Maruti Suzuki લૉન્ચ કરવાની છે બે નવી CNG કાર, કિંમત ફક્ત રૂપિયા 6 લાખ જાણો વિગતો

News18 Gujarati
Updated: July 27, 2021, 10:01 PM IST
Maruti Suzuki લૉન્ચ કરવાની છે બે નવી CNG કાર,  કિંમત ફક્ત રૂપિયા 6 લાખ જાણો વિગતો
મારૂતિની આ બંને કાર અવારનવા ટેસ્ટિંગ દરમિયાન મેદાનમાં જોવા મળી રહી છે.

Maruti Suzukiએ આ બંને સીએનજી કારમાં 1.2 લીટર ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિનનો ઉપોયગ કર્યો છે જે 13Nm ટોર્ક અને 90PSનો પાવર જનરેટ કરશે આ કાર મેન્યુઅલ અને ઑટોમેટિક ગેર બોક્સ સાથે આવશે

  • Share this:
નવી દિલ્હી : દેશની અગ્રગણ્ય વાહન ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki) સીએનજી (CNG Cars) સેગમેન્ટમાં વિસ્તાર કરી રહી છે. કંપની નવી સીએનજી કાર લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આગામી દિવસોમાં ટૂંક સમયમાં જ આ બંને નવી કાર બજારમાં આવી જશે. આ કારની કિંમતો અને પેટ્રોલના વધતા જતા ભાવની અસર ઓટોમોબાઇલ બજાર પર જોવા મળશે કારણ કે કંપનીએ કારની કિંમત પણ ઘણી સરળ રાખી છે. ઇલેક્ટ્રોનિક કારનું બજાર અને નબળી ટેકનોલૉજી વચ્ચે સીએનજી માટે ખૂબ અવકાશ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ મારૂત પોતાની બેસ્ટ સેલિંગ કાર સ્વીફ્ટ (Siwft) અને સ્વીફ્ટ ડિઝાયરના (Swift Dezire) સીએનજી મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ બંને કારને અનેકવાર ટેસ્ટિંગમાં જોવા મળી છે. ટૂંક સમયમાં આ બંને કાર ભારતની બજારોમાં આવી જશે.

અત્યારસુધીમાં મારૂતિની છ કાર સીએનજી મોડલમાં વેચાઈ રહી છે. આ બંને કારના આવી જવાથી બજારમાં કુલ 8 સીએનજી કાર મારૂતિ વેચશે. અત્યારે અર્ટિગા, સેલેરિયો, ઇકો, અલ્ટો, વેગનઆર અને એસપ્રેસો સીએનજીમાં ઉપલબ્ધ છે. જેમાંથી ઇકો મોટા ભાગે ટેક્સીમાં વપારય છે.

કંપનીની નવી લૉન્ચ થનારી સીએનજી કારમાં 1.2 લીટર ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 13Nm ટોર્ક અને 90PSનો પાવર જનરેટ કરશે આ કાર મેન્યુઅલ અને ઑટોમેટિક ગેર બોક્સ સાથે આવશે

બજારના અનુમા સાથે બંને વેરીએન્ટ હાલની કિંમત કરતા 90,000 રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા મોંઘધી થઈ શકે છે. આ બંને કાર સીએનજીમાં 30-32ની એવરેજ આપી શકે છે. એટલે કે હાલમાં બનેની શરૂઆતની કિંમતને જોતા 6.00 લાખની આસપાસથી આ કારની શરૂઆત થશે.
Published by: Jay Mishra
First published: July 27, 2021, 10:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading