નાણાકીય વર્ષ 2019થી 2021 દરમિયાન કંપનીનો નફો અને આવક ક્રમશ: 13 ટકા અને 39 ટકા વધ્યા છે.

એન્જલ વનનું કહેવું છે કે, "અદાણી વિલ્મર પાસે એક મજબૂત બ્રાન્ડ છે. તેનું ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક ખૂબ વ્યાપક અને મજબૂત છે. કંપનીનું વેલ્યુએશન પણ યોગ્ય છે. અમે આ આઈપીઓને ભરવાની સલાહ આપીએ છીએ."

2) Choice Broking: બ્રોકરેજ ફર્મ ચોઇસ બ્રોકિંગનું કહેવું છે કે, "કંપનીના ખાદ્ય તેલના બિઝનેસમાં ખૂબ જ મજબૂત વિકાસ નજરે આવી રહ્યો છે. કંપની પાસે ફૂડ અને FMCG બિઝનેસ સેગમેન્ટમાં ખૂબ વિશાળ તકો રહેલી છે. આ પાસાઓને ધ્યાનમાં રાખીને અમે આઈપીઓને ભરવાની સલાહ આપીએ છીએ."

3) મારવાડી ફાઇનાન્સિયલ સર્વિસિસ: બ્રોકરેજ ફર્મનું માનવું છે કે અદાણી વિલ્મરનો આઈપીઓ તેના પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં ખૂબ જ વ્યાજબી મુલ્યાંકન પર ઉપલબ્ધ છે. અમે આઈપીઓ માટે 'સબ્સક્રાઇબ' રેટિંગ આપીએ છીએ.

ઉલ્લેખનીય છે કે Adani Wilmar ગૌતમ અદાણીની માલિકીના અદાણી જૂથ તેમજ સિંગાપુરના વિલ્મર ગ્રુપ વચ્ચે 50:50 ભાગીદારી ધરાવતું સંયુક્ત સાહસ છે. કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલ વેચે છે. ખાદ્ય તેલ ઉપરાંત કંપની ચોખા, ખાંડ અને લોટ પણ વેચે છે. આ ઉપરાંત કંપની સાબુ, હેન્ડવોશ અને સેનિટાઇઝર જેવા ઉત્પાદનો પણ વેચે છે.

આ પણ વાંચો: Budget 2022: બજેટના કારણે આ સ્ટોક્સમાં આવી શકે તોફાની તેજી, જાણો શું કહે છે Axis Securities

દુનિયાના 19થી વધારે દેશમાં તેલની નિકાસ

ભારતમાં અદાણી વિલ્મર કંપનીની ફૉર્ચ્યૂન બ્રાન્ડનો ખાદ્ય તેલમાં હિસ્સો 20 ટકા છે. દેશમાં કંપની પાસે 40 યૂનિટ છે. અહીં દરરોજ 16,800 ટનથી વધારે તેલ રિફાઇનિંગ થાય છે. કંપનીની બીજ પેલાણની ક્ષમતા 6,000 ટન પ્રતિદિન છે. જ્યારે પેકિંગની ક્ષમતા 12,900 ટન પ્રતિ દિન છે. ઉલ્લેખનીય છે કે વિલ્મર બાસમતી ચોખા, દાળ અને લોટના પેકિંગ બિઝનેસમાં પણ છે. કંપની દુનિયાના 19થી વધારે દેશમાં નિકાસ કરે છે.
Published by: Vinod Zankhaliya
First published: January 28, 2022, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading