ઘરમાં ન રાખો ભારતીય ચલણ, ફરી નોંધબંધી થઈ તો અમારી જવાબદારી નહિઃ ભુતાન

News18 Gujarati
Updated: June 20, 2018, 5:44 PM IST
ઘરમાં ન રાખો ભારતીય ચલણ, ફરી નોંધબંધી થઈ તો અમારી જવાબદારી નહિઃ ભુતાન

  • Share this:
ભુતાને ભારતીય ચલણને ઘરમાં રાખવાને લઈ પોતાના નાગરિકોને સાવધાન કરી દીધા છે. દેશની કેન્દ્રીય બેંક રોયલ મોનિટરી ઓથોરિટીએ સૂચના આપી છે કે જનતા ભારતીય ચલણને પોતાના ઘરમાં ન રાખે. બેંકે કહ્યું છે કે ફરી નોટબંધી થઈ તો તેમની જવાબદારી રહેશે નહિ.

ભુતાનની કેન્દ્રીય બેંકે સૂચના આપી છે કે લોકો ભારતીય ચલણને પોતાની પાસે ન રાખી એને બૅન્કોમાં જ જમા કરે. ભારતીય ચલણને લઈ મંગળવારે ભુતાનની કેન્દ્ર બેંક દ્વારા એડવાઇઝરી રજૂ કરવામાં આવી છે.

એમાં જણાવાયું છે કે ભારત તરફથી 500 રૂપિયાની નવી નોટના રૂ.25 હજારથી વધુ પોતાની પાસે ન રાખે. એડવાઇઝરીમાં જણાવ્યા મુજબ, 11 જૂનથી આ નવો નિયમો લાગુ થઈ ગયો છે. એના સિવાય બંધ થયેલી 500 રૂપિયાની નોટને લઈને પણ સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે.

કેન્દ્રીય બેંક રોયલ મોનિટરી ઓથોરિટીએ પોતાના નાગરિકોને 500 રૂપિયાની નકલી નોટ્સથી સાવચેત રહેવાની સૂચના આપી છે. તેણે કહ્યું હતું કે જ્યારે પણ 500 રૂપિયાની નોટ સ્વીકાર કરવામાં આવે ત્યારે નકલી નોટ્સને લઈ સાવધાની રાખવી જોઈએ.

ભુતાનની ન્યૂઝ એજન્સી મુજબ, કેન્દ્રીય બેન્કના ડેપ્યુટી ગવર્નર ફજો દોર્જીએ જણાવ્યું હતું કે 25 હજારની મહત્તમ સીમા ભારતના ચલણમાં સામેલ નકલી નોટ્સને ધ્યાનમાં રાખીને જ  નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આપણા દેશની સીમા ભારત સાથે અડીને આવેલી છે. આવામાં એવી પણ શક્યતા છે કે નકલી નોટ્સ ભારતથી ભુતાનમાં પહોંચી જાય.

તમને જણાવી દઈએ કે ભારત સરકારે નવેમ્બર, 2016માં નોટબંધીની જાહેરાત કરી હતી. આ દરમિયાન 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવામાં આવી હતી. આની અસર ભુતાન અને નેપાળ જેવા દેશોમાં પણ જોવા મળી હતી. અહીં ભારતીય ચલણનો મોટે પાયે ઉપયોગ કરવામાં આવે છે. ભુતાન સરકારે 500ની અને 2000ની નવી નોટ્સ ઘરમાં રાખવાને બદલે  બેંકમાં જમા રાખવાની સૂચના આપવામાં આવી છે.  નકલી નોટ્સ અને ફરી નોટબંધીની આશંકાએ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Published by: Sanjay Joshi
First published: June 20, 2018, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading