માત્ર રૂ. 25000માં શરૂ કરો આ Small Business, મહીને થશે લાખોની કમાણી


Updated: January 12, 2022, 7:40 AM IST
માત્ર રૂ. 25000માં શરૂ કરો આ  Small Business, મહીને થશે લાખોની કમાણી
પ્રતીકાત્મક તસવીર

Small Business Idea: અમે તમને આજે એક એવા બિઝનેસ આઇડીયા (Best Business Idea) વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને ઓછી રકમ સાથે શરૂ કરી શકાય છે.

  • Share this:
tBest Business Idea: જો તમને સતત નોકરી (Job) છૂટી જવાનો કે નોકરી ન મળવાનો ડર સતાવી રહ્યો હોય અને તમે કોઇ પોતાનો બિઝનેસ શરૂ (Start Business) કરવાનું વિચારી રહ્યા હોય તો તમે બિલકુલ યોગ્ય દિશામાં જઇ રહ્યા છે.આ એક એવો બિઝનેસ છે, જેના વગર લોકોનો સવારનો નોસ્તો અધૂરો છે. અમે તમને જણાવી રહ્યા છીએ પૌંઆ બનાવવાના યૂનિટના બિઝનેસ (Poha Manufacturing Unit) વિશે.

જો તમે ઓછા રોકાણ સાથે વધુ રીટર્ન (Profit) મેળવવા ઇચ્છતા હોય તો આ બિઝનેસ એક સારું સ્ટાર્ટ અપ સાબિત થઇ શકે છે. કારણ કે તેની દરેક મહિનામાં માંગ રહે છે. પૌંઆને ન્યૂટ્રિટિવ ફૂડ કહેવામાં આવે છે. ભારતીય રસોડામાં લગભગ દરરોજ સવારે નાસ્તા તરીકે પૌંઆ ખાવામાં આવે છે. તેને પચાવવા સરળ હોવાની સાથે તેને બનાવવા પણ એકદમ સરળ છે. આ જ કારણ છે કે પૌંઆનું માર્કેટ ખૂબ ઝડપથી વિસ્તાર પામી રહ્યું છે. તેવામાં પૌંઆ મેન્યુફેક્ચરિંગ યૂનિટ લગાવીને તમે પણ નફો કમાઇ શકો છો.

પૌંઆ મેન્યુફેક્ચરિંગ યુનિટના બિઝનેસમાં ખર્ચ

ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન (Khadi and Village Industries Commission/KVIC)ના એક રીપોર્ટ અનુસાર, પૌંઆ મેન્યુફેક્ચરિં યુનિટમાં લગભગ 2.43 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. તેમાં 90 ટકા સુધી તમને લોન મળી જશે. એવામાં તમારે પૌવા મેન્યુફેક્ચરિંગ યૂનિટના બિઝનેસનની શરૂઆત કરવા માટે લગભગ 25000 રૂપિયાની વ્યવસ્થા કરવાની જરૂર રહે છે.

આ પણ વાંચો - AC વપરાશકર્તાઓને સરકાર આપી શકે છે મોટો ઝટકો, ...તો નહીં નહીં મળે સબસિડી

બિઝનેસ માટે પડશે આ વસ્તુઓની જરૂરપૌંઆ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ શરૂ કરવા માટે લગભગ 500 વર્ગ ફૂટની જગ્યાની જરૂર પડશે. એક પૌંઆ મશીન, ભઠ્ઠી, પેકિંગ મશીન અને ડ્રમ સહિત નાના-મોટા સાધનોની જરૂર પડશે. KVICના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ બિઝનેસની શરૂઆતમાં થોડો જ કાચો માલ લેવો અને ત્યાર બાદ સમયાંતરે તેમાં વધારો કરો. આ રીતે સારા અનુભવની સાથે બિઝનેસનો પણ વ્યાપ વધશે.

આ પણ વાંચો- Personal Finance: મહિલાઓ માટે વિલ બનાવવું શા માટે ખૂબ જ અતિ મહત્વપૂર્ણ છે?

બિઝનેસ માટે કઇ રીતે મળશે લોન?

KVICના રીપોર્ટ અનુસાર, તજો તમે પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરો છો અને ગ્રામોદ્યોગ રોજગાર યોજના અંતર્ગત અરજી કરો છો તો લગભગ 90 ટકા લોન મળે છે. KVIC દ્વારા દર વર્ષે વિલેજ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે લોન આપવામાં આવે છે. જેનો ફાયદો તમે પણ ઉઠાવી શકો છો.
Published by: Kaushal Pancholi
First published: January 12, 2022, 7:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading