શેર બજાર રેકોર્ડ સપાટીએ, ટૂંકા ગાળામાં બમ્પર વળતર માટે નિષ્ણાતોએ સૂચવ્યા 10 શેર, ડબલ ડિજિટમાં વળતર પાક્કું!

moneycontrol
Updated: October 18, 2021, 3:05 PM IST
શેર બજાર રેકોર્ડ સપાટીએ, ટૂંકા ગાળામાં બમ્પર વળતર માટે નિષ્ણાતોએ સૂચવ્યા 10 શેર, ડબલ ડિજિટમાં વળતર પાક્કું!
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

10 Hot stocks for short term: નિફ્ટીમાં 18,200 અને 18,000ના સ્તર પર સપોર્ટ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી નિફ્ટી 18,000 ઉપર રહેશે ત્યાં સુધી બજારની કમાન બુલ્સના હાથમાં રહેશે.

  • Share this:
મુંબઈ: 14 ઓક્ટોબરના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે બજારે (Share Market on record high) ઇતિહાસ રચી દીધો હતો. નિફ્ટી (NIFTY) 18,000 પાર થયો. જ્યારે સેન્સેક્સ (Sensex) 61 હજાર ઉપર ચાલ્યો ગયો છે. બજારમાં સતત બીજા અઠવાડિયે તેજી જોવા મળી રહી છે. ગત અઠવાડિયે આઈટીને છોડીને તમામ સેગમેન્ટમાં તેજી જોવા મળી હતી. તહેવારોની સિઝન (Festival season)માં માંગ વધવાની આશાએ ઓટો શેર (Auto stocks)માં તેજી જોવા મળી હતી. જ્યારે સારા પરિણામોને પગલે બેન્કિંગ શેરો (Bank shares)માં પણ જોશ જોવા મળ્યો હતો. ગત અઠવાડિયે સેન્સેક્સ અને નિફ્ટિ રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યા હતા.

અત્યારસુધી જોરદાર તેજી જોવા મળી છે, અને અત્યારસુધી અંદાજ કરતા સારું પ્રદર્શન રહ્યું છે. જોકે, હાલ બજારના ઉપરના સ્તર વિશે અંદાજ લગાવવો મુશ્કેલ છે. હાલ 18,500નું લેવલ બજાર માટે મહત્ત્વની મનોવૈજ્ઞાનિક લેવલ નજરે પડે છે. જે બાદમાં દર 100 અંકને તેનું પછીનું લેવલ માનવું જોઈએ.

નિફ્ટીમાં 18,200 અને 18,000ના સ્તર પર સપોર્ટ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી નિફ્ટી 18,000 ઉપર રહેશે ત્યાં સુધી બજારની કમાન બુલ્સના હાથમાં રહેશે. જોકે, બજારમાં બેદરકારીભર્યું વર્તન કરવાથી બચો. ખૂબ આક્રમકતા બતાવવાની જરૂર નથી. આ સમયે ફક્ત ક્વૉલિટી શેરમાં જ દાવ લગાવવો જોઈએ.

આજના ટેક્નિકલ કૉલ્સ જેમાં 3-4 અઠવાડિયામાં થઈ શકે છે મોટી કમાણી:

HDFC Securitiesના સુભાષ ગંગાધરનની રોકાણ માટે સલાહ

Adani Ports: Buy | LTP: Rs 812.80 | આ સ્ટૉકમાં 750 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 960 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 18.1 ટકા સુધી વળતર મળી શકે છે.આ પણ વાંચો: સોનામાં તેજી: દિવાળી સુધી ભાવ ક્યાં સુધી પહોંચશે? શું રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? જાણો નિષ્ણાતોએ શું કહ્યું

Lakshmi Machine Works: Buy | LTP: Rs 9,032.80 | આ સ્ટૉકમાં 8,500 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 10,600 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 17.4 ટકા સુધી વળતર મળી શકે છે.

Redington India: Buy | LTP: Rs 153.25 | આ સ્ટૉકમાં 144 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 177 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 15.5 ટકા સુધી વળતર મળી શકે છે.

Kotak Securitiesના શ્રીકાંત ચૌહાણની રોકાણ પર સલાહ

SBI Card: Buy | LTP: Rs 1,134.95 | આ સ્ટૉકમાં 1,080 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,300 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 14.5 ટકા સુધી વળતર મળી શકે છે.

Coal India: Buy | LTP: Rs 183.80 | આ સ્ટૉકમાં 170 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 220 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 19.7 ટકા સુધી વળતર મળી શકે છે.

Bajaj Finance: Buy | LTP: Rs 7,862.90 | આ સ્ટૉકમાં 7,740 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 8,250 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 4.9 ટકા સુધી વળતર મળી શકે છે.

આ પણ વાંચો: Tata Punch: દેશની સૌથી સુરક્ષિત કારની કિંમતનો ખુલાસો, જાણો વિગત

GEPL Capitalના વિજ્ઞાન સાવંત (Vidnyan Sawant)ની રોકાણ પર સલાહ

ITC: Buy | LTP: Rs 256.55 | આ સ્ટૉકમાં 230 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 310 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 21 ટકા સુધી વળતર મળી શકે છે.

Tata Consumer Products: Buy | LTP: Rs 849.60 | આ સ્ટૉકમાં 796 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 960 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 13 ટકા સુધી વળતર મળી શકે છે.

Federal Bank: Buy | LTP: Rs 93.10 | LTP: Rs 849.60 | આ સ્ટૉકમાં 85 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 110 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 18 ટકા સુધી વળતર મળી શકે છે.

Angel Oneના સમીત ચવ્હાણની રોકાણ પર સલાહ

HBL Power Systems: Buy | LTP: Rs 54.70 | આ સ્ટૉકમાં 49.80 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 61 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 3-4 અઠવાડિયામાં આ શેરમાં 11.5 ટકા સુધી વળતર મળી શકે છે.
Published by: Vinod Zankhaliya
First published: October 18, 2021, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading