સાવધાન: વિદેશ જવાની લાલચમાં ફસાઈ ન જતાં, ભારત સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

News18 Gujarati
Updated: September 24, 2022, 3:01 PM IST
સાવધાન: વિદેશ જવાની લાલચમાં ફસાઈ ન જતાં, ભારત સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
વિદેશમાં નોકરી કરવાની ઓફર આવે તો ચેક કરી લેજો

Government Advisory: વિદેશમાં શાનદાર જોબની ઓફર આપી યુવાનોને લલચાવતી કંપનીઓને લઈને ભારત સરકાર સાવધાન કર્યા છે. યુવાનોએ આવી જોબ ઓફરમાં ફસાવું નહીં તેવી સલાહ પણ આપી છે.

  • Share this:
નવી દિલ્હી: ભારત સરકારે શનિવારે આઈટી સ્કિલ્ડ યુવાનોને ટાર્ગેટ બનાવતા નકલી જોબ રેકેટ સાથે જોડાયેલી એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી એવા સમયે જાહેર કરી છે, જ્યારે સંદિગ્ધ IT Companies દ્વારા 100થી વધારે લોકોને નોકરીની લાલચ આપીને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ અત્યાર સુધીમાં 32 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવ્યા છે. આ લોકોને શાનદાર આઈટી નોકરીઓ આપવાના બહાને મ્યાનમારના એક અંતરિયાળ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. તો વળી ભારતે હાલમાં જ થાઈલેન્ડ અને મ્યાંનમારની સાથે તે વિસ્તારમાં ફસાયેલા 60 અન્ય લોકોની મદદ કરવા માટે કામ કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, થાઈલેન્ડ અને મ્યાનમારમાં ભારતના મિશનોને થાઈલેન્ડમાં ડિજિટલ સેલ્સ એન્ડ માર્કેટિંગ એક્ઝિક્યૂટિવ પદ માટે ભારતીય યુવાનોને લલચાવવા માટે આકર્ષક નોકરીઓની રજૂઆત થઈ રહી છે. મિશનને જાણવા મળ્યું છે કે, આ એક સમગ્રપણે નકલી જોબ રેકેટ છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને ફસાવાનો છે. આ રેકેટ કોલ સેન્ટર કૌભાંડ અને ક્રિપ્ટો કરન્સી ફ્રોડમાં સામેલ સંદિગ્ધ આઈટી ફર્મો દ્વારા આપરેટ થઈ રહ્યા છે. હકીકતમાં દર વર્ષે લાખો યુવાનો વિદેશમાં આઈટી સેક્ટરની નોકરી માટે જતાં હોય છે. ત્યારે આવા સમયે આ ગ્રુપ્સ યુવાનોને ટાર્ગેટ બનાવવા માગે છે.

આ પણ વાંચો:  મ્યાંમારમાં ભારતીયોને બંધક બનાવવા પર વિદેશ મંત્રાલયની કાર્યવાહી, રેકેટમાં સામેલ 4 કંપનીઓની ઓળખ કરાઈ

સરકારે શું ચેતવણી આપી ?


વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવાયુ છે કે, બેંકોંક અને મ્યાંમારમાં ચાલી રહેલા અમારા મિશનને ધ્યાનમાં આવ્યું છે કે, નકલી જોબ રેકેટ ભારતીય યુવાનોને થાઈલેન્ડમાં ડિજિટલ સેલ્સ એન્ડ માર્કેટિંગ એક્ઝિક્યૂટિવના પદ પર નિમણૂંકની આકર્ષક જોબ ઓફર કરી રહ્યા છે. આ જોબ નકલી કોલ સેન્ટર અને ક્રિપ્ટો કરન્સી ફ્રોડમાં સામેલ રહેલા સંદિગ્ધ આઈટી ફર્મો દ્વારા ઓફર થઈ રહ્યા છે. નિવેદનમાં આગળ કહેવાયુ છે કે, આઈટી સ્કિલ્ડ યુવાનોને ટાર્ગેટ કરવામા આવી રહ્યા છે. તેમને સોશિયલ મીડિયા એડ્સ સાથે સાથે દુબઈ અને ભારતમાં આવેલા એજન્ટો દ્વારા થાઈલેન્ડમાં શાનદાર ડેટા એન્ટ્રી નોકરીઓના નામ પર છેતરવામાં આવી રહ્યા છે.

નિવેદનમાં કહેવાયુ છે કે, પીડિતોને કથિત રીતે સરહદ પાર ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવે છે. મોટા ભાગના લોકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા છે. આ લોકોને ખરાબ પરિસ્થિતિઓમાં કામ કરવા માટે બંધક બનાવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, એટલા માટે ભારતીય નાગરિકોને સલાહ આપવામા આવે છે કે, તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ દ્વારા જાહેર કરવામા આવેલા નકલી નોકરી ઓફરમાં ફસાઈ નહીં. ભારતીય નાગરિકોને સલાહ આપવામા આવે છે કે, રોજગારના ઉદ્દશેય્થી ટૂરિસ્ટ/વિઝિટ પર મુસાફર કરતા પહેલા વિદેશમાં સંબંધિત મિશનના માધ્યમથી વિદેશી નિયોક્તાની તપાસ કરી લેવી.
Published by: Pravin Makwana
First published: September 24, 2022, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading