ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરી Amazon બરાબરનું ફસાયું, FIR દાખલ

News18 Gujarati
Updated: January 26, 2022, 5:40 PM IST
ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરી Amazon બરાબરનું ફસાયું, FIR દાખલ
પ્રતિકાત્મક તસવીર

Amazon insults national flag: ભોપલ ક્રાઇમ બ્રાન્ચે (Bhopal Crime Branch) ઇ-કોમર્સ કંપની સામે કાયદાકીય પગલા લીધા છે. ભિંડ જિલ્લા પોલીસે એમેઝોન ઈન્ડિયા (Amazon India)ના અનામી અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે.

  • Share this:
ભોપાલઃ ભોપાલ પોલીસે (Bhopal Police)રાષ્ટ્રીય પ્રતીકો (National flag of India)ના અપમાનના કેસમાં એમેઝોન (Amazon)ને નોટિસ પાઠવી છે અને વિક્રેતાઓ સામે એફઆઈઆર (Police complaint) દાખલ કરી છે. જેઓ ત્રિરંગાની પ્રિન્ટવાળા જૂતા, મગ અને ટી-શર્ટનનું ઓનલાઇન વેચાણ કરી રહ્યા હતા. આ મામલે ભોપાલ પોલીસ કમિશનર (Bhopal Police Commissioner) મકરંદ દેઉસ્કરે જાણકારી આપી કે, ભોપાલના એક નાગરીકે ઈ-કોમર્સ કંપની એમેઝોન સામે ભોપાલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી કે, એમેઝોન ભારતીય ત્રિરંગાની પ્રિન્ટવાળી ટી-શર્ટ અને જૂતાનુ ઓનલાઇન વેચાણ કરી રહ્યું છે.

જેની ફરિયાદના આધારે ભોપલ ક્રાઇમ બ્રાન્ચે (Bhopal Crime Branch) ઇ-કોમર્સ કંપની સામે કાયદાકીય પગલા લીધા છે. ભિંડ જિલ્લા પોલીસે એમેઝોન ઈન્ડિયા (Amazon India)ના અનામી અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે.

મધ્યપ્રદેશ પોલીસે ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન સામે કથિત રીતે ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા ઉત્પાદનો વેચવા બદલ કેસ દાખલ કર્યો છે. એમેઝોન દ્વારા ગણતંત્ર દિવસની પૃષ્ઠભૂમિ પર ત્રિરંગા ધ્વજના પ્રિન્ટેડ જૂતા, કીચન, ટી-શર્ટ અને માસ્ક સહિત ઘણી વસ્તુઓ વેચવામાં કરી રહ્યું હતું. જેને જોઇ સોશિયલ મીડિયા યૂઝર્સ રોષે ભરાયા હતા અને કંપની વિરુદ્ધ ટ્વિટર પર #Amazon_Insults_National_Flag હેશટેગ સાથે ટ્રેન્ડમાં આવી ગયું હતું. એમેઝોને આ રીતે ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે.

જણાવી દઇએ કે, સોશિયલ મીડિયામાં લોક જુવાળ ફાટી નીકળતા મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ પોલીસને ફરિયાદ દાખલ કરવા સૂચના આપી હતી. એ જ રીતે મધ્યપ્રદેશ પોલીસે એમેઝોન કંપની અને માલિક સામે ફરિયાદ દાખલ કરી છે. ગણતંત્ર દિવસ (Republic Day)ના અવસરે એમેઝોને ભારતીય રાષ્ટ્રધ્વજની પ્રિન્ટવાળી ચોકલેટ, ફેસ માસ્ક, મગ, કીચન બાળકોના કપડાં અને શૂઝ પર છાપ્યા હતા. જેને લોકોએ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો પ્રયાસ ગણાવ્યું હતું.

એમેઝોને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું

તમને જણાવી દઈએ કે આ અગાઉ અમેઝોનની યુએસ શાખાએ ભારતીય ત્રિરંગા સાથે મળતા આવતા જૂતાની લેસ માટે જૂતા અને મેટલ હૂપ વેચ્યા હતા. ભારત સરકારે ઓનલાઈન શોપિંગ કંપનીને ભારતીય સંવેદનાઓ અને ભાવનાઓનું સન્માન કરવા નોટિસ પાઠવી હતી. જે બાદ એમેઝોને ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે મુદ્રિત ડોરમેટ વેચીને લોકોની દેશભક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની માફી પણ માંગી હતી.આ પણ વાંચોઃ-Republic dayના દિવસે જ કરુણ ઘટના! અરવલ્લીના મોડાસામાં કારનું ટાયર ફાટતા મહિલા શિક્ષિકાનું મોત

જોકે આ કોઇ પહેલીવાર નથી જ્યારે એમેઝોને આવી હરકત કરી હોય. આ વર્ષની શરૂઆતમાં જ ઈ-કોમર્સ કંપનીને ભારતીય ધ્વજ સિવાય ભગવાન ગણેશ અને આધ્યાત્મિક પ્રતીક ઓમની છબીઓ સાથે ડોરમેટ અને બાથરૂમ કાર્પેટ વેચવા બદલ સશિયલ મીડિયા યૂઝર્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ-kutch news: ગાંધીધામના કાર્ગો પાસે ટ્રક નીચે છકડો ચગદાયો, ત્રણના કમકમાટી ભર્યા મોત

નોંધપાત્ર છે કે સ્ટેટ એમ્બ્લેમ ઑફ ઈન્ડિયા એક્ટ 2005 મુજબ કોઈ પણ વેપાર, વ્યવસાય, કૉલિંગ અથવા વ્યવસાયના હેતુ માટે પ્રદાન કરાયેલ અથવા પેટન્ટના શીર્ષકમાં અથવા કોઈપણ ચિહ્ન અથવા ડિઝાઇનમાં પ્રતીકનો ઉપયોગ કરવો તે સજાપાત્ર ગુનો છે. આ કોડ મુજબ,‘ધ્વજનો ઉપયોગ કોઇ પણ પોશાકના ભાગ તરીકે અથવા વરધી તરીકે કરવામાં આવશે નહીં. તે કુશન, રૂમાલ, નેપકિન્સ અથવા બોક્સ પર ભરતકામ અથવા છાપવામાં આવશે નહીં. જો કે તે સ્પષ્ટ નથી કે ભારતીય ધ્વજના ત્રણ પ્રાથમિક રંગોનો ઉપયોગ અથવા ભારતીય ધ્વજની વિવિધતા સમાન રીતે કોડ દ્વારા પ્રતિબંધિત છે.
Published by: ankit patel
First published: January 26, 2022, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading