ખુશખબર! હવે સસ્તામાં ભરાવો પેટ્રોલ-ડીઝલ, મળશે 150 રૂપિયાનું કેશબેક, આ રીતે કરો પેમેન્ટ

News18 Gujarati
Updated: July 22, 2021, 12:07 PM IST
ખુશખબર! હવે સસ્તામાં ભરાવો પેટ્રોલ-ડીઝલ, મળશે 150 રૂપિયાનું કેશબેક, આ રીતે કરો પેમેન્ટ
પ્રતિકાત્મક તસવીર

Cashback on Petrol: 30 સપ્ટેમ્બર સુધી પેટ્રોલ ભરાવવા પર 150 રૂપિયા સુધી કેશબેક મળી શકે છે, જાણો શું છે ઓફર

  • Share this:
નવી દિલ્હી. દેશભરમાં પેટ્રોલની વધતી કિંમતો (Petrol Price Hike)થી તમામ લોકો પરેશાન છે, પરંતુ હવે આપના માટે ખુશખબર છે. હવે પેટ્રોલ ભરાવશો તો આપને કેશબેક (Cashback on petrol)ની સુવિધા મળશે. નોંધનીય છે કે, PhonePe પોતાના ગ્રાહકો માટે એક ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. જેમાં આપને પેટ્રોલ ભરાવવા પર કેશબેક મળશે. ઈન્ડિયન ઓઇલ (Indian Oil), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (Hindustan Petroleum) અને ભારત ગેસ (Bharat Gas) પોતાના ગ્રાહકો માટે આ ઓફર લઈને આવ્યું છે. આવો જાણીએ કેટલા રૂપિયાનું કેશબેક મળશે...

તેમાં આપને 0.75 ટકા કેશબેક આપવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને એક ટ્રાન્ઝેક્શન પર મહત્તમ 45 રૂપિયાનું કેશબેક મળી શકે છે. બીજી તરફ, એક મહિનામાં આપને મહત્તમ 150 રૂપિયાનું કેશબેક મળશે.

આ પણ વાંચો, જો તમારા ફોનમાં આ 10 હરકતો જોવા મળે તો સમજી લો કે હેક થઈ ગયો છે તમારો સ્માર્ટફોન!

ક્યાં શું ઓફર વેલિડ છે? - નોંધનીય છે કે, આ ઓફર 1 જાન્યુઆરી, 2021થી લઈને 30 સપ્ટેમ્બર, 2021 સુધી વેલિડ છે. તમે 30 સપ્ટેમ્બર સુધી પેટ્રોલ ભરાવવા પર 150 રૂપિયા સુધી કેશબેક મળી શકે છે.

પ્રતિ ટ્રાન્ઝેક્શન મળશે મહત્તમ 45 રૂપિયાનો ફાયદો
નોંધનીય છે કે, પ્રતિ ટ્રાન્ઝેક્શન આપને મહત્તમ 45 રૂપિયા સુધીનું કેશબેક મળશે. તમે તેને ઓફર અવધિમાં અસંખ્ય વાર (પ્રતિ યૂઝર, પ્રતિ ડિવાઇસ) ઉપયોગ કરી શકો છો. કેશબેક આપને ફોનપે ગિફ્ટ વાઉચરના રૂપમાં મળશે. તે 24 કલાકમાં આપના વોલેટમાં આવી જશે. તેનો ઉપયોગથ તમે રિચાર્જ કે બિલ ચૂકવણીમાં કરી શકો છો. ખાસ વાત એ છે કે તમે ફોનપે વોલેટમાં જમા પૈસા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે આ એપથી લિંક યૂપીઆઇ એકાઉન્ટથી પેમેન્ટ કરી શકો છો.

આ પણ વાંચો, Gold Price Today: આજે સસ્તું થયું સોનું, રેકોર્ડ લેવલથી 8530 રૂપિયા આવ્યું નીચે, ફટાફટ જાણો આજના રેટ્સ

Phonepeથી કેવી રીતે કરશો પેટ્રોલ પંપ પર પેમેન્ટ?

તમે Indian Oil કે Hindustan Petroleum (HP) અથવા તો ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પંપ પર લાગેલા PhonePeના ક્વિક રિસ્પોન્સ કોડને સ્કેન કરી પેમેન્ટ કરી શકો છો. જ્યાં સ્કેનની સુવિધા નથી, ત્યાં પેટ્રોલ પંપ તરફથી આપને એપ પર નિર્ધારિત રકમનું પેમેન્ટ રિક્વેસ્ટ આવશે, જેને તમે અપ્રૂવ કરી પેમેન્ટ કરી શકો છો.
Published by: Mrunal Bhojak
First published: July 22, 2021, 12:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading