દર મહિને PPFમાં જમા કરો 7500 રૂપિયા, 55 વર્ષની ઉંમર પહેલા મળી જશે 1 કરોડ


Updated: April 16, 2021, 2:49 PM IST
દર મહિને PPFમાં જમા કરો 7500 રૂપિયા, 55 વર્ષની ઉંમર પહેલા મળી જશે 1 કરોડ
પ્રતિકાત્મક તસવીર

આજથી જ રોકાણની શરૂઆત કરો જેથી રિટાયરમેન્ટ બાદ કોઈની સામે હાથ ન લંબાવવો પડે. જો અહીં જણાવ્યા મુજબ તમે રોકાણ કરો છો તો તમે રિટાયરમેન્ટ પહેલા જ કરોડપતિ બની જશો.

  • Share this:
જો તમે નાની બચત યોજના દ્વારા કરોડપતિ બનવા માંગતા હોય તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPFમાં રોકાણ કરી શકો છો. આ માટે તમારે આજથી જ રોકાણની શરૂઆત કરો જેથી રિટાયરમેન્ટ બાદ કોઈની સામે હાથ ન લંબાવવો પડે. જો અહીં જણાવ્યા મુજબ તમે રોકાણ કરો છો તો તમે રિટાયરમેન્ટ પહેલા જ કરોડપતિ બની જશો.

PPFમાં 7.1% મળે છે વ્યાજ- PPF લાંબી અવધિના રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. જેમાં તમને સારું રિટર્ન મળે છે. આ સ્કીમમાં તમે વાર્ષિક 1.5 લાખ સુધીનું એટલે કે માસિક 12,500 રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે સરકાર PPF એકાઉન્ટ પર 7.1% વાર્ષિક વ્યાજ આપે છે. જેમાં 15 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે. એટલે કે મહિનાના 12,500ના રોકાણનું કુલ વેલ્યુ 15 વર્ષ બાદ 40,68,209 રૂપિયા થઇ જશે. જેમાં કુલ રોકાણ 22.5 લાખ રૂપિયા છે અને વ્યાજ 18,18,209 રૂપિયા છે.

કેવી રીતે થશે 1 કરોડ રૂપિયા- માની લો કે હાલ તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે PPFમાં રોકાણ શરુ કર્યું છે. જો તમે 15 વર્ષ સુધી દર મહિને 12,500 રૂપિયા જમા કરાવો છો, તો તે કુલ 40,68,209 રૂપિયા હશે. જો તમે આ પૈસા નથી ઉપાડતા તો તમે PPFને 5-5 વર્ષની અવધિમાં આગળ વધારતા રહો. એટલે કે 15 વર્ષ બાદ બીજા 5 વર્ષ એટલે કે કુલ 20 વર્ષ તમે રોકાણ કરશો તો તે 66,58,288 રૂપિયા થઇ જશે. 20 વર્ષ બાદ તેને વધુ 5 વર્ષ માટે વધારો. એટલે કે 25 વર્ષ બાદ તમારી રકમ 1,03,08,015 રૂપિયા થઇ જશે.

7500 રૂપિયા જમા કરીને કેવી રીતે બનાય કરોડપતિ જો તમે PPFમાં દર મહિને 7500 રૂપિયા જમા કરો છો, તો તમે 55 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની શકો છો. પરંતુ આ માટે તમારે 20 વર્ષની ઉંમરથી રોકાણ શરુ કરવું પડશે. PPFમાં તમે 15 વર્ષ સુધી દર મહિને 7500 રૂપિયા જમા કરતા રહ્યા તો તેની કુલ વેલ્યુ હશે 24,40,926 રૂપિયા. જેને 5 વર્ષ વધારતા 20 વર્ષ બાદ તે રકમ 39,94,973 રૂપિયા હશે. હવે તેને વધુ 5 વર્ષ આગળ વધારતા 25 વર્ષ બાદ તે રકમ 61,84,809 રૂપિયા અને વધુ 5 વર્ષ તેને આગળ વધારતા 30 વર્ષ બાદ આ રકમ 92,70,546 રૂપિયા, તેમજ અન્ય 5 વર્ષે એટલે કે 35 વર્ષ બાદ આ રકમ 1,36,18,714 રૂપિયા થઇ જશે.
First published: April 16, 2021, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading