પીએફ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લીધા છે! તો પણ વ્યાજના રૂપિયા મળશે, જાણો શું કહે છે નવા નિયમો

News18 Gujarati
Updated: December 3, 2022, 12:42 PM IST
પીએફ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લીધા છે! તો પણ વ્યાજના રૂપિયા મળશે, જાણો શું કહે છે નવા નિયમો
પીએફ એકાઉન્ટમાં જમા થયેલ રકમ પર કેન્દ્ર સરકાર દર વર્ષે વ્યાજ આપતી હોય છે. સરકાર હાલમાં 8.1% ના દરથી વ્યાજ આપી રહી છે.

જે કર્મચારીઓ પોતાના પીએફ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લે છે અને એકાઉન્ટનો ઉપયોગ નથી કરતા તેઓને વ્યાજ મળવા પાત્ર રહેતું નથી. આ સિવાય રિટાયરમેન્ટ પછી પણ વ્યાજ ચુકવવામાં આવતું નથી.

  • Share this:
EPFO deactivate account: દેશના નોકરી કરતા લોકો માટે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ એક સેવિંગ સ્કીમ છે. તેનું સંચાલન 'એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન' દ્વારા કરવામાં આવે છે. આ યોજનાથી કરોડો લોકો જોડાયેલા છે જેઓ દર મહિને ચોક્કસ રકમ આ ફંડમાં જમા કરી રહ્યા છે. પીએફ એકાઉન્ટમાં જમા થયેલ રકમ પર કેન્દ્ર સરકાર દર વર્ષે વ્યાજ આપતી હોય છે. સરકાર હાલમાં 8.1% ના દરથી વ્યાજ આપી રહી છે.

આ પણ વાંચો:Multibaggers Of Nov 2022: આ 9 કંપનીઓએ ભરી સરકારી તિજોરી, શું તમારી પાસે છે તેના શેર્સ?

જે લોકોનું ખાતું એક્ટિવ હોય તેઓને જ તેના પર વ્યાજ આપવામાં આવે છે. પરંતુ એ વાત બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે કે તમારું ઈપીએફ એકાઉન્ટ ડીએક્ટિવેટ થઇ ગયા બાદ પણ તેના પર વ્યાજ મળે છે. અહીંયા અમે તમને જણાવીશું કે ક્યાં ડિએક્ટિવેટ એકાઉન્ટ પર સરકાર વ્યાજ આપી રહી છે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં રૂપિયા ડબલની ગેરેન્ટી, તો બીજે રોકાણ શા માટે કરવું?

કઈ રીતે મેનેજ થાય છે એકાઉન્ટ


આ એકાઉન્ટ એ લોકો માટે ખોલવામાં આવે છે કે જેઓ કોઈ સંસ્થામાં નોકરી કરી રહ્યા હોય. પીએફ એકાઉન્ટમાં કર્મચારી અને કંપની બંન્ને દ્વારા સરખું યોગદાન આપવામાં આવે છે. એમાં જે કઈ રૂપિયા જમા થાય છે તેના પર સરકાર વ્યાજ આપે છે. તમને જણાવી દઈએ કે જરૂરીના સમયે તમે કોઈ પણ સમયે આ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી શકો છો.પરંતુ જો તમે આ રૂપિયાને અધવચ્ચેથી નથી ઉપાડતા તો રિટાયર્મેન્ટના સમયે તમને સારી એવી રકમ મળે છે.આ પણ વાંચોઃ પરંપરાગત ખેતીમાં પણ લાખોની કમાણી, બસ આ ગુજરાતી યુવકની જેમ થોડું હટકે કરો

 વ્યાજ ન મળવાનું કારણ


જે કર્મચારી તેના એકાઉન્ટમાંથી પુરેપુરા રૂપિયા ઉપાડી લે છે અને એકાઉન્ટનો ઉપયોગ નથી કરતા તેઓને વ્યાજના રકમની ચુકવણી કરવામાં આવતી નથી. આ સિવાય પીએફ એકાઉન્ટનો સમય પૂર્ણ થયા પછી પણ વ્યાજ મળતું નથી. તેમજ ખાતા ધારકની ઉંમર 58 વર્ષ થઇ જવાથી વ્યાજ મળતું નથી.


બંધ ખાતા પર વ્યાજના નિયમ


જે લોકો નિયમિત રીતે પીએફ ખાતાનો ઉપયોગ કરીને રૂપિયા જમા કરે છે તેઓને વ્યાજ આપવામાં આવે છે. વર્ષ 2013 માં એક નિર્ણય લેવાયો કે જો કોઈ કર્મચારી 3 વર્ષ માટે પીએફ નથી ભરતા તો તેઓના વ્યાજના રૂપિયા રોકી દેવામાં આવશે. પણ આ નિર્ણયને સરકારે 2016 માં રદ કર્યો હતો. પરંતુ હવે બંધ ખાતા પર વ્યાજ નહિ આપવા માટેની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. તેથી હવે ચાલુ કે બંધ બંને ખાતા પર વ્યાજ આપવામાં આવશે.
Published by: Darshit Gangadia
First published: December 3, 2022, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading