જુલાઈની સેલરી આવતા પહેલાં જ કરી લેવું જોઈએ આ કામ, નહીં તો ભરવો પડશે 5000 રૂપિયાનો દંડ!


Updated: July 24, 2022, 11:59 AM IST
જુલાઈની સેલરી આવતા પહેલાં જ કરી લેવું જોઈએ આ કામ, નહીં તો ભરવો પડશે 5000 રૂપિયાનો દંડ!
જો નિયત તારીખ પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવે તો દંડ પણ લાદવામાં આવી શકે છે (પ્રતિકાત્મક તસવીર)

Income Tax Return : મોટાભાગના લોકોને મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તેમની સેલરી મળી જાય છે. ઘણી કંપનીઓમાં આ જ નિયમ હોય છે. એવામાં આ વખતે જુલાઈ મહિનાની સેલરી આવતા પહેલાં લોકોએ એક ખૂબ જ મહત્વનું કામ પૂર્ણ કરવું જરૂરી છે

  • Share this:
Income Tax Return : નોકરી કરનાર લોકોને દર મહિને તેમનો પગાર ચોક્કસપણે મળે છે. આખરે લોકો નોકરી (job)જ એ કારણથી કરે છે જેથી તેઓ દર મહિને કમાતા રહે. જોકે, લોકો ગમે તે રીતે કમાણી કરતા હોય, તેમણે વર્ષમાં આ એક કામ કરવાનું જ હોય છે. તે કામ આવકવેરા રિટર્ન ભરવાનું (Income Tax Return) છે. વ્યક્તિગત કરદાતાઓ દ્વારા આવકવેરા રિટર્ન ફાઇલ (income tax return filing)કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે, તેથી લોકોએ શક્ય તેટલી વહેલી તકે તેમનું આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જોઈએ.

આ છે છેલ્લી તારીખ

મોટાભાગના લોકોને મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તેમની સેલરી મળી જાય છે. ઘણી કંપનીઓમાં આ જ નિયમ હોય છે. એવામાં આ વખતે જુલાઈ મહિનાની સેલરી આવતા પહેલાં લોકોએ એક ખૂબ જ મહત્વનું કામ પૂર્ણ કરવું જરૂરી છે. વ્યક્તિગત કરદાતાઓએ 31 જુલાઈ, 2022 સુધીમાં નાણાંકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. તેથી લોકોએ જલ્દી જ તેમનું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જોઈએ.

ઈન્ક્મટેક્સ રિટર્ન સમયસર ન ભરવાથી થઈ શકે છે દંડ

જો નિયત તારીખ પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવે તો દંડ પણ લાદવામાં આવી શકે છે. દંડની રકમ 5000 રૂપિયા હોઈ શકે છે. આવી સ્થિતિમાં જુલાઈનો પગાર આવતા પહેલાં તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં જ સમજદારી છે. તેમજ જણાવી દઈએ કે સરકાર આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે 31 જુલાઈની સમયમર્યાદા લંબાવવા પર વિચાર કરી રહી નથી.

આ પણ વાંચો - મોદી સરકાર આપી રહી છે અઢળક કમાણીની તક, જાણો કેવી રીતે લઈ શકાશે ફાયદોસતત ફાઈલ થઈ રહ્યા છે રિટર્ન

મહેસૂલ સચિવ તરુણ બજાજે કહ્યું કે 20 જુલાઈ સુધી નાણાંકીય વર્ષ 2021-22 માટે 2.3 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. નોંધનીય છે કે છેલ્લા નાણાંકીય વર્ષ 2020-21 માટે લગભગ 5.89 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે સરકારે રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવી હતી.

અલગ-અલગ ફોર્મ

આવકવેરાના નિયમો મુજબ, જેમના પાછલા નાણાંકીય વર્ષના ખાતાઓનું 'ઓડિટ' કરવાની જરૂર નથી તે વ્યક્તિગત કરદાતાઓ માટે વર્ષ 2021-22 નું ઈન્ક્મટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. આવકવેરા વિભાગે આવકના આધારે કરદાતાઓની વિવિધ કેટેગરી માટે સાત પ્રકારના આવકવેરા ફોર્મ નિર્ધારિત કર્યા છે.
First published: July 24, 2022, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading