LPG Cylinder Price: મોંઘવારીનો માર, એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 100 રૂપિયાનો વધારો

News18 Gujarati
Updated: December 1, 2021, 10:36 AM IST
LPG Cylinder Price: મોંઘવારીનો માર, એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 100 રૂપિયાનો વધારો
એલપીજી સિલિન્ડર

LPG Cylinder Price Hike: મોટાભાગના લોકો આશા રાખતા હતા કે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યની આગામી ચૂંટણીને પગલે મોદી સરકાર પેટ્રોલ-ડીઝલની જેમ રસોઈ ગેસની કિંમતમાં પણ રાહત આપી શકે છે.

  • Share this:
મુંબઈ. LPG Cylinder Price: એલપીજીની કિંમત મામલે આમ આદમીને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. આજે LPG સિલિન્ડરની કિંમત (LPG Cylinder price hike)માં એક સાથે 100 રૂપિયાનો વધારો થયો છે. મોટાભાગના લોકો આશા રાખતા હતા કે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યની આગામી ચૂંટણી (Upcoming elections)ને પગલે મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel price)ની જેમ રસોઈ ગેસની કિંમતમાં પણ રાહત આપી શકે છે. જોકે, ગેસ કંપનીઓએ ઘરેલૂ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ જ વધારો નથી કર્યો, તેની કિંમત પહેલાની જેમ સ્થિર રહી છે. આ વધારો ફક્ત કૉમર્શિયલ સિલિન્ડર (Commercial lpg gas cylinder) પર થયો છે. ગત મહિનાની સરખામણીમાં સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે.

કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત

આજે નવી દિલ્હીમાં કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,100 રૂપિયાને પાર થઈ ગઈ છે. બે મહિના પહેલા કિંમત 1,733 રૂપિયા હતી પરંતુ 1 ડિસેમ્બર 2021ના રોજ તેની કિંમત 2,101 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં આજે 19 કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2,051 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં 19 કિલોગ્રામના ઇન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત 2174.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં 19 કિલોગ્રામના કૉમર્શિય ગેસ સિલિન્ડરની કિંમત 2,234 રૂપિયા થઈ ગઈ છે.

છેલ્લા ત્રણ મહિનામાં થયેલો ભાવ વધારો






























મહિનો દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ
ડિસેમ્બર 2101 2177 2051 2234
નવેમ્બર 2000.5 2073.5 1950 2133
ઓક્ટોબર 1736.5 1805.5 1685 1867.5

ઘરેલૂ LPG સિલિન્ડરની કિંમત

ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. મુંબઈમાં સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. કોલકાતામાં કિંમત 926 રૂપિયા અને ચેન્નાઈમાં કિંમત 915.50 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં 6 ઓક્ટોબર પછી કોઈ જ વધારો કરાયો નથી.

આ પણ વાંચો: LPG Cylinder: 300 રૂપિયા ઓછી કિંમતે મળશે LPG સિલિન્ડર, જાણો કેવી રીતે

આ વસ્તુઓની કિંમત પણ આજથી વધી: 

SBI ક્રેડિટ કાર્ડ- EMI પર આજથી પ્રૉસેસિંગ ચાર્જ

જો તમે SBI ક્રેડિટ કાર્ડ ધારક છો તો 1 ડિસેમ્બરથી EMI શૉપિંગ મોંઘી બનશે. એસબીઆઈના ક્રેડિટ કાર્ડ પર અત્યારસુધી EMI પર ફક્ત વ્યાજ ચૂકવવાનું રહેતું હતું. જોકે, 1 ડિસેમ્બરથી તમારે પ્રૉસેસિંગ ચાર્જ પણ ચૂકવવો પડશે. કાર્ડ ધારકે હવે EMI પર 99 રૂપિયા પ્રૉસેસિંગ ચાર્જ અને તેના પર ટેક્સ ચૂકવવો પડશે.

આ પણ વાંચો:  આમ આદમીને મોંઘવારીનો વધુ એક માર, 1 ડિસેમ્બરથી મોંઘી બનશે આ વસ્તુઓ

દીવાસળીની પેટી મોંઘી થશે

દૈનિક ઉપયોગમાં આવતી દીવાસળી (Matchbox) ની પેટીની કિંમત 14 વર્ષ પછી વધવા જઈ રહી છે. 1 ડિસેમ્બરથી દીવાસળીની એક પેટીની કિંમત 1 રૂપિયાથી વધીને 2 રૂપિયા થશે. આ પહેલા નિર્માતાઓ દીવાસળીની સાઇઝ નાની કરીને ભાવમાં વધારો ટાળી રહ્યા હતા. નિર્માતાઓની કહેવું છે કે કાચા માલની કિંમત ખૂબ વધી ગઈ હોવાથી ભાવ વધારો જરૂરી બન્યો છે. જોકે, સારી વાત એ હશે કે હવે દીવાસળીની એક પેટીમાં 36ના બદલે 50 દીવાસળી (Matchsticks) હશે.
Published by: Vinod Zankhaliya
First published: December 1, 2021, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading