ભારતમાં રેન્ટલ કારનો બિઝનેસ શરૂ કેવી રીતે કરવો, જાણો વિગતવાર માહિતી


Updated: December 6, 2021, 7:44 AM IST
ભારતમાં રેન્ટલ કારનો બિઝનેસ શરૂ કેવી રીતે કરવો, જાણો વિગતવાર માહિતી
હાલના સમયમાં કારની (car)સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને સાર્વજનિક પરિવહનના સાધનોમાં ઘટાડો થઈ રહ્યો છે (પ્રતિકાત્મક તસવીર)

Rental Car Business - મોટાભાગના લોકો એક સ્થળથી બીજા સ્થળ પર જવા માટે રેન્ટલ કારનો ઉપયોગ કરે છે. ત્યારે જો તમે બિઝનેસ (business)શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો, રેન્ટલ કારનો બિઝનેસ શરૂ કરી શકો છો

  • Share this:
ભારત દિવસે દિવસે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. પહેલાના સમયમાં ઓફિસ જવા માટે અથવા અન્ય કામ માટે એકદમ ભીડભાડવાળી બસનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલના સમયમાં કારની (car)સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને સાર્વજનિક પરિવહનના સાધનોમાં ઘટાડો થઈ રહ્યો છે. મોટાભાગના લોકો એક સ્થળથી બીજા સ્થળ પર જવા માટે રેન્ટલ કારનો ઉપયોગ કરે છે. ત્યારે જો તમે બિઝનેસ (business)શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો, રેન્ટલ કારનો બિઝનેસ (rental car business)શરૂ કરી શકો છો. નાના અને મોટા શહેરોમાં મોટાભાગના લોકો કાર બુક કરીને ટ્રાવેલ (Travel)કરે છે. આજના સમયમાં મોટાભાગની વ્યક્તિઓ માત્ર ગણતરીની મિનિટોમાં ફોનથી ટેક્સી બુક કરીને આરામથી કારમાં ટ્રાવેલ કરે છે.

કાર રેન્ટલ બિઝનેસ પ્લાન

ભારતમાં ડિજિટલ ટેક્સી સર્વિસનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. સામાન્ય માણસથી લઈને અમીર માણસ પણ રેન્ટલ કારનો ઉપયોગ કરે છે. તમારે સૌથી પહેલા તમારા બિઝનેસનો પ્રકાર નક્કી કરવાનો રહેશે. તમારે રેગ્યુલર કાર રેન્ટલનો બિઝનેસ કરવો છે કે, કોન્ટ્રાક્ટ કાર રેન્ટલનો ઉપયોગ કરવો છે, તે તમારી નક્કી કરવાનું રહેશે. ટ્રાવેલર્સ, બિઝનેસ મેનેજર્સ તથા જે વ્યક્તિઓને વાહનની સમસ્યા છે, તેઓ રેગ્યુલર પ્રકારે રેન્ટલ કારનો ઉપયોગ કરે છે. કેટલાક ગ્રાહકો માત્ર મેરેજ માટે, એનિવર્સરી માટે અથવા કેટલાક ખાસ પ્રસંગોએ રેન્ટલ કારનો ઉપયોગ કરે છે.

કાર રેન્ટલ એજન્સી શું છે? કાર હાયરિંગ સર્વિસ એક એવી કંપની છે જે થોડાક સમયથી લઈને નિશ્વિત દિવસો સુધી કાર રેન્ટ પર લે છે. તેમની પાસે એવા સ્થળ હોય છે જ્યાં ગ્રાહકો ભાડા પર વાહન લે છે અને પરત આપે છે. ઉપરાંત કાર બુકિંગ કરી શકાય તે માટે ઓનલાઈન પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવે છે. સીમિત સમય માટે પણ કાર ભાડા પર આપી શકાય છે. અહીંયા રેન્ટલ કારના બિઝનેસ વિશેની માહિતી આપવામાં આવી છે.

ભારતમાં રેન્ટલ કારનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો?

સ્ટેપ:1- રેન્ટલ કારનો બિઝનેસ શરૂ કરવા માટે જે પણ ઓપ્શન છે તેની માહિતી મેળવી લોતમારી પાસે જે પણ સોર્સ ઉપલબ્ધ છે તેના પર સ્ટડી કરો. બિઝનેસ શરૂ કરવા માટે જે પણ અપ્રુવલ અથવા પરમિશનની જરૂરિયાત છે તેની તથા બિઝનેસ માટેના જે પણ પડકારો છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લો. તમારે આ બિઝનેસ માટે વિગતવાર માહિતી મેળવવાની રહેશે.

આ પણ વાંચો - કાર ખરીદવા માંગતા લોકોને ઝટકો! નવા વર્ષથી Maruti Suzuki તેના તમામ મૉડલની કિંમતમાં કરશે વધારો

સ્ટેપ:2- બિઝનેસ સ્ટ્રેટેજીની પસંદગી કરો

જે પણ માહિતી મેળવી છે તેની સમીક્ષા કર્યા બાદ બિઝનેસ કેવી રીતે કરવો તેની તમારે પસંદગી કરવાની રહેશે. કોન્ટ્રાક્ટ પર નિશ્વિત સમયગાળા માટે ભાડા પર કારની ખરીદી કરવામાં આવે છે જે ગ્રાહકો નિયમિત ભાડા પર કારની ખરીદી કરે છે તેઓ ટૂંકા સમયગાળા માટે ભાડા પર કારની ખરીદી કરે છે. તમારે ઓલા અને ઉબેર સાથે બિઝનેસ કરવો છે કે, વ્યક્તિગત બિઝનેસ કરવો છે તે તમારે નક્કી કરવાનું રહેશે.

સ્ટેપ:3- ફર્મની સ્થાપના કરો

તમારે તમારી કંપનીને આગળ વધારવી જરૂરી છે. તમારે કાર ભાડા પર આપવા અંગેનો નિર્ણય કરવાનો રહેશે. ત્યાર બાદ ડ્રાઈવરોને કામ પર રાખવા પડશે. દૈનિક ગતિવિધિઓ પર નિયંત્રણ હોવું પણ જરૂરી છે. અત્યારના સમયમાં અનેક કોમ્પિટીશન પૂર્ણ કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર હાજરી હોવી જરૂરી છે. તે માટે તમારે એક વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની જરૂરિયાત રહેશે.

સ્ટેપ:4- તમારી રેન્ટલ કારના બિઝનેસ માટે એક એકાઉન્ટ ક્રિએટ કરો

સાર્વજનિક એકમ તરીકે કંપની પાસે માન્યતાપ્રાપ્ત લાયસન્સ હોવું જરૂરી છે. તમે તમારા બિઝનેસની એક માલિક તરીકે, લિમિટેડ લાયબેલિટી કંપની અને જાહેર કંપની તરીકે શરૂઆત કરી શકો છો. તમારા બિઝનેસ માટે GST રજિસ્ટ્રેશન અને પેટન્ટ દાખલ કરવી જરૂરી છે.

સ્ટેપ:5- ઈન્ટરનલ રેવન્યૂ સાથે રજિસ્ટર કરો

તમારે રાજ્ય અને કેન્દ્રીય સ્તરે અપ્રોપ્રિએટ ટેક્સ ઓથોરિટી સાથે રજિસ્ટર કરવાનું રહેશે. એક કર્મચારી તરીકે કંપની તરફથી કેટલાક નિશ્ચિત ટેક્સની ચૂકવણી કરવામાં આવે છે. તમારી કંપનીના કર્મચારીના પગારમાંથી પણ કેટલાક ટેક્સ કાપવાની જરૂરિયાત રહે છે. જો આ ટેક્સ કાપવામાં ના આવે તો તેને કરચોરી ગણવામાં આવે છે.

આ પણ વાંચો - શું ઇલેક્ટ્રિક વાહનો ભરોસાપાત્ર હોય છે? એક અભ્યાસમાં સામે આવ્યા ચોંકવનારા તારણો

સ્ટેપ:6- કંપની એકાઉન્ટ ક્રિએટ કરો

તમારા બિઝનેસનું બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે. તમારા વ્યક્તિગત એકાઉન્ટની સાથે બિઝનેસ માટે એક કંપનીનું એકાઉન્ટ પણ હોવું જરૂરી છે. તમારે કંપનીના ખર્ચ અને આવકનો હિસાબ રાખવાના રહેશે. હિસાબ રાખવાથી જરૂર પડે તો તમે બેન્કમાંથી સરળતાથી લોન પણ લઈ શકાય છે.

સ્ટેપ:7- ઈન્શ્યોરન્સ માટે અરજી કરો

રેન્ટલ કારનો બિઝનેસ શરૂ કરવા માટે તમારે ઈન્શ્યોરન્સ પણ લેવો પડશે. ઈન્શ્યોરન્સ વગર રેન્ટલ કાર કંપનીનો બિઝનેસ કરવો તે જોખમભર્યું છે. ઈન્શ્યોરન્સ ના હોય અને કોઈ દુર્ઘટના સર્જાય તો તમારે કંપની સહિત તમારી અન્ય સંપત્તિ વેચવાનો પણ વારો આવી શકે છે. ઈન્શ્યોરન્સના કારણે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે પરંતુ તમને લાંબા ગાળે લાભદાયી થાય છે.

રેન્ટલ કારના બિઝનેસ માટે ખર્ચ

રેન્ટલ કારના બિઝનેસમાં કર્મચારીઓનું વેતન, વાહનોનો ખર્ચ, ઓફિસનો ખર્ચ, કમ્પ્યૂટર અને પ્રિન્ટરનો ખર્ચ, ઓટોમોબાઈલ ઈન્શ્યોરન્સ, વાહનોના સર્વિસ ટુલ, કેમેરા સિસ્ટમ તથા અન્ય ખર્ચાઓ સામેલ છે.

ભારતમાં રેન્ટલ કારનો બિઝનેસ કરવા માટેની ટિપ્સ

કંપનીના ખર્ચાઓમાં કર્મચારીનું વેતન, પેન્શન, વાહનોનો ખર્ચ અને મેઈન્ટેનન્સનો ખર્ચ, પાર્કિંગનો ખર્ચ, ઈન્ટરનેટનો ખર્ચ, માર્કેટીંગનો ખર્ચ સામેલ છે. કર્મચારીઓને પ્રતિ કલાક રૂ.592.76 થી લઈને રૂ.889.15 આપવામાં આવે છે, મિકેનિક પાછળ વાર્ષિક રૂ. 25,93,342.50 થી રૂ. 51,86,685 ખર્ચ થાય છે. વેબ ડિઝાઈનર, માર્કેટીંગ પર્સનને આપવામાં આવતા પગારનો પણ ખર્ચમાં સમાવેશ કરવામાં આવે છે.

રેન્ટલ કાર બિઝનેસની શરૂઆત કરવા માટે તમારે કેટલાક કર્મચારીઓની જરૂરિયાત રહેશે. ઉપર જણાવવામાં આવેલ સ્ટેપ્સની મદદથી તમે સરળતાથી રેન્ટલ કારનો બિઝનેસ શરૂ કરી શકો છો.
Published by: Ashish Goyal
First published: December 6, 2021, 12:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading