શું Goldમાં રોકાણ કરવાનો હાલ યોગ્ય સમય? કે હજુ થોડી રાહ જોવી જોઈએ? 10,000 રૂપિયા સસ્તું થયું, શું કહે છે એક્સપર્ટ?

News18 Gujarati
Updated: September 25, 2021, 7:53 PM IST
શું Goldમાં રોકાણ કરવાનો હાલ યોગ્ય સમય? કે હજુ થોડી રાહ જોવી જોઈએ? 10,000 રૂપિયા સસ્તું થયું, શું કહે છે એક્સપર્ટ?
શું Goldમાં રોકાણ કરવાનો હાલ યોગ્ય સમય?

સોનું ખરીદવાનું (Gold price) વિચારી રહ્યા છો, તો તમારા માટે આ શ્રેષ્ઠ તક છે. આનું કારણ એ છે કે, હાલમાં સોનું રેકોર્ડ ઊંચાઈ કરતાં 10,000 રૂપિયા (Gold rates) સસ્તું મળી રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી : જો તમે સોનું ખરીદવાનું (Gold price) વિચારી રહ્યા છો, તો તમારા માટે આ શ્રેષ્ઠ તક છે. આનું કારણ એ છે કે, હાલમાં સોનું રેકોર્ડ ઊંચાઈ કરતાં 10,000 રૂપિયા (Gold rates) સસ્તું મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે સોનાની કિંમત હજુ નીચે જઈ શકે છે.

આ ઉપરાંત, યુએસ ફેડની અપેક્ષા આગળ દરો વધારવાના સંકેતો, મજબૂત ડોલર અને ચીનની Evergrande કટોકટીને ટાળવા સહિત ઘણા ટ્રિગર્સ છે, જે સોના પર દબાણ લાવી રહ્યા છે. શું સોનું ખરીદવાનો આ યોગ્ય સમય છે અથવા થોડી હજુ રાહ જોવી જોઈએ, અહીં જાણો.

સોનામાં રોકાણ કરવાની તક

તહેવારોની સિઝનમાં સોનામાં મોટો ઘટાડો થયો છે. સોનું 6 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયું છે. કોમેક્સ પર સોનાની કિંમત $ 1750 ના સ્તરની નજીક છે, જ્યારે તે MCX પર 46,000 ના સ્તર પર વેપાર કરી રહી છે. SPDR ગોલ્ડ ETF હોલ્ડિંગમાં 8.1 ટનનો ઘટાડો થયો છે. ગુરુવારે, હોલ્ડિંગ 0.8% ઘટીને 992.65 ટન હતું. સોનાની કિંમત રેકોર્ડ ઊંચાઈથી 20%ની નીચે પહોંચી ગઈ છે. 7 ઓગસ્ટ 2020 ના રોજ 56191નો વિક્રમ સર્જાયો હતો

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

તમને જણાવી દઈએ કે, જો તમે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી, પરંતુ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.1 વર્ષમાં 10,000 સસ્તું થયું સોનું

જો આપણે 1 વર્ષમાં સોનાની હિલચાલ પર નજર કરીએ તો, ઓગસ્ટ 2020માં સોનાની કિંમત 56,191 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જ્યારે સપ્ટેમ્બર 2021માં સોનાની કિંમત 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

આ પણ વાંચો - Sensexએ આ વર્ષે 10,000 પોઈન્ટની લગાવી છલાંગ, આ રહ્યા 10 કમાણી કરનારા Share, શું તમારી પાસે છે?

સોનામાં ઘટાડાનું મુખ્ય કારણ

સોનામાં ઘટાડાનું મુખ્ય કારણ એ પણ છે કે, ડોલર ઇન્ડેક્સ એક મહિનાની ઊંચાઈ સપાટીએ પહોંચી ગયો છે. ફેડ અપેક્ષા કરતા વહેલા દરો વધારવાના સંકેત આપ્યા છે. ફેડ 2022ના મધ્ય સુધીમાં પેકેજ સમાપ્ત કરી શકે છે. રસીકરણમાં તેજી છે, અર્થતંત્રમાં રિકવરી પ્રાપ્તિના સંકેતો દેખાઈ રહ્યા છે. દરમિયાન, ચીનની Evergrande કટોકટી ટળવાથી તેના પર પણ દબાણ આવ્યું છે.
Published by: kiran mehta
First published: September 25, 2021, 7:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading