Bank Loan: આ બેંકોએ અચાનક ગ્રાહકોને ચોંકાવ્યા, લોનના દરમાં વધારો ઝીંક્યો, વધી જશે EMI

News18 Gujarati
Updated: December 2, 2022, 8:18 AM IST
Bank Loan: આ બેંકોએ અચાનક ગ્રાહકોને ચોંકાવ્યા, લોનના દરમાં વધારો ઝીંક્યો, વધી જશે EMI
1 ડિસેમ્બરથી એમસીએલઆર આધારિત દરેક વ્યાજદર મોંઘુ થઇ ગયું છે.

Bank Loan Rates: દેશની પ્રાઇવેટ બેંક ICICI એ લોનના દરમાં વધારો કર્યો છે. વધારેલા દર 1 ડિસેમ્બરથી અમલી થશે. અહીં જાણો કઈ બેન્કના દરમાં કેટલો વધારો નોંધાયો છે.

  • Share this:
ICICI Bank Loan: દેશની પ્રાઇવેટ ICICI બેંકે લોનના વ્યાજદરમાં વધારો કરવાનું એલાન કર્યું છે. 1 ડિસેમ્બરથી એમસીએલઆર આધારિત દરેક વ્યાજદર મોંઘુ થઇ ગયું છે. બેંકે આ દરમાં 0.10% નો વધારો કર્યો છે. આ નિર્ણય પછી એમસીએલઆર આધારિત દરેક લોનના દરમાં વધારો થયો છે.

ICICI બેંકે MCLR દર વધાર્યો


બેન્કની વેબસાઈટ પર આપેલી જાણકારી મુજબ વ્યાજદર 8.05% થી વધીને 8.15% થયો છે. એક મહિના માટેના વ્યાજદરમાં 0.10% નો વધારો નોંધાયો છે. ત્રણ મહિના માટે વ્યાજદર 8.10% થી વધીને 8.20% થયો છે. છ મહિના માટેના નવા દરો 8.35% અને એક વર્ષ માટે 8.40% કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ઇલેક્ટ્રિક કાર ખરીદી તો લેવાય, પરંતુ શુ તેનું મેન્ટેનન્સ પેટ્રોલ-ડીઝલ કાર કરતાં સસ્તું પડે?

 PNB એ પણ મોંઘી કરી લોન


સરકારી બેન્ક પીએનબી એ 0.05% વધારો કર્યો છે. જો વધારાની વાત કરીએ તો પહેલા દર 7.40% હતો જે હવે 7.45% કરવામાં આવ્યો છે. તેમજ એક એક મહિનાનો દર 7.45% થી વધારીને 7.50% કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાની વાત કરીએ તો 7.55% થી વધારી 7.60%, છ મહિનાનો નવો દર 7.80% અને એક વર્ષ માટે 8.10% કરવામાં આવ્યો છે.આ પણ વાંચો:બિઝનેસ કરવો છે પણ રૂપિયા નથી, સરકાર આપી રહી છે આ લોન, જાણો કેટલા રૂપિયા કઈ રીતે મળે

BOI એ વધાર્યો MCLR દર


આ બેંકે પણ પોતાના દરમાં વધારાની જાહેરાત કરી છે. જેમાં એમસીએલઆર દરમાં 0.25% નો વધારો કર્યો છે. બેન્કનો 7.05% દર વધીને 7.30% થઈ ગયો છે. એક મહિનાનો દર 7.40% થી વધારીને 7.65% થયો છે. ત્રણ મહિનાનો દર 7.45% થી વધીને 7.70% થયો છે. છ મહિનાના નવા દરો 7.90% અને એક વર્ષ માટેના નવા દરો 8.15% કરવામાં આવ્યા છે.
Published by: Darshit Gangadia
First published: December 2, 2022, 8:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading