માત્ર 150 રૂપિયામાં લો LICની આ પોલિસી, થશે 19 લાખનો ફાયદો, ઈચ્છો ત્યારે પૈસા પાછા, જાણો કેવી રીતે

News18 Gujarati
Updated: September 15, 2021, 1:33 PM IST
માત્ર 150 રૂપિયામાં લો LICની આ પોલિસી, થશે 19 લાખનો ફાયદો, ઈચ્છો ત્યારે પૈસા પાછા, જાણો કેવી રીતે
ભારતીય જીવન વીમા નિગમ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં લઈ અનેક પોલિસીની (LIC New Policies) રજૂઆત કરતું રહે છે. (પ્રતીકાત્મક તસવીર)

LIC New Children’s Money Back Plan: આપના બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આ પ્લાનમાં કરો રોકાણ

  • Share this:
નવી દિલ્હી. ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India- LIC) ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં લઈ અનેક પોલિસીની (LIC New Policies) રજૂઆત કરતું રહે છે. આ કંપનીના (LIC) જીવન વીમામાં (Life Insurance) રોકાણ કરનારા ગ્રાહકોને ઘણા ફાયદા આપવામાં આવે છે. આજના સમયમાં પેરેન્સ્rની ફાઇનાન્સિયલ પ્લાનિંગના (Financial Planning) કેન્દ્રમાં ક્યાંકને ક્યાંક તેમના બાળકો પણ સામેલ હોય છે. અનેક બાળકોનો અભ્યાસ, લગ્ન અને અન્ય ખર્ચાઓને લઈને ક્યાંકને ક્યાંક રોકાણ પણ કરે છે.

ભારતીય જીવન વીમા નિગમની (LIC) પણ આવી જ એક સ્કીમ છે, જે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ LICની ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનની (LIC New Children’s Money Back Plan).

આવો જાણીએ LIC New Children’s Money Back Policyની ખાસ વાતો...

>> આ વીમો ઉતારવાની લઘુત્તમ ઉંમર 0 વર્ષ છે.
>> વીમો લેવાની મહત્તમ ઉંમર 12 વર્ષ છે.
>> તેની લઘુત્તમ વીમા રકમ 10,000 રૂપિયા છે.>> મહત્તમ વીમા કવરની કોઈ સીમા રાખવામાં નથી આવી.
>> પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર ઓપ્શન પણ ઉપલબ્ધ છે.

મેચ્યોરિટીની અવધિ (Maturity Tanure)- LICની ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનનો કુલ ટર્મ 25 વર્ષનો હોય છે.

મની બેક ઇસ્ટોલમેન્ટ (Money Back Installment)- આ પ્લાન હેઠળ LIC બાળકના 18 વર્ષ, 20 વર્ષ અને 22 વર્ષ થવા પર બેસિક સમ ઇન્સ્યોર્ડની 20-20 ટકા રકમની ચૂકવણી કરે છે.

આ પણ વાંચો, Aadhaar Shila: મહિલાઓ માટે LICની વિશેષ વીમા યોજના, રોજ 29 રૂપિયા જમા કરતાં કેટલા લાખ મળશે?

બાકીની 40 ટકા રકમની ચૂકવણી- પોલિસી હોલ્ડરના 25 વર્ષ પૂરા થતાં તેની ચૂકવણી કરવામાં આવશે. તેની સાથે જ તમામ પ્રકારના મળવા પાત્ર બોનસની (LIC Policy Bonus) પણ ચૂકવણી કરવામાં આવશે.

મેચ્યોરિટી બેનિફિટ (Maturity Benefit) - પોલિસી મેચ્યોરિટીનો સમય (વીમાધારકનું પોલિસી અવધિ દરમિયાન મૃત્યુ ન થવા પર) પોલિસીધારકને વીમા રકમના બાકી બચેલા 40 ટકા બોનસની સાથે મળશે.

આ પણ વાંચો, Gold Silver Price Today: સોના અને ચાંદી સસ્તા થયા કે મોંઘા? ફટાફટ ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

ડેથ બેનિફિટ (Death Benefit)- પોલિસી અવધિ દરમિયાન પોલિસીધારકના મૃત્યુ થવાની સ્થિતિમાં વીમા રકમ ઉપરાંત નિયત સાધારણ બોનસ અને અંતિમ એડિશનલ બોનસ આપવામાં આવે છે. ડેથ બેનિફિટ કુલ પ્રીમિયમ પેમેન્ટના 105 ટકાથી ઓછો નહીં હોય.
Published by: Mrunal Bhojak
First published: September 15, 2021, 1:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading