જો તમે પણ લેવા જઈ રહ્યા છો LIC પોલિસી તો થઈ જાઓ સાવધાન, નહીં તો ડૂબી જશે તમારા નાણાં..!

News18 Gujarati
Updated: May 25, 2021, 7:04 AM IST
જો તમે પણ લેવા જઈ રહ્યા છો LIC પોલિસી તો થઈ જાઓ સાવધાન, નહીં તો ડૂબી જશે તમારા નાણાં..!
કોરોના કાળમાં LIC ગ્રાહકો સાથે ફ્રોડના મામલા ઘણા વધી ગયા છે, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

કોરોના કાળમાં LIC ગ્રાહકો સાથે ફ્રોડના મામલા ઘણા વધી ગયા છે, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

  • Share this:
નવી દિલ્હી. એલઆઇસીના ગ્રાહકો (LIC Customers) માટે મોટા સમાચાર છે. જો આપની પાસે પણ એલઆઇસી પોલિસી (LIC Policy) છે તો સાવધાન થઈ જાઓ. કોરોના કાળમાં ફ્રોડના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. બેંક બાદ હવે છેતરપિંડી કરનાર લોકો એલઆઇસી કર્મચારી અને ઇરડા (IRDAI) અધિકારી બનીને ગ્રાહકોને ફોન કરી રહ્યા છે અને તેમના ખાતાના નાણાં સાફ કરી રહ્યા છે. આ પ્રકારના અનેક મામલાઓને જોતાં દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસી (LIC-Life Insurance Corporation of India)એ પોતાના ગ્રાહકોને અલર્ટ કર્યા છે.

નોંધનીય છે કે, આ પ્રકારના ફોન કરનારા છેતરપિંડી કરતા હોય છે તેઓ પોતાની ઓળખ એલઆઇસી કર્મચારી કે પછી ઇરડાના અધિકારી તરીકેની આપે છે. LICએ પોતાના તરફથી જાહેર કરેલા અલર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે કંપની પોતાના ગ્રાહકોને કોઈ પણ પોલિસી સરેન્ડર કરવાની સલાહ નથી આપતી. કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ આ અજાણ્યા નંબરથી આવેલા ફોન કોલ્સને અટેન્ડ ન કરે. એલઆઇસીએ ગ્રાહકોને સલાહ આપી છે કે પોતાની પોલિસીને એલઆઇસીની ઓફિશિયલ વેબસાઇટ પર રજિસ્ટર કરાવી લો અને ત્યાંથી તમામ જાણકારી પ્રાપ્ત કરો.

આ પણ જુઓ, Viral Video: કર્ણાટકઃ ઘોડાના અંતિમ સંસ્કારમાં હજારોની ભીડ, કોરોના નિયમોના ધજાગરા ઉડ્યા

LICએ કર્યું ટ્વીટ

LICએ ટ્વીટ કરીને જણાવ્યું કે તમામ ગ્રાહકો એવા ફોન કોલ્સથી સાવધાન રહો જે ગ્રાહકોને પોલિસીની ખોટી જાણકારી આપીને ઠગે છે. તેની સાથે જ છેતરપિંડી કરનાર લોકો ગ્રાહકોને LIC અધિકારી, IRDAI અધિકારી બનીને છેતરી રહ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસોમાં પોલિસીની રકમ તાત્કાલિક અપાવવાના નામે લાખોની ઠગી થઈ છે.

આ પણ જુઓ, આ છે બેસ્ટ પાર્કિંગ સેન્સર: કાર પાર્ક કરાવતા સ્માર્ટ ડોગનો વિડીયો વાયરલ

અહીં કરો ફરિયાદ

જો આપની પાસે આ પ્રકારના ફોન કોલ્સ આવે છે તો તમે co_crm_fb@licindia પર ઇમેલ કરીને ફરિયાદ કરી શકો છો. ગ્રાહકોની પાસે LICની વેબસાઇટ પર જઈને ગ્રીવયન્સ રિડ્રેસલ ઓફિસરની ડિટેલ્સ લો અને તેમનો સંપર્ક કરવાનો વિકલ્પ છે.
Published by: Mrunal Bhojak
First published: May 25, 2021, 7:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading