ઘરમાં કેટલું સોનું રાખી શકાય? નિશ્ચિત મર્યાદાથી વધારે સોનું હોય તો શું તે જપ્ત થઈ શકે?

News18 Gujarati
Updated: October 25, 2021, 12:01 PM IST
ઘરમાં કેટલું સોનું રાખી શકાય? નિશ્ચિત મર્યાદાથી વધારે સોનું હોય તો શું તે જપ્ત થઈ શકે?
ઘરમાં કેટલું સોનું રાખી શકાય?

How much gold can you keep at home: જો તમારી પાસે આનાથી વધારે સોનું હોય તો મુશ્કેલીમાં મૂકાઈ શકો છો, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કરશે જપ્ત! જાણો નિયમ

  • Share this:
નવી દિલ્હી: ભારતમાં અનેક તહેવારોએ સોનું ખરીદવાની પરંપરા છે. આવો જ એક તહેવાર એટલે કે ધનતેરસ. આ દિવસ સોનું-ચાંદી ખરીદવાની પરંપરા રહી છે. તહેવાર હવે નજીક આવી ગયો છે ત્યારે એ પણ જાણી લેવું જોઈએ કે એક વ્યક્તિ પોતાના ઘરમાં મહત્તમ કેટલું સોનું રાખી શકે? ભારતમાં સોનામાં રોકાણ (Investment in Gold) કરવાને ખૂબ પસંદ કરવામાં આવે છે. લોકો સોનામાં રોકાણને ખૂબ જ સુરક્ષિત અને ઉત્તમ (Secure investment) માને છે. પરંતુ તમને જણાવી દઈએ કે એક નિશ્ચિત મર્યાદા કરતા વધારે સોનાની ખરીદી કરવા પર તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. હકીતમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ની ગાઇડલાઇન પ્રમાણે એક નિશ્ચિત મર્યાદાની વધારે સોનું ખરીદવું જોઈએ નહીં. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે જો તમે સોનું ખરીદો છો તો એ જરૂરી છે કે તમે ઇન્કમટેક્સ રિટર્ન (Income tax Return)માં તેની જાણકારી આપો. ગાઇડલાઇન પ્રમાણે નિશ્ચિત માર્યાદાથી વધારે સોનું ખરીદવા પર અને બિલ ન હોવા પર (How much gold can you keep at home) આવકવેરા વિભાગની કલમ 132 અનુસાર તમારી પૂછપરછ થઈ શકે છે.

કેટલું સોનું ખરીદી શકાય?

આવકવેરા વિભાગના નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ સોનું ક્યાંથી આવ્યું તેનો માન્ય સ્ત્રોત અને પુરાવા આપે તો તે ઇચ્છે એટલું સોનું ઘરમાં રાખી શકે છે, પરંતુ કોઈ વ્યક્તિ આવકનો સ્ત્રોત જણાવ્યા વગર સોનું ઘરમાં રાખવા માંગે છે તો તેના માટે એક મર્યાદા નક્કી છે. નિયમ પ્રમાણે પરિણીત મહિલા ઘરમાં 500 ગ્રામ, અપરિણીત યુવતી 250 ગ્રામ અને પુરુષ ફક્ત 100 સોનું પુરાવા વગર રાખી શકે છે. ત્રણેય કક્ષામાં નિર્ધારીત મર્યાદામાં ઘરમાં સોનું રાખવા પર ઇન્કમટેક્સ સોનાના આભૂષણ ઘરમાંથી જપ્ત નહીં કરે.

સીબીટીડીએ પહેલી ડિસેમ્બર, 2016ના રોજ એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે જો કોઈને વારસામાં મળેલું તેમજ તેની પાસે રહેલા અન્ય સોનું ક્યાંથી આવ્યું તેનો પુરાવો હોય તો તે ગમે એટલા પ્રમાણમાં સોનું અથવા સોનાની જ્વેલરી રાખી શકે છે.

ગમે તેટલું સોનું ખરીદી શકાય તેવી માન્યતા

ભારતમાં લોકોને પોતાના પૂર્વજો અને સંબંધીઓ પાસેથી બિલ વગરનું સોનું મળે છે. જો તેમને ભેટ સ્વરૂપે 50,000 રૂપિયાથી ઓછી કિંમતની ગોલ્ડ જ્વેલરી કે પછી વારસામાં ગોલ્ડ, ગોલ્ડ જ્વેલરી કે ઘરેણા મળે છે તો તે ટેક્સેબલ નથી. પરંતુ આવા કેસમાં પણ સાબિત કરવું પડશે કે આ સોનું ભેટમાં મળ્યું છે.આ પણ વાંચો: સોન ભંડાર: બિહારની આ ગુફામાં છૂપાવેલું છે અઢળક સોનું, ગુફાને ખોલવાનું રહસ્ય ખુલી જાય તો દેશ બની જાય માલામાલ!

જાણકારોના જણાવ્યા પ્રમાણે બિલ કે પુરાવા સાથે સોનું રાખવામાં આવે તો કોઈ સમસ્યા નથી પરંતુ આની જાણકારી ઇન્કમટેક્સ વિભાગને આપવી જોઈએ. ભારતીયોમાં સોનાને લઈને એક એવી માન્યતા છે કે તેઓ ગમે તેટલું સોનું ખરીદી શકે છે.

સોનાની શુદ્ધતાના માપદંડ

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ પણ વાંચો: Sovereign Gold Bond Scheme: આજથી ઘરબેઠાં સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો કિંમત અને અન્ય વિગત

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
Published by: Vinod Zankhaliya
First published: October 25, 2021, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading