Aether Industries IPO : 24 મેના રોજ લોન્ચ થશે એથર ઈન્ડસ્ટ્રીઝનો IPO, જાણો Price Band

News18 Gujarati
Updated: May 20, 2022, 8:56 AM IST
Aether Industries IPO : 24 મેના રોજ લોન્ચ થશે એથર ઈન્ડસ્ટ્રીઝનો IPO, જાણો Price Band
Aether Industries IPO to launch on May 24

એથર ઇન્ડસ્ટ્રીઝ (Aether Industries) વિશિષ્ટ રસાયણોનું ઉત્પાદન કરે છે. તે 17 દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરે છે અને તેના પોર્ટફોલિયોમાં 22 ઉત્પાદનોનો સમાવેશ થાય છે. કંપનીનો IPO 24 મેના રોજ લોન્ચ થશે અને રોકાણકારો 26 મે સુધી તેના માટે બિડ કરી શકશે.

  • Share this:
સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી કંપની એથર ઈન્ડસ્ટ્રીઝ (Aether Industries) પોતાનો આઈપીઓ (IPO) લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીનો IPO 24 મેના રોજ લોન્ચ થશે અને રોકાણકારો 26 મે સુધી તેના માટે બિડ કરી શકશે. કંપનીના શેર 3 જૂનના રોજ BSE અને NSE પર લિસ્ટ થવાની ધારણા છે.

કંપનીએ ગુરુવારે આ IPOની પ્રાઇસ બેન્ડ પણ નક્કી કરી છે. કંપનીએ શેર દીઠ રૂ. 610-642 ઇશ્યૂની કિંમત નક્કી કરી છે. એન્કર રોકાણકારો માટે, આ IPO 23 મેથી બિડિંગ માટે ખુલશે. Ather Industries આ IPO દ્વારા 808 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે.

ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, કંપની રૂ. 757 કરોડના નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની હતી પરંતુ હવે તેનું કદ ઘટાડીને રૂ. 627 કરોડ કરવામાં આવ્યું છે. આ સિવાય ઓફર ફોર સેલ હેઠળ પ્રમોટરો દ્વારા 28.2 લાખ ઈક્વિટી શેર વેચવામાં આવશે. આ IPOનો 50% લાયક સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે.15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત છે. 15% શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.

આ પણ વાંચો -Cars 24 laid off 600 employees : Cars24 એ 600 જેટલા કર્મચારીઓને નોકરી પરથી છૂટા કર્યા

લિસ્ટિંગ 3 જૂને થશે


રોકાણકારો લઘુત્તમ 23 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 23ના ગુણાંકમાં. પ્રાઇસ બેન્ડની ઉપરની કિંમત અનુસાર રોકાણકારોએ ઓછામાં ઓછા 14,766 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની અને એચડીએફસી ઇશ્યૂના લીડ મેનેજર છે. કંપનીના શેર 3 જૂનના રોજ BSE અને NSE પર લિસ્ટ થવાની ધારણા છે.આ IPOમાંથી એકત્ર કરાયેલા નાણાનો ઉપયોગ કંપની દ્વારા ગુજરાતના સુરતમાં સૂચિત ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની મૂડી ખર્ચની જરૂરિયાતોને પહોંચી વળવા, જૂના દેવું ચૂકવવા અને કાર્યકારી મૂડીના ભંડોળ માટે કરવામાં આવશે. કંપનીના પોર્ટફોલિયોમાં 22 પ્રોડક્ટ્સ છે. તેઓ 17 થી વધુ દેશોની 30 કંપનીઓ તેમજ લગભગ 100 સ્થાનિક કંપનીઓને વેચવામાં આવે છે.

આ પણ વાંચો -Multibagger stock : ટાટાના આ શેરે 2 વર્ષમાં રોકાણકારોને 700 ટકા વળતર આપ્યું

મજબૂત નાણાકીય સ્થિતિ


કંપનીની નાણાકીય સ્થિતિ ઘણી મજબૂત છે. તેનો ચોખ્ખો નફો સતત વધી રહ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2019માં રૂ. 23.33 કરોડ, નાણાકીય વર્ષ 2020માં રૂ. 39.96 કરોડ, નાણાકીય વર્ષ 2021માં રૂ. 71.12 કરોડ અને નાણાકીય વર્ષ 2022ના પ્રથમ નવ મહિનામાં રૂ. 82.91 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.
Published by: Bhavyata Gadkari
First published: May 20, 2022, 8:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading