અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે Gold-Silverના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજના નવા ભાવ

News18 Gujarati
Updated: February 27, 2021, 8:30 PM IST
અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે Gold-Silverના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજના નવા ભાવ
પ્રતિકાત્ક તસવીર

કોરોના સંકટ સામે ચાલતું રસીકરણ અભિયાનની શરુઆત બાદથી સોનાના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. રસીકરણ બાદ આર્થિક ગતિવિધિઓમાં તેજી આવવાની શક્યતા છે.

  • Share this:
અમદાવાદઃ કોરોના સંકટ (corona pandemic) સામે ચાલતું રસીકરણ અભિયાનની (vaccination campaign) શરુઆત બાદથી સોનાના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. રસીકરણ બાદ આર્થિક ગતિવિધિઓમાં તેજી આવવાની શક્યતા છે. જેના પગલે ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) સતત ઘટાડો આવી રહ્યો છે. જોકે, અમદાવાદ ઝવેરી બજારમાં એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો (Silver Price today) અને 10 ગ્રામ સોનામાં 500 રૂપિયાનો (Gold-Silver Price today) નજીવો ઘટાડો નોંધાયો હતો.

અમદાવાદમાં ચાંદીના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 27 february 2021) આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 68,500 રૂપિયા અને ચાંદી રૂપું 68,300 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જો કે, શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનું તોતિંગ ગાબડું પડતા ચાંદી ચોરસા 69,000 રૂપિયા અને ચાંદી રૂપું 68,800 રૂપિયાની સપાટીએ પહોંચી હતી.

અમદાવાદમાં સોનાના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 27 february 2021) આજે શનિવારે 10 ગ્રામ સોનામાં પણ 500 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 47,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 47,600 રૂપિયાના ભાવે પહોંચ્યું હતું. જો કે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 48,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 48,100 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરત: 'હું જે હિસાબ આપું એ લઈ લેજે નહીં તો સોપારી આપીને મરાવી દઈશ', RTI કરનાર યુવકને મળી ધમકીઆ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

દિલ્હીમાં સોના ચાંદીના ભાવ
શનિવારે દિલ્હી સરાફા બજાર બંધ હોય છે જોકે, શુક્રવારે સોનાના ભાવમાં 342 રૂપિયા ઘટાડો થતાં સોનું 45,599 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં 2007 રૂપિયા ઘટતાં એક કિલો ચાંદી 67,419 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

આ પણ વાંચોઃ-આટલી પાતળી છે તો રાઈફલ કેવી રીતે સંભાળે છે', મહિલા પોલીસની છેડતી બાદ રોમિયોને પડ્યો મેથીપાક

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 11 કરોડની 28 વિઘા જમીન પચાવી પાડવાનો મામલો, વધુ એક આરોપી પ્રફુલ વ્યાસ ઝડપાયો

ઘટતા ભાવમાં સોનામાં રોકાણ નફાનો ધંધો
નિષ્ણાંતોનું માનવું છે કે કોરોના સંકટ સામે ચાલતું રસીકરણ અભિયાનની શરુઆત બાદથી સોનાના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. રસીકરણ બાદ આર્થિક ગતિવિધિઓમાં તેજી આવવાની શક્યતા છે.નિષ્ણાંતોનું માનવું છે કે સોનાની ઘટતી કિંમતો સમયે સોનામાં રોકાણ કરવું નફાનો ધંધો સાબિત થઈ શકે છે. દિલ્હી બુલિયન માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનું 10 હજાર રૂપિયા સસ્તું થઈ ચુક્યું છે. કોરોના સંકટમાં સોનું 55 હજાર રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું.
Published by: ankit patel
First published: February 27, 2021, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading