અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં બોલાયો જોરદાર કડાકો, ફટાફટ જાણી લો નવા ભાવ, સોનામાં રોકાણ નફાનો ધંધો?

News18 Gujarati
Updated: June 17, 2021, 9:08 PM IST
અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં બોલાયો જોરદાર કડાકો, ફટાફટ જાણી લો નવા ભાવ, સોનામાં રોકાણ નફાનો ધંધો?
પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીના ભાવમાં આવેલા ઘટાડાની અસર ભારતીય બજારોમાં જોવા મળી હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે ભાવ ઘટાડાનો રોકાણકારો ફાયદો ઉપાડી રહ્યા છે.

  • Share this:
અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) આવેલા ઘટાડાની અસર ભારતીય બજારોમાં જોવા મળી હતી. આજે દેશમાં સોના-ચાંદીની કિંમતોમાં મોટો કડાકો બોલાયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયા (Silver Price today)જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 700 રૂપિયાનો (Gold Price today) ઘટાડો નોંધાયો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે ભાવ ઘટાડાનો રોકાણકારો ફાયદો ઉપાડી રહ્યા છે. અત્યારે સોનું ખરીદવું નફાનો ધંધો સાબિત થઈ શકે છે.

અમદાવાદમાં ચાંદીના ભાવઃ અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો કડાકો બોલાતા ચાંદી ચોરસા 70,500 રૂપિયા અને ચાંદી રુપું 70,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. બુધવારે ચાંદી ચોરાસા 72,000 રૂપિયા અને ચાંદી રુપું, 71,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

અમદાવાદમાં સોનાનો ભાવઃ અમદાવાદ ઝવેરી બજારમાં આજે ગુરુવારે 10 ગ્રામ સોનાનો ભાવ 700 રૂપિયા ઘટતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,400 રૂપિયા અને સોનુ તેજાબી (99.5) 49,200 રૂપિયાના ભાવે આવ્યું હતું. જોકે, બુધવારે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,100 રૂપિયા અને સોનુ તેજાબી (99.5) 49,900 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતું.

આ પણ વાંચોઃ-મહિલા ડોનની દાદાગીરીનો live video, જ્યોતિ ઠાકુરે રસ્તે જતી મહિલાને માર મારીને મોબાઈલ લૂંટ્યો

આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

આ પણ વાંચોઃ-બસ ડ્રાઈવરે 42 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા, ચાલું બસમાંથી ડ્રાઈવરે લગાવી છલાંગ, તમામ યાત્રીઓ ઘાયલએશિયાઈ બજારોમાં આજે સોનાની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોના નુકસાનને થોડું ઓછું કરી દીધું છે. કારણ કે રોકાણકારોએ તેજ ઘટાડાનો ફાયદો ઉઠાવ્યો છે. હાજર સોનું 0.6 ટકા વધીને 1822.36 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.5 ટકા વધીને 27.09 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.

આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે.

ફેડે 2023માં બે વખત દરો વધારો થવાના સંકેત આપ્યા છે
યુએસ ફેડે વ્યાજદરોમાં કોઈ બદલાવ કર્યા નથી. આ સાથે જ એસેટ ખરીદારી ચાલું રાખવાનો નિર્મય કર્યો છે. ફેડે વર્, 2023માં બે વખત દરો વધવાના સંકેત આપ્યા છે. ફેડે યુએસ ઈકોનોમીમાં ઝડપથી રિકવરીની ઉમ્મીદ વ્યક્ત કરી છે. યુએસ જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવે છે. મોંઘવારી 3.4 ટકા રહેવાનું અનુમાન છે.સોના ઉપર દબાણ
એમસીએકસ ઉપર સોનું 48,000 રૂપિયા નીચે લપશ્યું છે. એમસીએક ઉપર સોનું 1 મહિનાના નિચલા સ્તર ઉપર દેખાઈ રહ્યું છે. જ્યારે કોમેક્સ ઉપર સોનું દોઢ મહિનાના નીચલા સ્તરની નીચે છે. ફેડરલ રિઝર્વના Hawkish Commentથી આના ઉપર દબાણ બન્યુ છે. ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો છે. આ 8 સપ્તાહની ઉંચાઈ ઉપર દેખાઈ રહ્યું છે. યુએસ બોન્ડ યીલ્ડમાં પણ ઉછાળો આવ્યો છે. આ 1.58 ટકાની પાસે છે.
Published by: ankit patel
First published: June 17, 2021, 9:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading