દેવામાં ડૂબેલી Air Indiaની કમાન TATA Groupને આ તારીખે સોંપી દેવાશે

News18 Gujarati
Updated: January 24, 2022, 10:46 PM IST
દેવામાં ડૂબેલી Air Indiaની કમાન TATA Groupને આ તારીખે સોંપી દેવાશે
એર ઈન્ડિયા વિમાનની તસવીર

Air India and tata news: સરકારે ગત વર્ષે 8 ઓક્ટોબરે ટાટા સન્સ કંપની (Tata Sons Company) દ્વારા કરવામાં આવેલી બિડને સ્વીકારીને સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા એર ઈન્ડિયાના અધિગ્રહણ Air India acquisition ને મંજૂરી આપી હતી.

  • Share this:
નવી દિલ્હીઃ એર ઈન્ડિયા (Air India) આ અઠવાડિયાના અંત સુધીમાં ટાટા ગ્રુપ (Tata group)ને સોંપવામાં આવી શકે છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી. સરકારે ગત વર્ષે 8 ઓક્ટોબરે ટાટા સન્સ કંપની દ્વારા કરવામાં આવેલી બિડને સ્વીકારીને સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા એર ઈન્ડિયાના અધિગ્રહણ Air India acquisition ને મંજૂરી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે એર ઈન્ડિયાને 27 જાન્યુઆરીએ ટાટા સમૂહને સોંપવામાં આવી શકે છે.

એર ઈન્ડિયાની સાથે તેની સસ્તી એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસનો 100 ટકા હિસ્સો પણ વેચવામાં આવશે. આ સાથે તેની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATSનો 50 ટકા હિસ્સો ટાટા ગ્રુપને આપવામાં આવશે. ત્યાં જ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ સંપાદન સંબંધિત ઔપચારિકતા ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જોકે પાછળથી તેમાં મોડું થયું હતું.

અધિકારીઓએ સોમવારે કહ્યું હતું કે આ સોદા અંગેની બાકીની ઔપચારિકતાઓ આગામી થોડા દિવસોમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને આ અઠવાડિયાના અંત સુધીમાં એરલાઇન ટાટા સમૂહનેને સોંપવામાં આવશે. સરકારે 25 ઓક્ટોબરે 18,000 કરોડ રૂપિયામાં એર ઈન્ડિયાના વેચાણ માટે ટાટા સન્સ સાથે ખરીદી કરાર કર્યો હતો. ટાટા આ સોદાના બદલામાં સરકારને રૂ. 2,700 કરોડ રોકડ આપશે અને એરલાઇન પર બાકી રૂ. 15,300 કરોડના દેવાને પોતાના માથે લઇ ચૂકવણી કરશે.

જણાવી દઇએ કે, વર્ષ 2007-08માં ઈન્ડિયન એરલાઈન્સ સાથે મર્જર થયા બાદ એર ઈન્ડિયા સતત ખોટમાં ચાલી રહી હતી. 31 ઓગસ્ટના રોજ તેની પાસે કુલ રૂ. 61,562 કરોડનું બાકી હતું.

આ પણ વાંચોઃ-Multibagger penny stock: આ શેરમાં રોકેલા રૂ.10 હજાર ત્રણ મહિનામાં થઈ ગયા અધધધ.. રૂ. 25 લાખ

જમશેદજી ટાટાએ એરલાઇન શરૂ કરીઉલ્લેખનિય છે કે, ટાટા ગ્રુપના સ્થાપક જમસેતજી ટાટાએ 2 લાખ રૂપિયાના રોકાણ સાથે વર્ષ 1932 માં એર ઈન્ડિયાની શરૂઆત કરી હતી. તે સમયે કંપનીનું નામ ટાટા એરલાઇન્સ હતું. આ એરલાઇને તેની પ્રથમ ફ્લાઇટ વર્ષ 1932માં કરાચી-મુંબઈ વચ્ચે ઉડાણ ભરી હતી. કંપનીએ તેનો માસ્કોટ મહારાજા બનાવ્યો અને વર્ષ 1946 માં આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-ટ્વીટર ઉપર Amazon Insult National Flag ટ્રેન્ડમાં, આ રહ્યું કારણ

જોકે વર્ષ 1953માં જવાહરલાલ નહેરુની તત્કાલીન સરકારે એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. જેઆરડી ટાટાએ આની સામે જોરદાર કાનૂની લડાઈ લડી પરંતુ તે કેસ જીતી શક્યા નહીં. ત્યારથી આ એરલાઈન સરકારનો ભાગ બની અને બાજમાં તેનું નામ બદલીને એર ઈન્ડિયા કરવામાં આવ્યું હતું.
Published by: ankit patel
First published: January 24, 2022, 10:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading