Gold Silver Price Today: સોનાના ભાવમાં ઘટાડો, 8750 રૂપિયા સસ્તું મળી રહ્યું છે ગોલ્ડ, જાણો લેટેસ્ટ રેટ્સ

News18 Gujarati
Updated: August 4, 2021, 10:48 AM IST
Gold Silver Price Today: સોનાના ભાવમાં ઘટાડો, 8750 રૂપિયા સસ્તું મળી રહ્યું છે ગોલ્ડ, જાણો લેટેસ્ટ રેટ્સ
Gold Silver Price Today: સોનામાં સામાન્ય ઘટાડો તો ચાંદીના તેજી જોવા મળી, જાણો બુધવારના ભાવ

Gold Silver Price Today: સોનામાં સામાન્ય ઘટાડો તો ચાંદીના તેજી જોવા મળી, જાણો બુધવારના ભાવ

  • Share this:
Gold Silver Price 4 August 2021: સોનાની ખરીદી (Investment in Gold) કરનારા લોકો માટે સારા સમાચાર છે. સોનાની કિંમતો સતત ઘટી રહી છે. બુધવારે વાયદા બજારમાં નબળાઈનું વલણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું વાયદો 47,935 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદી 0.34 ટકા વધીને 68,145 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. સોનામાં ભાવ ઘટતા ગયા વર્ષની સર્વોચ્ચ કિંમતથી તે 8750 રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે.

સોનાના ભાવ (Gold Price Today)માં બુધવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, બુધવારે 22 કેરેટ ગોલ્ડ (22 Carat Gold Rate)નો ભાવ ઘટીને 46,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.  24 કેરેટ ગોલ્ડના ભાવ (24 Carat Gold Rate)માં પણ ઘટાડો નોંધાતા તે 47,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. તો બીજી તરફ, ચાંદીના ભાવ (Silver Price Today)માં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ 4 ઓગસ્ટે સિલ્વરનો ભાવ 67,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 47,480 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 49,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 46,630 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

આ પણ વાંચો, Petrol Diesel Price Today: સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો ગુજરાતના 4 શહેરોના ભાવ

સોનાની ખરીદીને લઈ Expertsનો મત- જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે.આ પણ વાંચો, Auto Expo 2022 થયો કેન્સલ, આયોજન ટાળવાનું આ છે મોટું કારણ, જાણો તમામ વિગતો

ગોલ્ડ રોકાણમાં સારા રિટર્નની તક- સોનામાં રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા રિટર્ન આપ્યું છે. તેના આગલા વર્ષે પણ સોનાનું રિટર્ન લગભગ 25 ટકા રહ્યું હતું. જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરી રહ્યા છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે, જેમાં શાનદાર રિટર્ન મળે છે.

મિસ્ડ કોલ કરીને  જાણો સોનાનો ભાવ- નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
Published by: Mrunal Bhojak
First published: August 4, 2021, 10:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading