ATF Price Cut: હવે સસ્તી થઈ શકે છે હવાઇ સફર, ATFની કિંમતમાં થયો ઘટાડો
News18 Gujarati Updated: December 1, 2022, 5:08 PM IST
હવાઈ મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર
ATF Price Cut: હવાઈ જહાજમાં ફ્યૂલ માટે એવિએશન ટર્બાઇન ફ્યૂલનો (ATF)ઉપયોગ કરવામાં આવતો હોય છે. જણાવી દઈએ કે, આ એક પેટ્રોલિયમ આધારિત ઈંધણ છે. તેની જરૂર વિમાનને ચલાવવામાં થાય છે.
નવી દિલ્હી: હવાઈ મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તમારા ખિસ્સાને રાહત મળી શકે છે. જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય તેલની કિંમતોમાં ઘટાડા બાદ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં ગુરુવારે 2.3 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, સતત આઠમાં મહિને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં ATFની કિંમત 2,775 રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા 2.3 ટકા ઘટીને 1,17,587.64 રૂપિયા પ્રતિ કિલોલીટર કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઇલેક્ટ્રિક કાર ખરીદી તો લેવાય, પરંતુ શુ તેનું મેન્ટેનન્સ પેટ્રોલ-ડીઝલ કાર કરતાં સસ્તું પડે?શું છે ATF?
એવિએશન ટર્બાઇન ઇંધણનો ઉપયોગ વિમાન ઉડાવવા માટે થાય છે. તે એક ખાસ પ્રકારનું પેટ્રોલિયમ આધારિત ઇંધણ છે. તે વિમાનોના સંચાલન માટે જરૂરી છે. તેનો ઉપયોગ જેટ અને ટર્બો-પ્રોપ એન્જિન સાથે એરક્રાફ્ટને પાવર કરવા માટે થાય છે. એવિએશન ટર્બાઇન ઇંધણ રંગહીન અને દેખાવમાં સ્ટ્રા જેવું હોય છે.
1 તારીખે ATFના ભાવમાં સુધારો થાય છેATFની કિંમતમાં ઘટાડાથી એરલાઈન્સને ઘણી રાહત મળશે, કારણ કે તેમની ઓપરેટિંગ કોસ્ટના લગભગ 40 ટકા ઈંધણ છે. જેટ ઈંધણના ભાવ દર મહિનાની પહેલી તારીખે સંશોધિત કરવામાં આવે છે.
આ પણ વાંચો: ...તો હવે જૂની પેન્શન વ્યવસ્થા શરૂ કરવા જઈ રહી છે BJP સરકાર? RSS નેતાઓએ નાણામંત્રીને શું સલાહ આપી
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર નહીં
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત આઠમા મહિને કોઈ ફેરફાર થયો નથી. જણાવી દઈએ કે, રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર છે.
LPGના ભાવમાં કોઈ ફેરફાર નહીં
ઘરેલુ રસોઈ ગેસ (LPG)ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ ઉપયોગ માટેના 19 કિલોના LPG સિલિન્ડરની કિંમત રાષ્ટ્રીય રાજધાનીમાં રૂપિયા 1,744 છે, જ્યારે સ્થાનિક ઉપયોગ માટેના 14.2 કિગ્રાના સિલિન્ડરની કિંમત રૂપિયા 1,053 પર યથાવત છે.
Published by:
Samrat Bauddh
First published:
December 1, 2022, 5:08 PM IST