અમદાવાદ-મુંબઈ વચ્ચે મુસાફરી કરનારી મહિલા રેલવે મુસાફરો માટે Good News, રક્ષાબંધન ઉપર મળશે cashback

News18 Gujarati
Updated: August 12, 2021, 9:53 PM IST
અમદાવાદ-મુંબઈ વચ્ચે મુસાફરી કરનારી મહિલા રેલવે મુસાફરો માટે Good News, રક્ષાબંધન ઉપર મળશે cashback
પ્રતિકાત્મક તસવીર

Rakshabandhan special cashback offer for Women railway passenger: આઈઆરસીટીસીના અધિકારીઓ પ્રમાણે 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ 2021 વચ્ચે બે પ્રીમિયમ ટ્રેનો તેજસમાં યાત્રા કરનાર દરેક મહિલા યાત્રીઓને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ટ્રેનના ભાડમાં પાંચ ટકા વિશેષ કેસબેક ઓફસ આપવામાં આવશે.

  • Share this:
નવી દિલ્હીઃ ભારતીય રેલવેની (Indian railway) સહયોગી કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) રક્ષાબંધનમાં (Raksha Bandhan) મહિલા યાત્રીઓ માટે વિશેષ કેશબેક ઓફર (special cashback offer for Women railway passenger) આપશે. આ ઓફર લખનઉ-દિલ્હી (lucknow - delhi) અને અમદાવાદ-મુંબઈ (Ahmedabad-mumbai) વચ્ચે ચાલનારી તેજસ એક્સપ્રેસમાં (tejas express train) આપવામાં આવશે. આઈઆરસીટીસી આવનારા (IRCTC raksha bandhan special offer for Female railway passenger) તહેવારોમાં પ્રીમિયમમ ટ્રેનોના યાત્રીઓ માટે વધારે આકર્ષક યાત્રા ઓફર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

એક યાત્રીને કેટલી વાર યાત્રા કરવા ઉપર મળશે કેશબેક
આઈઆરસીટીસીના અધિકારીઓ પ્રમાણે 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ 2021 વચ્ચે બે પ્રીમિયમ ટ્રેનો તેજસમાં યાત્રા કરનાર દરેક મહિલા યાત્રીઓને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ટ્રેનના ભાડમાં પાંચ ટકા વિશેષ કેસબેક ઓફસ આપવામાં આવશે.

કેશ બેક ઓફર માત્ર આપેલા સમયગાળા દરમિયાન યાત્રા કરવા ઉપર લાગુ થશે. આ સમયગાળા દરમિયાન મહિલાઓ ગમેતેટલીવાર યાત્ર કરી શકે છે. કેશબેક ઓફરની રકમ એજ ખાતામાં જમા કરવામાં આવશે જેના માધ્યમથી ટિકિટ બુક કરાવી હશે.

કેશબેક ઓફર એવી મહિલા યાત્રીઓને લાગુ થશે જેમણે ઓફર લોન્ચ પહેલા જ ઉપરોક્ત યાત્રા અવધિ માટે પોતાની ટિકીટ બુક કરાવી લીધી હોય. તેજસ એક્સપ્રેસનું સંચાલન લખનઉ-દિલ્હી-લખનઉ (ટ્રેન નંબર 82501/02)અને અમાવાદ-મુંબઈ-અમદાવાદ (ટ્રેન નંબર 82901 / 02) રૂટ ઉપર ચાલી રહી છે.

દરેક યાત્રીઓને સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રોટોકોલનું પાનલ કરતા 7 ઓગસ્ટે પોતાની બે પ્રીમિયમ યાત્રી ટ્રેનોનું પુનઃ સંચાલન શરુ કરવામાં આવશે. આઈઆરસીટીસી વર્તમાનમાં સપ્તાહમાં ચાર દિવસ સાથે એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે બંને તેજસ ટ્રેનોનું સંચાલન કરી રહી છે.આ પણ વાંચોઃ-PPF, SCSS, KVP અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કયું છે બેસ્ટ ઓપ્શન, ચેક કરો બધી ડિટેલ

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારી દરમિયાન થોડા મહિનાઓ માટે રેલવે વિભાગે પોતાની દરેક પેસેન્જર્સ ટ્રોનોની સેવા બંધ કરી દીધી હતી. અને ત્યારબાદ જેમ જેમ સરકારે અનલોકની તબક્કાવાર જાહેરાતો કરી તેમ તેમ રેલવે વિભાગે પણ પોતાની ટ્રેનોની સેવાઓ ફરીથી શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-Personal Loan Rates: જાણો કઇ બેંકમાં મળશે સૌથી સસ્તી 5 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન, અહીં આપી છે EMIથી પ્રોસેસિંગ ફી સુધીની માહિતી

શ્રાવણ મહિનો શરૂ થવાની સાથે જ તહેવારોની પણ સિઝન શરૂ થઈ છે. ત્યારે મોલ અને સુપર માર્કેટો, શોરૂમોમાં તહેવારોમાં સ્પેશિયલ ઓફરો અને સેલ શરૂ થતા હોય છે. આવી સ્થિતિમાં ભાઈ બહેનના પવિત્ર તહેવા ઉપર ભારતીય રેલવે પણ મહિલાઓને ખાસ ઓફર આપવાનું આયોજન બનાવ્યું છે.
Published by: ankit patel
First published: August 12, 2021, 9:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading