PAN Card Update: પાન કાર્ડમાં આ રીતે બદલો Surname, ઓનલાઈન જ થશે પ્રોસેસ
News18 Gujarati Updated: January 25, 2022, 7:39 AM IST
પાન કાર્ડ
PAN Card Update: લગ્નના કેસમાં મહિલાઓએ પાનકાર્ડમાં અંતિમ નામ (અટક) અને સુરનામું બદલવાની જરૂરિયાત ઊભી થાય છે.
નવી દિલ્હી. PAN Card Update: તમામ પ્રકારના નાણાકીય વ્યવહાર (Financial transaction) કરવા માટે PAN કાર્ડ નંબર એટલે કે પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર (Permanent Account Number) ખૂબ જ મહત્ત્વનો છે. આ એક 10 આંકડાનો નંબર હોય છે. જેમાં નંબર અને અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે. અનેક એવા નાણાકીય ટ્રાન્ઝેક્શન છે જે પાન કાર્ડ (PAN card) વગર શક્ય નથી. બેંકોમાં પણ અમુક મર્યાદાથી વધારે રકમના ટ્રાન્ઝેક્શન માટે ફરજિયાત પાન કાર્ડ માંગવામાં આવે છે.
વાત જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax return)ની હોય ત્યારે પાન કાર્ડ વગર તે શક્ય નથી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income tax department) તમારા તમામ નાણાકીય વ્યવહારોની નોંધ પાન કાર્ડ મારફતે રાખે છે. ટેક્સમાં કોઈ ગરબડ ન થાય તેમજ વ્યક્તિગત ટેક્સની જવાબદારી નક્કી કરવામાં પણ પાન કાર્ડનો રોલ મહત્ત્વનો છે.
પાન કાર્ડનો ઉપયોગઉપરના ઉપયોગ સિવાય પાન કાર્ડનો ઉપયોગ ઓળકના પુરાવા તરીક પણ થાય છે. કારણ કે પાનકાર્ડમાં 10 આંકડાનો નંબર ઉપરાંત, ફોટોગ્રાફ્સ, નામ, જન્મ તારીખ અને સિગ્નેચર હોય છે.
લગ્નના કેસમાં મહિલાઓએ પાનકાર્ડમાં અંતિમ નામ (અટક) અને સુરનામું બદલવાની જરૂરિયાત ઊભી થાય છે. તમામ નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે પાન કાર્ડનો ઉપયોગ થતો હોવાથી આવા ફેરફાર કરવા પણ જરૂરી બને છે. જોકે, જ્યાં સુધી પાન કાર્ડમાં સનમેન (Surname) બદલવાની વાત હોય તો તમારે આ માટે ક્યાંક જવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠાં બેઠાં જ ઓનલાઇન આ કામ કરી શકો છો. આ અંગે વિગતવાર માહિતી મેળવીએ.
આ રીતે બદલો નામપાન કાર્ડમાં અંતિમ નામ એટલે કે સરનેમ બદલવા માટે તમારે નીચેના સરળ સ્ટેપ્સને અનુસરવાના રહેશે.
- નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝટરી લિમિટેડની વેબસાઇટ પર જાઓ. (https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html/)
- 'Correction in Existing PAN' પસંદ કરો.
- Category પસંદ કરો.
- જરૂરી વિગતો દાખલ કરો.
- નવું નામ/સરનામું સાથેનો દસ્તાવેજ જોડો.
- બાદમાં સબમીટ ઓપ્શન પર ક્લિક કરો.
- અરજી સબમિટ કર્યાં બાદ 45 દિવસની અંદર દાખલ કરાયેલા સરનામા પર નવું પાન કાર્ડ મોકલી આપવામાં આવશે.
આ પણ વાંચો: PAN Card: 31 માર્ચ પહેલા કરી લે જો આ કામ, નહીં તો થશે 10,000 રૂપિયાનો દંડ
31 માર્ચ, 2022 પહેલા પાન-આધાર લિંક કરો
શું તમે હજુ સુધી તમારું પાન કાર્ડ (PAN Card) આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક નથી કર્યુ? તો આ સમાચાર ખાસ તમારા માટે છે. હકીકતમાં પાન કાર્ડ ધારકોએ 31 માર્ચ, 2022 સુધીમાં તેમના પાનકાર્ડને આધાર કાર્ડ નંબર સાથે લિંક (PAN-Aadhaar Link) કરવાનું કહેવામાં આવ્યું છે. જો સમય મર્યાદા દરમિયાન પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ અમાન્ય ગણાશે. સરકાર પહેલા પણ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ અનેક વખત વધારી ચૂકી છે અને હાલ છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ, 2022 કરી છે.
Published by:
Vinod Zankhaliya
First published:
January 24, 2022, 3:13 PM IST