દિલ્હી: શું તમારી ડીઝલ કાર 10 વર્ષ જૂની છે? તમે આ રીતે હજી પણ જૂની ડીઝલ કાર ચલાવી શકશો


Updated: November 25, 2021, 1:16 PM IST
દિલ્હી: શું તમારી ડીઝલ કાર 10 વર્ષ જૂની છે? તમે આ રીતે હજી પણ જૂની ડીઝલ કાર ચલાવી શકશો
ડીઝલ કાર

Diesel car in Delhi: હવે દિલ્હીની આપ સરકારે જૂની ડીઝલ કારને નવા અવતારમાં રોડ પર લાવવાનો નિર્ણય કર્યો છે.

  • Share this:
મુંબઈ: દિલ્હી સરકારે નિયમ બહાર પાડ્યો હતો, જે અંતર્ગત ડીઝલ (Diesel) કારને મહત્તમ 10 વર્ષ સુધી જ ચલાવી શકાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેવામાં ડીઝલ કારના માલિકો ચિંતામાં મૂકાયા હતા. જો તમે પણ દિલ્હીમાં ડીઝલ કારના માલિક છો તો આ રાહતના સમાચાર તમારી માટે જ છે. હવે દિલ્હીની આપ સરકારે જૂની ડીઝલ કારને નવા અવતારમાં રોડ પર લાવવાનો નિર્ણય કર્યો છે. ઘણા લોકોને પ્રદૂષણ ફેલાવાની દ્રષ્ટિએ આ નિર્ણય યોગ્ય નહીં લાગે પણ સરકારે પોતાની વાતમાં સ્પષ્ટતા કરી છે કે આ ગાડીઓને રસ્તા પર દોડાવા માટે તેમને ઈલેક્ટ્રિક કાર (electric Vehicle)માં કન્વર્ટ કરવી ફરજીયાત છે.

18 નવેમ્બરે ટ્વિટર પર કરવામાં આવેલી આ જાહેરાતમાં દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત (Delhi's transport minister Kailash Gahlot)એ લખ્યું હતું કે, સરકાર ઈન્ટર્નલ કમ્બશન એન્જીન (internal combustion engines (ICE)થી ઈલેક્ટ્રિક રેટ્રોફિટિંગ (electric retrofitting) માટે તૈયાર છે. સરકારે ટ્રેડિશનલ એન્જીનને ઈલેક્ટ્રોનિક રેટ્રો ફિટિંગમાં કન્વર્ટ કરવા માટેની તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો: Delhi Air Pollution: દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, માત્ર CNG-ઈલેક્ટ્રિક વાહનોને જ મંજૂરી

જે લોકો ડીઝલ કાર ચલાવવા માટે એકદમ પરફેક્ટ ફીટ છે, તે લોકો આ કારમાં ઈલેક્ટ્રિક એન્જિન લગાવીને તેને વધુ સમય સુધી ચલાવી શકશે. આ કીટ સીએનજી (CNG) રેટ્રો કિટની જેમ સામાન્ય અને સાર્વત્રિક હોવાનું અનુમાન છે કેમ કે દરેક મોડેલ માટે અલગ અલગ કિટનું નિર્માણ કરવું મોંધુ પડી શકે છે.

બીજી તરફ કોમર્શિયલ વાહનોના ઇલેક્ટ્રિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે, રાજ્ય સરકારે ઇલેક્ટ્રિફાઇડ લાઇટ કોમર્શિયલ વાહનોને 'નો એન્ટ્રી'ના કલાકો દરમિયાન લગભગ 250 રસ્તાઓ પર પ્રવેશવાની મંજૂરી આપી છે. હાલ રાજધાની દિલ્હીમાં 38 લાખથી વધુ ઓવરએજ વાહનો હોવાનું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 38 લાખમાંથી 35 લાખ પેટ્રોલ વાહનો છે જેમની રજીસ્ટર્ડ લાઈફ 15 વર્ષની છે અને અન્ય 3 લાખ ડીઝલ કાર છે.


જો આ નવી યોજના સફળતાપૂર્વક લાગૂ થઈ જાય છે તો લોકો પોતાના જૂના વાહનોને પોલ્યૂશનમાં વધારો કર્યા વિના સરળતાથી ચલાવી શકશે. નવી ઈલેક્ટ્રોનિક કિટ લોકોને ઈ-વાહનો (electric vehicle) તરફ વાળવાનો એક વ્યાજબી અને સસ્તો રસ્તો છે.

હાલ બજારમાં મળતા ઈ-વાહનો પેટ્રોલ અને ડીઝલમાં મળતા વાહનો કરતા વધુ કિંમત ધરાવે છે. એવામાં ઈ વાહનો ખરીદવા માટે અસક્ષમ અથવા ઓછી આવક ધરાવતા લોકોને આ કિંમતોથી ઘણી નિરાશા થાય છે. દિલ્હી સરકાર દ્વારા અપનાવા માં આવેલો ઈલેક્ટ્રિક ઓટો ટેક્નોલોજીનું સિમ્પ્લિફિકેશન રાજધાની અને આખા દેશમાં ઈ-વાહનોનાં બજારમાં વધારો કરશે.

આ પણ વાંચો: ટાટાની આ 4 કારનું નવું CNG વેરિએન્ટ તમારું ખિસ્સું હળવું થતું બચાવશે, મળશે દમદાર માઇલેજ

હાલ દેશમાં ઈ-વાહનોનુ બજાર ખૂબ જ પ્રાથમિક તબક્કામાં છે. એવામાં આ યોજના પેટ્રોલ ડીઝલ ગાડી ધરાવતા લોકોમાં ઈ-વાહનો તરફ વળવા માટેની ખચકાટ દૂર કરશે.
Published by: Vinod Zankhaliya
First published: November 25, 2021, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading