જો તમે પણ લીધી છે LICની પોલિસી તો થઈ જાઓ સાવધાન, નહીં તો ડૂબી શકે છે આપની બચત

News18 Gujarati
Updated: April 14, 2021, 7:45 AM IST
જો તમે પણ લીધી છે LICની પોલિસી તો થઈ જાઓ સાવધાન, નહીં તો ડૂબી શકે છે આપની બચત
LICના ગ્રાહકો ઓનલાઇન ફ્રોડ અને સાઇબર ક્રાઇમથી રહો સાવધાન, ગઠિયાઓ છેતરપિંડીની આ તરકીબો અજમાવી રહ્યા છે

LICના ગ્રાહકો ઓનલાઇન ફ્રોડ અને સાઇબર ક્રાઇમથી રહો સાવધાન, ગઠિયાઓ છેતરપિંડીની આ તરકીબો અજમાવી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી. દેશમાં ઓનલાઇન ફ્રોડ (Online Fraud) અને સાઇબર ક્રાઇમ (Cyber Crime) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેટલાક ગઠિયાઓ LIC અધિકારી, એજન્ટ કે વીમા નિયામક IRDAના અધિકારી બનીને ગ્રાહકોને ફોન કરે છે અને મોટો હાથ સાફ કરી જાય છે. આ કોલમાં તેઓ ઇન્શ્યોરન્સ પોલિસી (Insurance Policy) સંબંધિત ફાયદાઓને વધારી-ચડાવીને જણાવે છે. આ રીતે તેઓ વર્તમાન પોલિસીને સરેન્ડર કરવા માટે ગ્રાહકોને રાજી કરી લે છે. જો આપની પાસે પણ આ પ્રકારના કોઈ ફોન આવે છે તો તમે તેની ફરિયાદ નોંધાવી શકો છો.

LICના ગ્રાહકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે

આ ફ્રોડ પોલિસી સરેન્ડર કરાવીને સારું રિટર્ન આપવાનો વાયદો કરીને ગ્રાહકો પાસેથી પૈસા વસૂલ કરે છે. જ્યારે કેટલાક ગ્રાહકો દ્વારા સરેન્ડર કરવામાં આવેલી રકમને ખોટા વાયદા કરીને અન્ય સ્થળે રોકાણ કરાવી દે છે. આ પ્રકારે કંપનીના પ્રતિનિધિ બનીને પોલિસી હોલ્ડર્સને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો, દહેજમાં ક્રેટા ગાડી અને બે લાખ ન આપતાં પુત્રવધૂની કરી દીધી હત્યા, પતિ સહિત 4 લોકો ફરાર

બનાવટી કોલથી રહેજો સાવધાન

LICએ પોતાના તરફથી જાહેર કરવામાં આવેલા એલર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે કંપની પોતાના ગ્રાહકોને કોઈ પણ પોલિસી સરેન્ડર કરવાની સલાહ નથી આપતી. કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે કોઈ અજાણ્યા નંબરથી આવતા ફોન કોલ્સને અટેન્ડ ન કરે. LICએ ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ પોતાની પોલિસીને LICની ઓફિશિયલ વેબસાઇટ પર રજિસ્ટર કરાવી લે અને ત્યાં તમા મ જાણકારીઓ ઉપલબ્ધ થશે.આ પણ વાંચો, દાવો- સપનામાં આવેલા ભગવાન શિવે જણાવ્યું મંદિરનું સ્થળ, ભક્તોએ ખોદકામ કર્યું તો થયો ચમત્કારઆ બાબતોનું પણ રાખો ધ્યાન

>> કોઈ એવા એજન્ટ પાસેથી જ પોલિસી ખરીદો જેની પાસે IRDA દ્વારા આપવામાં આવેલું લાઇસન્સ હોય કે LIC દ્વારા જાહેર કરવામાં આવેલું આઇડી કાર્ડ હોય.
>> આ ઉપરાંત જો કોઈ ગ્રાહકને કોઈ ભ્રામક કોલ્સ આવે છે તો તેઓ co_crm_fb@licindia.com પર ઈમેલ કરીને ફરિયાદ નોંધાવી શકે છે.
>> ગ્રાહકોની પાસે LICની વેબસાઇટ પર જઈને ગ્રીવીઅન્સ રિડ્રેસલ ઓફિસરની વિગતો લઈને તેમનો સંપર્ક કરવાનો વિકલ્પ છે.
Published by: Mrunal Bhojak
First published: April 14, 2021, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading