ઇ-કોમર્સ કંપનીઓની મનમાની સામે CAIT 15 સપ્ટેમ્બરથી લૉન્ચ કરશે ‘હલ્લા બોલ અભિયાન’

News18 Gujarati
Updated: September 9, 2021, 2:07 PM IST
ઇ-કોમર્સ કંપનીઓની મનમાની સામે CAIT 15 સપ્ટેમ્બરથી લૉન્ચ કરશે ‘હલ્લા બોલ અભિયાન’
CAITએ કેટલીક વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ તરફથી ભારતના ઇ-કોમર્સ માર્કટમાં એકહથ્થું શાસન ઊભું કરવા માટે કાયદાઓ સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

E- Commerce News: વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ સામે દેશનું સૌથી મોટું વેપારી સંગઠન ‘આર યા પાર’ની લડાઈમાં ઉતર્યું

  • Share this:
નવી દિલ્હી. કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (Confederation of All India Traders- CAIT) 15 સપ્ટેમ્બરથી કેટલીક ઇ-કોમર્સ કંપનીઓ (E- Commerce Companies) પર મનફાવે તેવી રીતે કામગીરી કરવાનો આરોપ લગાવતા ‘હલ્લા બોલ અભિયાન’ (CAIT Halla Bol Campaign) શરૂ કરશે. આ સંબંધમાં CAITના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલએ (Pravin Khandelwal) જણાવ્યું કે આ અભિયાનની તૈયાર કરવા માટે આજે દીનદયાળ ઉપાધ્યાય માર્ગ સ્થિત હિન્દી ભવનમાં દેશભરના વેપારી નેતાઓનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કેટલીક વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ તરફથી ભારતના ઇ-કોમર્સ માર્કટમાં એકહથ્થું શાસન ઊભું કરવા માટે કાયદાઓ સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. CAIT તરફથી કેન્ર્ી સરકારને રજૂઆત કરવામાં આવી છે કે કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતી આવી ઇ-કોમર્સ કંપનીઓ સામે કન્ઝ્યૂમર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

ગુરૂવારે આયોજિત સંમેલનમાં CAITએ 15 સપ્ટેમ્બરથી રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘ઇ-કોમર્સ સામે હલ્લા બોલ’ (Halla Bol on e-commerce) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આજના સમારંભમાં 27 રાજ્યોના 100થી વધારે વેપારી નેતાઓ સામેલ થયા હતા.

CAITના રાષ્ટ્રીય પ્રમુખ બીસી ભરતિયા(BC Bhartia) અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, હલ્લા બોલ અભિયાનના માધ્યમથી સંસ્થા તમામ રાજકીય પાર્ટીઓને સંદેશ મોકલશે કે ઇ-કોમર્સ કંપનીઓને લઈ તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે. CAIT રાજકીય પાર્ટીઓ તરફ રજૂ કરવામાં આવનારા જવાબ માટે ઇંતજાર કરશે અને ત્યારબાદ આગામી વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ યોજાનારી લોકસભા ચૂંટણીમાં વેપારી સંગઠનોની શું ભૂમિકા હશે તે નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો, વેપારીઓના શીર્ષ સંગઠને ગુજરાત સરકાર અને Amazon વચ્ચેના MoUની ટીકા કરી

CAITના પદાધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે બધી જ બાબતો વોટ બેન્કને આધારિત થઈ ગઈ છે તો વેપારીઓ પણ હવે પોતાની જાતને વોટ બેન્કમાં પરિવર્તિત કરવામાં જરાપણ ખચકાટ નહીં રાખે. અમે આ અભિયાન દ્વારા એ જાણવા માંગીએ છીએ કે વિદેશથી ફંડ પ્રાપ્ત કરતી ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા નાના વેપારીઓને પાયમાલ કરવાનું જે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે તે મામલે રાજકીય પાર્ટીઓ કેટલી સંવેદનશીલ છે.

આ પણ વાંચો, PNB આપી રહી છે આપની દીકરીને લખપતિ બનાવવાની તક, માત્ર 250 રૂપિયામાં ખોલાવો ખાતુંબીસી ભરતિયા અને પ્રવીણ ખંડેલવાલે વધુમાં જણાવ્યું કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશભરના વેપારી સંગઠનો દેશના વિવિધ રાજ્યોમાં એક હજારથી વધુ સ્થળોએ ધરણાનું આયોજન કરશે. આ ઉપરાંત, 23 સપ્ટેમ્બરે દરેક જિલ્લાના કલેક્ટરને વડાપ્રધાનના નામે એક મેમોરેન્ડમ આપવામાં આવશે. વિશેષમાં 30 સપ્ટેમ્બર સુધીમાં દરેક રાજ્યના મુખ્યમંત્રી, સાંસદો અને ધારાસભ્યોને મેમોરેન્ડમ આપવામાં આવશે. 10 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી વિદેશી કંપનીઓના પૂતળાને અલગ અલગ રાજ્યોમાં રાવણનું સ્વરૂપ આપીને દહન કરવામાં આવશે. એક મહિના સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન વેપારીઓ દેશના બજારોમાં વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ રેલીઓ કાઢીને સખત વિરોધ નોંધાવશે.
Published by: Mrunal Bhojak
First published: September 9, 2021, 2:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading