Bank Holidays: કાલથી આગામી 4 દિવસ આ શહેરોમાં બંધ રહેશે બેંક, આજે જ પૂરા કરી દો જરૂરી કામ, જુઓ રજાઓની યાદી

News18 Gujarati
Updated: August 27, 2021, 8:19 AM IST
Bank Holidays: કાલથી આગામી 4 દિવસ આ શહેરોમાં બંધ રહેશે બેંક, આજે જ પૂરા કરી દો જરૂરી કામ, જુઓ રજાઓની યાદી
(પ્રતીકાત્મક તસવીર)

Bank Holidays: 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી અનેક શહેરોમાં બેંકોમાં કામકાજ નહીં થાય, જાણો રજાઓની યાદી

  • Share this:
નવી દિલ્હી. જો આપને બેંક સંબંધિત જરૂરી કામ (Bank related work) છે તો તેને આજે જ પૂરું કરી દો કારણ કે કાલથી સતત ચાર દિવસ સુધી બેંક બંધ (Bank Bandh) રહેશે. જી હા.. 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી અનેક શહેરોમાં બેંકોમાં કામકાજ નહીં થાય. ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ઓગસ્ટ 2021ના મહિના માટે બેંક રજાઓની એક યાદી જાહેર (Bank Holidays in August 2021) કરી હતી. આ મહિનામાં કુલ 15 રજાઓ હતી. જોકે, જેમ-જેમ કેલેન્ડર મહિનો આગળ વધ્યો, રજાઓ આવી ગઈ અને જતી પણ રહી. હવે આ મહિનાની માત્ર ચાર રજાઓ બચી છે. આ મહિનાના અંતિમ સપ્તાહ 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બેંક બંધ રહશે. જોકે, આ દરમિયાન ઓનલાઇન બેન્કિંગ સર્વિસ (Online Banking Service) અને એટીએમ સર્વિસિસ (ATM Service) ચાલુ રહેશે .

નોંધનીય છે કે, RBI અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના સ્થાનિક તહેવારોને ધ્યાને લઈ અલગ-અલગ ઝોન માટે બેંકની રજાઓની યાદી (Bank holiday list) જાહેર કરે છે. RBIએ આ સપ્તાહમાં 4 દિવસની રજાઓ નિર્ધારિત કરી છે. જોકે, આ રજાઓ દરેક રાજ્યની બેંકો માટે લાગુ નથી.

આ પણ વાંચો, 7th pay commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી! પગારમાં દર મહિને 4500 રૂપિયાનો મળશે ફાયદો, જાણો કેવી રીતે

30 ઓગસ્ટે અનેક શહેરોમાં બેંક બંધ રહેશે

30 ઓગસ્ટ, 2021ના રોજ જન્માષ્ટમી (Krishna Janmashtami) છે. આ દિવસે અનેક શહેરોમાં બેંક બંધ રહેશે. આ દિવસે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દહેરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગેંગટોકની બેંકોમાં કામકાજ નહીં થાય. આ ઉપરાંત 28 ઓગસ્ટે આ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. 29 ઓગસ્ટે રવિવાર છે, તેના કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. આ ઉપરાંત, 31 ઓગસ્ટ, 2021ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે હૈદરાબાદમાં બેંકોનું કામકાજ નહીં થાય.

આ પણ વાંચો, Petrol Diesel Price Today: આજે આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા કે મોંઘા? ફટાફટ કરો ચેકઅહીં જુઓ કયા શહેરોમાં બંધ રહેશે બેંક (Bank Holidays List)
>> 28 ઓગસ્ટ 2021- ચોથો શનિવાર
>> 29 ઓગસ્ટ 2021- રવિવાર
>> 30 ઓગસ્ટ 2021- જન્માષ્ટમી (અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દહેરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગેંગટોક)
>> 31 ઓગસ્ટ 2021- શ્રી કૃષ્ણ જન્માષ્ટમી (હૈદરાબાદ)
Published by: Mrunal Bhojak
First published: August 27, 2021, 8:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading