Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો, શું ખરીદવાનો યોગ્ય સમય?

News18 Gujarati
Updated: June 23, 2022, 10:25 AM IST
Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો, શું ખરીદવાનો યોગ્ય સમય?
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે.

  • Share this:
સોનાના ભાવમાં (Gold Price) આજે ઘટાડો નોંધાયો છે. આજે સવારે 10 વાગ્યે MCX પર, સોનાનો વાયદો 0.27 ટકા ઘટીને રૂ. 50,767 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો વાયદા ભાવ 0.70ટકા ઘટીને રૂ. 60, 225 પ્રતિ કિલોગ્રામ થયો. જો ગઇકાલની વાત કરીએ તો સવારે સોનાનો વાયદા ભાવ રૂ. 50,598 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ ચાંદીનો વાયદા ભાવ રૂ. 60,477 પ્રતિ કિલોગ્રામ હતો.

અમદાવાદ અને સુરતમાં આજે સોનાનો ભાવ




  • 22 કેરેટ સોનાનો આજનો ભાવ


Gram                   22 Carat Gold Today1 Gram               ₹4,768

8 Gram               ₹38,144

10 Gram            ₹47,680

100 Gram         ₹4,76,800

  • 24 કેરેટ સોનાનો આજનો ભાવ


Gram                   24 Carat Gold Today

1 Gram               ₹5,207

8 Gram               ₹41,656

10 Gram            ₹52,070

100 Gram        ₹5,20,700

આ પણ વાંચો -લીલા નિશાન સાથે ખુલ્યુ શેરબજાર, જાણો આજે કેવો રહેશે બજારનો મૂડ

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

આ પણ વાંચો -ક્રૂડ ઓઇલ એક જ અઠવાડિયામાં 10 ટકા સસ્તુ થયું, જાણો પેટ્રોલ-ડીઝલની કિંમતો પર શું અસર થઇ

સોનાની શુદ્ધતાના માપદંડ


24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
Published by: Bhavyata Gadkari
First published: June 23, 2022, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading