Petrol Price Today : ક્રૂડ ઓઇલની કિંમત $114 પર પહોંચી, પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે, જુઓ લેટેસ્ટ રેટ

News18 Gujarati
Updated: May 17, 2022, 7:37 AM IST
Petrol Price Today : ક્રૂડ ઓઇલની કિંમત $114 પર પહોંચી, પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે, જુઓ લેટેસ્ટ રેટ
Petrol Price will increase

અગાઉ માર્ચ-એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol-Diesel Rate) પ્રતિ લીટર 10.20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

  • Share this:
Today Petrol-Diesel Price : વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 114 ડોલર પર પહોંચી ગઈ છે, આ દરમિયાન સરકારી ઓઈલ કંપનીઓએ પણ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ (Petrol-Diesel New Price) ભાવ જાહેર કર્યા છે. બજાર વિશ્લેષકોનું માનવું છે કે જો ક્રૂડના ભાવમાં વધારો ચાલુ રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે. ઓઈલ કંપનીઓએ રવિવારે જ CNGના ભાવમાં વધારો કર્યો હતો, પરંતુ લગભગ 41 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા હતા.

અગાઉ માર્ચ-એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10.20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત હાલમાં પ્રતિ બેરલ 114 ડોલર છે અને જો તે આ ઊંચા સ્તરે રહેશે તો કંપનીઓ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું દબાણ પણ વધશે.

આ પણ વાંચો -બાળકના નામે ખોલાવો PPF Account અને 15 વર્ષ બાદ મેળવો 32 લાખ રૂપિયા, જાણો વિગત

ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ


દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

આ શહેરોમાં નવા ભાવ ચાલુ


- નોઈડામાં પેટ્રોલ 105.47 રૂપિયા અને ડીઝલ 97.03 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- લખનૌમાં પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 96.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- પટનામાં પેટ્રોલ 116.23 રૂપિયા અને ડીઝલ 101.06 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

આ પણ વાંચો -Adani Group Mega Deal : અદાણી ગ્રૂપની 10 બિલિયન ડોલરની મેગા ડીલ, જાણો કી ફેક્ટર્સ અને વિશ્લેષકોનો મત

દરરોજ સવારે 6 વાગ્યે નવા દર જાહેર કરવામાં આવે છે


પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા જોવા મળી રહ્યા છે.
Published by: Bhavyata Gadkari
First published: May 17, 2022, 7:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading