ITR Filing: AISમાં રહેલી ભૂલો કઈ રીતે સુધારવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ


Updated: July 22, 2022, 3:46 PM IST
ITR Filing: AISમાં રહેલી ભૂલો કઈ રીતે સુધારવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
પ્રતીકાત્મક તસવીર

ITR Filing: નવા આવકવેરા ઇ-ફાઇલિંગ પોર્ટલ (incometax.gov.in) પર 'સર્વિસ' ટેબ હેઠળ ‘AIS' પર ક્લિક કરીને નવા એઆઈએસને એક્સેસ કરી શકાય છે.

  • Share this:
નવી દિલ્હી: AY 2022-23 માટે આવકવેરા રિટર્ન (ITR Filing) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. તેથી, કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)ને સંપૂર્ણપણે તપાસે, કારણ કે કેટલાક લોકોને તેમાં મુશ્કેલીઓ આવી રહી છે. તેથી, જે લોકો ઓનલાઇન રિટર્ન ફાઇલ (ITR Filing Last Date) કરવા માટે છેલ્લી ઘડીની રાહ જોઈ રહ્યા છે, તેઓએ એઆઈએસમાં માહિતી ટેલી (tally the information in AIS) કરવી જોઇએ અને સરકારી ડેટા અને તમારા દ્વારા ફાઇલ કરવામાં આવેલા આઇટીઆર ડેટા વચ્ચે કોઈ પણ પ્રકારની અસંગતતા નથી તેની ખાતરી કરો.

શું છે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)?


ગયા વર્ષે નવેમ્બરમાં એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (AIS) રજૂ કરવામાં આવ્યું હતું. તેના બે પરીબળો છે - ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરી (TIS) અને અન્ય છે યોગ્ય AIS. જે TISમાં સમાવિષ્ટ માહિતીની વિગતો દર્શાવે છે.

આ AIS પાસે તમામ વ્યવહારોની વિગતો છે, જે ચોક્કસ એન્ટિટી દ્વારા જાણ કરવામાં આવે છે. આ સંસ્થાઓમાં બેંકો, રજીસ્ટ્રેશન ઓફિસિસ, સ્ટોક એક્સચેન્જો, મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર અને ડિબેન્ચર જારી કરતી કંપનીઓ, આરબીઆઈ અને તમામ કરદાતાઓનો સમાવેશ થાય છે કે જેઓ આવક પર કર કાપવા અને એકત્રિત કરવા માટે જવાબદાર છે. આવકવેરા વિભાગે માર્ચ 2022માં એઆઈએસનું નવું માળખું 2.0 બહાર પાડ્યું હતું, જેમાં વધુ ટ્રાન્જેક્શનને આવરી લેવામાં આવ્યા છે.

AISમાં માહિતી ખોટી હોય તો કરદાતાએ શું કરવું?


લાઇવ મિન્ટના અહેવાલ પ્રમાણે  નવા આવકવેરા ઇ-ફાઇલિંગ પોર્ટલ (incometax.gov.in) પર 'સર્વિસ' ટેબ હેઠળ ‘AIS' પર ક્લિક કરીને નવા એઆઈએસને એક્સેસ કરી શકાય છે. એસએજી ઇન્ફોટેકના એમડી અમિત ગુપ્તા કહે છે કે, જ્યારે કરદાતાઓને લાગે કે એઆઇએસમાં દર્શાવાતી માહિતી સચોટ નથી, ત્યારે તેઓ તેમાં સુધારો કરી શકે છે.આ પણ વાંચો: ક્રેડિટ સ્કોર ન બગડે તે માટે આટલી વાતો ગાંઠે બાંધી લો

AISમાં ભૂલ કઇ રીતે સુધારવી?


- નવા આવકવેરા ઇ-ફાઇલિંગ પોર્ટલ (incometax.gov.in) પર લોગ ઇન કરો.

- 'સર્વિસ ટેબ' હેઠળ 'AIS' પસંદ કરો.

- હવે તમને બે વિકલ્પો દેખાશે – ટેક્સપેટર ઇન્ફર્મેશન સમરી (TIS) અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS). AIS પર ક્લિક કરો.

- AIS પર ક્લિક કર્યા બાદ તમને તમારી સ્ક્રીન પર AISનો પાર્ટ A અને પાર્ટ B દેખાશે.

- હવે, સાચી ન હોય તેવી માહિતી પસંદ કરો. તમારો ફીડબેક સબમિટ કરવા માટે 'ઓપ્શનલ' પસંદ કરો.

- તમારી પાસે 7 ઓપ્શન ઉપલબ્ધ હશે. ડ્રોપ-ડાઉન મેનુમાંથી, લાગુ પડતો વિકલ્પ પસંદ કરો.

- હવે સબમિટ પર ક્લિક કરો.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં વધાર્યું રોકાણ, જાણો વિગત

અમિત ગુપ્તાનું કહેવું છે કે, કરદાતાઓ ફીડબેક સબમિટ કરે કે તરત જ રિયલ ટાઇમમાં તેનું સ્ટેટસ એઆઇએસ પર અપડેટ થઇ જાય છે. ટીઆઈએસ આઇટીએસમાં ફિલ્ટર કરેલા સુધારેલી વેલ્યૂ સાથે આઇટીઆર ડ્રાફ્ટને પ્રી-ફિલ કરી દેશે.
First published: July 22, 2022, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading