Electronics Mart IPO: ઈલેક્ટ્રોનિક્સ માર્ટે તેના IPO માટે નક્કી કરી રૂ. 56થી 59ની પ્રાઇસ બેન્ડ, જાણો લિસ્ટિંગ સહિતની ડિટેલ્સ


Updated: October 3, 2022, 3:54 PM IST
Electronics Mart IPO: ઈલેક્ટ્રોનિક્સ માર્ટે તેના IPO માટે નક્કી કરી રૂ. 56થી 59ની પ્રાઇસ બેન્ડ, જાણો લિસ્ટિંગ સહિતની ડિટેલ્સ
Electronics Martએ તેના IPO માટે નક્કી કરી રૂ. 56થી 59ની પ્રાઇસ બેન્ડ, જાણો લિસ્ટિંગ સહિતની ડિટેલ્સ

Electronics Mart IPO: ઈલેક્ટ્રોનિક્સ માર્ટનો પબ્લિક ઈશ્યુ સબ્સ્ક્રિપ્શન માટે 4 ઓક્ટોબરના દિવસે ખુલશે અને 7 ઓક્ટોબરના દિવસે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ 3 ઓક્ટોબરના દિવસે બિડ જમા કરી શકશે. આ આઈપીઓનું અલોટમેન્ટ 12 ઓક્ટોબરે અને 14 ઓક્ટોબરે તેના શેર ક્રેડિટ થઈ જશે.

  • Share this:
Electronics Mart IPO: કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ રિટેલ ચેઈન ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયા લિમિટેડના IPO માટેની પ્રાઇસ બેન્ડ રૂ.56થી 59 નક્કી કરવામાં આવી છે. કંપનીએ અગાઉ જણાવેલ છે કે, પબ્લિક ઈશ્યૂ સબસ્ક્રિપ્શન માટે 4 ઓક્ટોબરના રોજ IPO ખુલશે અને 7 ઓક્ટોબરના રોજ બંધ થશે. ભારતીય અને વિદેશી બંને 70 બ્રાન્ડ્સમાં ફેલાયેલી ગ્રાહક ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં 6,000થી વધુ સ્ટૉક કીપિંગ યુનિટ્સ (એસકેયુ) પર સ્ટૅક કરે છે.

જેમાં એંકર રોકાણકાર 3 ઓક્ટોબરના રોજ બિડ જમા કરી શકશે. એલોટમેન્ટ 12 ઓક્ટોબરના રોજ અને 14 ઓક્ટોબરના રોજ શેર ક્રેડિટ થઈ જશે. આ શેર 17 ઓક્ટોબરના રોજ બજારમાં લિસ્ટ થઈ જશે.

આ પણ વાંચોઃ વડોદરા રાજપરિવારની આ કંપનીએ શેરબજારમાં ધમાલ મચાવી, 4 મહિનામાં રુ.1 લાખને 45 લાખ કરી આપ્યા

કંપની રૂ. 500 કરોડના શેર જાહેર કરશે


આ ઈશ્યૂ હેઠળ ઈલેક્ટ્રોનિક્સ માર્ટ IPO રોકાણકારોને રૂ. 500 કરોડના ઈક્વિટી શેર જાહેર કરશે. આ શેરથી જે પણ રકમ એકત્ર કરવામાં આવશે, તેમાંથી રૂ. 111.44 કરોડનો ઉપયોગ મૂડી ખર્ચમાં, રૂ. 220 કરોડનો ઉપયોગ વર્કિંગ કેપિટલની જરૂરિયાતમાં, રૂ. 55 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. ઓગસ્ટ 2022 સુધી કંપનીની વર્કિંગ કેપિટલ ફેસિલિટીઝ રૂ. 919.58 કરોડ હતી અને જૂન 2022 સુધી નેટવર્થ રૂ. 446.54 કરોડ હતી. ઈશ્યૂ માટે લીડ મેનેજર આનંદ રાઠી એડવાઈઝર, IIFL સિક્યોરિટીઝ અને જે.એમ. ફાઈનાન્શિયલ છે.

આ પણ વાંચોઃ Expert Views: ટૂંકાગાળામાં કમાણી માટે નિષ્ણાતે કહ્યું આ બે શેરમાં દાવ રમો, ચાન્સ વધી જશે

કંપની પાસે શું છે નાણાંકીય વ્યવસ્થા?


ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના 1990 વર્ષમાં પવન બજાજ અને કરણ બજાજ દ્વારા કરવામાં આવી હતી. 36 શહેર અને નગરમાં 112 કંપનીના સ્ટોર છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને NCRમાં કંપનીના સૌથી વધુ સ્ટોર છે. કંપનીની નાણાંકીય વ્યવસ્થા વિશે વાત કરવામાં આવે તો ગત નાણાંકીય વર્ષ 2021-22માં ઓપરેશનથી રૂ. 4,349.32 કરોડની રેવન્યૂ પ્રાપ્ત થઈ હતી. નાણાંકીય વર્ષ 2020-21માં રૂ. 3,201.88 કરોડ રેવન્યૂ હતી. આ સમયગાળા દરમિયાન નેટ પ્રોફિટ રૂ. 104.89થી ઘટીને રૂ. 40.65 કરોડ થયો હતો.

આ પણ વાંચોઃ દશેરા, દિવાળી સમયે શરું કરો સુપરહિટ બિઝનેસ, જલ્દી બનાવી શકે લખપતિ

બજાજ ઇલેક્ટ્રોનિક્સની સામાન્ય બ્રાન્ડ ઉપરાંત કંપનીએ બે વિશિષ્ટ રિટેલ બ્રાન્ડ્સ પણ બનાવી છે. કંપની એર કંડીશનર, ટેલિવિઝન, વૉશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, રેફ્રિજરેટર વગેરે જેવા ગ્રાહક પ્રોડક્ટ્સનું સંપૂર્ણ પ્લેટર પ્રદાન કરે છે. એપ્લિકેશન માટે ન્યૂનતમ લૉટ સાઇઝ 254 શેર છે. આમ રિટેલ શેર ઓછામાં ઓછા 1 લોટ 254 શેર માટે અને મહત્તમ 13 લોટ્સ સુધી અરજી કરી શકે છે, જેમાં 3,302 શેર શામેલ છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: October 3, 2022, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading