સેવિંગ્સ (Savings)કરવા માટે લોકો બેંકમાં (bank)પૈસા જમા કરાવતા હોય છે, પણ તેમાં સારું રિર્ટન મળતું નથી. તેમજ લોકો બીજી કોઇ જગ્યાએ પૈસાનું રોકાણ (Investment Option) કરતાં પહેલાં ડરે છે. આજકાલ બેંકમાં પૈસા રાખવાનો એટલો કોઇ ફાયદો નથી. પરંતુ લોકો પોતાનું સેવિંગ્સ ક્યાં મુકે તે સવાલ છે, કારણ કે લોકો પૈસા ઘરમાં પણ રાખી શકતા નથી કે ન તો એ બેંકમાં મુકી શકે છે. બેંકમાં રિર્ટન તો દૂરની વાત છે, પરંતુ તમામ સેવાઓના બદલે મોટા ચાર્જ વસૂલ કરે છે. તમને થશે કે તો હવે અમારે પૈસા ક્યાં મૂકવા? ત્યારે ભલે ઓછું રિર્ટન (interest rate)મળે પણ બેંક અથવા પોસ્ટ ઓફિસનું માધ્યમ જ પૈસા મુકવા માટેની એક સુરક્ષિત જગ્યા લાગે છે.
ત્યારે સવાલ એ પણ થાય કે પૈસા બેંકમાં મુકવા કે પોસ્ટ ઓફિસમાં? ઘણા કિસ્સાઓમાં પોસ્ટ ઓફિસ, બેંક કરતાં વધુ રિટર્ન આપે છે. બેંક અથવા પોસ્ટ ઑફિસ (Post Office Interest Rates)માં લોકો સૌથી વધુ ફિક્સ્ડ ડિપોઝીટ કરવું પસંદ કરે છે, જેથી કરીને પૈસા એક નક્કી કરેલાં ટાઇમ પ્રમાણે ફિક્સ રહે અને વ્યાજ પણ મળે.
જે લોકો કોઇ પણ જોખમ વગર રોકાણ કરવા ઇચ્છતા હોય, તેમના માટે ફિક્સ્ડ ડિપોઝીટ (Fixed Deposit- FD) સૌથી વધુ લોકપ્રિય વિકલ્પોમાંનો એક છે. ફિક્સ ડિપોઝીટ (એફડી)માં 7 દિવસથી 10 વર્ષ સુધી પૈસા રોકી શકાય છે.
આ પણ વાંચો - Bank Strike: બેંકોમાં હડતાળના કારણે ફરી ઠપ થશે કામ, આ વખતે સરકારી સાથે ખાનગી બેંકો પણ રહેશે બંધ
મેચ્યોરિટીના સમયગાળા અનુસાર વ્યાજ
તમે ફિક્સ ડિપોઝીટમાં (Fixed Deposit- FD)માં મેચ્યોરીટીના સમયગાળા પહેલા પૈસા નથી ઉપાડી શકતા. જો તમે પાકતી મુદ્ત પહેલાં પૈસા ઉપાડો છો તો નુકશાન જ થાય છે. FD કરાવવા માટે 5,000 રૂપિયા રોકાણ છે. FDના વ્યાજ દર સંપૂર્ણ રીતે મેચ્યોરિટીના સમયગાળા પર આધાર રાખે છે. વિવિધ બેંકો અને સંસ્થાઓમાં વ્યાજ દર 4થી 7.5% સુધી હોય છે.
પોસ્ટ ઑફિસ ટર્મ ડિપોઝિટ
પોસ્ટ ઑફિસ ટર્મ ડિપોઝિટ (Post Office Time Deposit) અથવા પોસ્ટ ઑફિસ ટર્મ ડિપોઝીટ (Post Office Term Deposit) એક મોટી એફડીની જેમ જ હોય છે. પોસ્ટ ઓફિસમાં ટર્મ ડિપોઝીટ 1, 2, 3 અને 5 વર્ષ માટે હોય છે અને વ્યાજનો સમય બદલતો રહે છે. હાલમાં પોસ્ટ ઓફિસ વ્યાજ દર (પોસ્ટ ઓફિસ વ્યાજ દર) આ પ્રકારે છે
એક વર્ષ માટેના ડિપોઝીટ પર – 5.50 વ્યાજ
બે વર્ષ માટેના ડિપોઝીટ પર – 5.50 વ્યાજ
ત્રણ વર્ષ માટે ડિપોઝીટ પર – 5.50 વ્યાજ
એક વર્ષ માટેના ડિપોઝીટ પર – 6.70 વ્યાજ
જો તમે ટાઇમ ડિપોઝીટ સ્કીમમાં (Time Deposit scheme benefits) 5 લાખ રુપિયા જમા કરો છો, તો તમને 6.7% ના દરે વ્યાજ મળે છે. તમારા પૈસા ડબલ થવામાં લગભગ 129 મહીના લાગે છે. એટલે કે, તમારા 5 લાખ રૂપિયા 5 વર્ષમાં 6,91,500 થઇ જશે.
આ પણ વાંચો - LIC Jeevan Pragati Plan: રોજના માત્ર 200 રૂપિયા બચાવીને કરો 28 લાખનું મોટુ ફંડ, જાણો પુરી ડિટેલ્સ
SBI માં મળી રહ્યું છે, 5.30 % વ્યાજ
ભારતીય સ્ટેટ બેંક (SBI) માં આ સમયે જ્યાં 5 વર્ષની એફડી પર વર્ષનું 5.30% વ્યાજ છે, SBIના FDના વ્યાજ દર કંઇક આ પ્રકારે છે...
SBI FD વ્યાજ દર
7 દિવસથી 45 દિવસ- 2.90 ટકા વ્યાજ
46 દિવસથી 719 દિવસ- 3.90 ટકા વ્યાજ
180 દિવસથી 210 દિવસ- 4.40 ટકા વ્યાજ
211 દિવસથી 1 વર્ષ -4.40 ટકા વ્યાજ
1 વર્ષ થી 2 વર્ષ- 5 ટકા વ્યાજ
2 વર્ષ થી 3 વર્ષ – 5.10 ટકા વ્યાજ
3 વર્ષથી 5 વર્ષ-5.3 ટકા વ્યાજ
5 વર્ષથી 10વર્ષ- 5.4 ટકા વ્યાજ