શું 4-ડે વર્કિંગ વીકથી કંપનીઓની આવકમાં વધારો થઈ રહ્યો છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
News18 Gujarati Updated: December 3, 2022, 5:00 PM IST
4-ડે વર્કિંગ વીકથી કંપનીને ગજબનો ફાયદો
રિસર્ચમાં સામે આવ્યુ કે, નવા વર્કિંગ વીકમાં કર્મચારીઓની ઉત્પાદકતા વધી, અવકાશ ઘટ્યો અને કંપનીઓના ટર્નઓવરમાં પણ વધારો થયો છે. સાથે જ જે કર્મચારીઓ આ નવી પદ્ધતિ હેઠળ કામ કરી રહ્યા હતા, તેમને ઘરેથી કામ કરવાની જગ્યાએ ઓફિસમાં વધારે રસ દાખવ્યો. કંપનીઓએ આ નવા પ્રયોગને 10માંથી 9 અંક આપ્યા.
નવી દિલ્હીઃ સપ્તાહમાં 4 દિવસ કામ અને 3 દિવસ રજાના ફોર્મુલા પર પૂરી દુનિયામાં વિવાદ શરૂ થઈ ગયો છે. હાલમાં જ 4-ડે વર્કિંગ પર કરવામાં આવેલી રિસર્સના પરિણામ આવ્યા, જેણે સૌનો ચોંકાવી દીધા છે. આમાં જણાવવામાં આવ્યુ છે કે, કંપનીઓ સપ્તાહમાં 4 વર્કિંગ ડે રાખે તો તેમની કમાણી વધી શકે છે. આથી કર્મચારીઓની ઉત્પાદકતા પણ વધી શકે અને તેઓ વધારે મન લગાવીને કામ કરી શકે. રિસર્ચમાં વર્ક ફ્રોમ હોમ પછી કર્મચારીઓને પાછા ઓફિસ બોલવવાની સમસ્યાનો પણ ઉકેલ આવ્યો છે.
આ 4-ડે વર્કિંગ વીકને લઈને પહેલા આટલી ઊંચા સ્તરની રિસર્ચ છે. આમાં 33 કંપનીઓએ ભાગ લીધો અને તેના પરિણામ મંગળવારે સામે આવ્યા હતા. રિસર્ચમાં સામે આવ્યુ કે, નવા વર્કિંગ વીકમાં કર્મચારીઓની ઉત્પાદકતા વધી, અવકાશ ઘટ્યો અને કંપનીઓના ટર્નઓવરમાં પણ વધારો થયો છે. સાથે જ જે કર્મચારીઓ આ નવી પદ્ધતિ હેઠળ કામ કરી રહ્યા હતા, તેમને ઘરેથી કામ કરવાની જગ્યાએ ઓફિસમાં વધારે રસ દાખવ્યો. કંપનીઓએ આ નવા પ્રયોગને 10માંથી 9 અંક આપ્યા.
આ પણ વાંચોઃ આ ત્રણ શેર ટૂંકાગાળામાં જ આપી શકે 20% વળતર, બ્રોકરેજ હાઉસે આપી ખરીદીની સલાહ2-ડે વીકેંડ થયુ જૂનું
આ રિસર્ચની મુખ્ય શોધકર્તા જૂલિયટ શોરે કહ્યુ કે, હવે 2-ડે વીકેંડથી લોકોનું કામ ચાલી રહ્યુ નથી. તેમણે કહ્યુ કે, ‘ઘણા દેશોમાં 1938માં બનેલું વર્ક વીક જ ચાલી રહ્યુ છે અને તે વર્તમાન સમયના જીવનધોરણ સાથે સેટ નથી થઈ રહ્યુ. જે લોકો રોજગાર કરી રહ્યા છે, તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા તે બહુ જ જરૂરી છે કે, વર્ક લીકના જૂના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવે.’ જૂલિયટ શોર બોસ્ટન કોલેજમાં અર્થશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી છે.
આ પણ વાંચોઃ Serum Institute ભારતની સૌથી મૂલ્યવાન અનલિસ્ટેડ કંપની, અન્ય કંપનીમાં ઓયો, સ્વિગી પણ સામેલક્યાં-ક્યાં થયું ટ્રાયલ
આ દિશામાં હજુ ઘણી શોધ થવાની બાકી છે અને સંશોધન શ્રેણીના પ્રારંભિક પરિણામોને આધારે નવો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. તેને ન્યૂઝીલેન્ડની એક ન્યૂઝ એજન્સી દ્વારા સંચાલિક કરવામાં આવી રહ્યો છે. આ 6 મહિનાનો પાયલટ પ્રોજેક્ટ છે. યૂએસ અને કેનેડામાં ગત મહિને ટ્રાયલ શરૂ કરવામાં આવ્યુ છે. જ્યારે, દક્ષિણ કોરિયા અને યૂરોપિયન કંપનીઓમાં આગામી ફેબ્રુઆરીથી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. જેમ-જેમ શોધ આગળ વધશે અને સંશોધકો તેમના ડેટાને અનુકૂલિત કરશે અને જોશે કે આ કંપનીઓ માટે કેવી રીતે કામ કરે છે. શરૂઆતી ડેટા અમેરિકા, આયરલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં લેવામાં આવ્યો છે. આમાં 969 કર્મચારીઓ સામેલ હતા. 10 મહિના સુધી તેમના કામ કરવાના દિવસો ઘટાડવામાં આવ્યા અને પગારમાં કોઈ પણ કાપ કરવામાં આવ્યો નહિ.
કંપનીઓની પ્રતિક્રિયા
કર્મચારીઓ માટે એક નવો વર્કિંગ વીક સારો લાગે છે, પરંતુ શું કંપનીઓ રાજી થશે. તેનો જવાબ પણ રિસર્ચમાં મળ્યો છે. ટ્રાયલ દરમિયાન કંપનીઓની આવકમાં 8 ટકાનો વધારો થયો છે. જ્યારે, ગત વર્ષના સમાન સમય પ્રમાણે આમાં 38 ટકાનો વધારો જોવા મળ્યો. કંપનીઓએ આ ટ્રાયલને 10માંથી સરેરાશ 7.5 અંક આપ્યા છે, જે ટ્રાયલ પર કંપનીઓનો સકારાત્મક પ્રભાવ દર્શાવે છે. કર્મચારીઓની ગેર હાજરીમાં પણ ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત રાજીનામાની સંખ્યા પણ ઘટી ગઈ છે. જ્યારે નવી ભરતીઓ પણ વધી છે. ક્રાઉડફંડિંગ કંપની કિક સ્ટાર્ટઅરના સીટીઓ જોન લેજેન્ડએ કહ્યુ કે, કર્મચારીઓની કામ કરવાની પ્રતિબદ્ધતા પણ આટલી વધારે જોવા મળી ન હતી. તેમણે કહ્યુ કે,કંપનીએ સપ્ટેમ્બરમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને હવે સ્થાયી રૂપથી 4-ડે વર્કિંગ વીકને અપનાવવામાં આવ્યુ છે.
Published by:
Sahil Vaniya
First published:
December 3, 2022, 5:00 PM IST