ટ્વીટર ઉપર Amazon Insult National Flag ટ્રેન્ડમાં, આ રહ્યું કારણ

News18 Gujarati
Updated: January 24, 2022, 8:42 PM IST
ટ્વીટર ઉપર Amazon Insult National Flag ટ્રેન્ડમાં, આ રહ્યું કારણ
અમેઝોન (પ્રતીકાત્મક તસવીર)

Amazon news: આ વર્ષની શરૂઆતમાં જ ઈ-કોમર્સ કંપનીને ભારતીય ધ્વજ (Indian flag) સિવાય ભગવાન ગણેશ અને આધ્યાત્મિક પ્રતીક ઓમની છબીઓ સાથે ડોરમેટ અને બાથરૂમ કાર્પેટ વેચવા બદલ સશિયલ મીડિયા યૂઝર્સના (social media users) ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (social media) પર ઈ-કોમર્સ કંપની એમેઝોનનો (Amazon) ખુબ જ વિરોધ થઈ રહ્યો છે. દેશના લોકોની લાગણીઓને કથિત રીતે ઠેસ પહોંચાડવા બદલ કંપની વિરુદ્ધ ટ્વિટર પર #Amazon_Insults_National_Flag હેશટેગ સાથે ટ્રેન્ડ કરી રહ્યું છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે એમેઝોનને ઓનલાઈન (online) આવી પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં જ ઈ-કોમર્સ કંપનીને ભારતીય ધ્વજ (Indian flag) સિવાય ભગવાન ગણેશ અને આધ્યાત્મિક પ્રતીક ઓમની છબીઓ સાથે ડોરમેટ અને બાથરૂમ કાર્પેટ વેચવા બદલ સશિયલ મીડિયા યૂઝર્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે.

એમેઝોન આજે ભારતમાં ટ્રેન્ડિંગમાં આવ્યું છે #Amazon_Insults_National_Flag હેશટેગ સાથે ભારતીય ટ્વિટર યૂઝર્સ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ હેશટેગ હેઠળની મોટાભાગની પોસ્ટમાં એમેઝોન ભારતીય ત્રિરંગો દર્શાવતી વિવિધ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે તે વિશે ઉલ્લેક કરાયો છે.

સોશિયલ મીડિયા યૂઝર્સે અનેક પોસ્ટમાં લોકોનુ ધ્યાન દોર્યું છે કે ચોકલેટ રેપર્સ, ફેસ માસ્ક, સિરામિક મગ, કીચન અને બાળકોના કપડાં જેવા ઉત્પાદનોમાં ધ્વજની છાપ હતી, જે તેઓએ દાવો કર્યો હતો કે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002ની વિરુદ્ધ છે.

આ કોડ મુજબ,‘ધ્વજનો ઉપયોગ કોઇ પણ પોશાકના ભાગ તરીકે અથવા વરધી તરીકે કરવામાં આવશે નહીં. તે કુશન, રૂમાલ, નેપકિન્સ અથવા બોક્સ પર ભરતકામ અથવા છાપવામાં આવશે નહીં. જો કે તે સ્પષ્ટ નથી કે ભારતીય ધ્વજના ત્રણ પ્રાથમિક રંગોનો ઉપયોગ અથવા ભારતીય ધ્વજની વિવિધતા સમાન રીતે કોડ દ્વારા પ્રતિબંધિત છે.

ભારતીય તિરંગાના રંગ ધરાવતા પ્રોડક્ટ્સ


કેટલાક યૂઝર્સે એમેઝોન સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો, જેમાં 2017માં પણ આ પ્રકારનો વિવાદ જોવા મળ્યો હતો. જ્યારે કેટલાક યૂઝર્સે વેચાણ વધારવા માટે 'સસ્તી પદ્ધતિ'નો ઉપયોગ કરવા માટે એમેઝોનને કહ્યું હતુ. અન્ય લોકોએ કહ્યું હતું કે કંપની લોકોને ખુશ કરવા માટે સખત પ્રયાસ કરી રહી છે.જોકે ટ્વિટર યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવતા તમામ ઉત્પાદનોની સત્યતાની ખાતરી થઈ શકી નથી. એમેઝોન ઈન્ડિયા પર સર્ચમાં ફેસ માસ્ક, કપડાં જેવી કેટલીક પ્રોડક્ટ્સ બહાર આવી છે. જેમા મુખ્યત્વે ભારતીય સ્પોર્ટસવેર બ્રાન્ડ ટ્રાયમ્ફ દ્વારા વેચવામાં આવી રહી છે અને અન્ય નીક-નેક્સ જેમ કે કીચન. જોકે ઘણા યુઝર્સ દ્વારા આક્ષેપ કરાયા છે કે, અમને ભારતીય ધ્વજ સાથેના કોઈ જૂતા મળ્યા નથી.

ભારતીય તિરંગાના રંગ ધરાવતા પ્રોડક્ટ્સ


નોંધનિય છે કે કેટલાક યૂઝર્સ માત્ર ભારતીય ધ્વજ સાથેના વિવિધ ઉત્પાદનો દર્શાવતા ફોટા પોસ્ટ કરી રહ્યા છે, પરંતુ આ ફોટા એમેઝોન ઇન્ડિયાના નથી, પરંતુ ગૂગલ ઇમેજ સર્ચના પરિણામો દર્શાવે છે, જે એમેઝોન પર વેચાઈ રહેલા ઉત્પાદનો નથી.

ભારતીય તિરંગાના રંગ ધરાવતા પ્રોડક્ટ્સ


એમેઝોને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું
તમને જણાવી દઈએ કે આ અગાઉ અમેઝોનની યુએસ શાખાએ ભારતીય ત્રિરંગા સાથે મળતા આવતા જૂતાની લેસ માટે જૂતા અને મેટલ હૂપ વેચ્યા હતા. ભારત સરકારે ઓનલાઈન શોપિંગ કંપનીને ભારતીય સંવેદનાઓ અને ભાવનાઓનું સન્માન કરવા નોટિસ પાઠવી હતી. જે બાદ એમેઝોને ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે મુદ્રિત ડોરમેટ વેચીને લોકોની દેશભક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની માફી પણ માંગી હતી.

આ પણ વાંચોઃ-Multibagger penny stock: આ શેરમાં રોકેલા રૂ.10 હજાર ત્રણ મહિનામાં થઈ ગયા અધધધ.. રૂ. 25 લાખ

નોંધપાત્ર છે કે સ્ટેટ એમ્બ્લેમ ઑફ ઈન્ડિયા એક્ટ 2005 મુજબ કોઈ પણ વેપાર, વ્યવસાય, કૉલિંગ અથવા વ્યવસાયના હેતુ માટે પ્રદાન કરાયેલ અથવા પેટન્ટના શીર્ષકમાં અથવા કોઈપણ ચિહ્ન અથવા ડિઝાઇનમાં પ્રતીકનો ઉપયોગ કરવો તે સજાપાત્ર ગુનો છે.
Published by: ankit patel
First published: January 24, 2022, 8:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading